Browsing category

સેવાકીય પ્રવૃત્તિઓ

રાજકોટના ઝીક્સ ગ્રુપના યુવાનોની અનોખી સેવા: ગુજરાતમાં ક્યાંય પણ દિકરીના લગ્ન હોય, કંકોત્રી મોકલો એટલે મફતમાં ઘરે શાકભાજી આપી જાય છે આ યુવાનો

દીકરીના લગ્ન હોય એટલે પિતા સહિત પરિવારજનો પર અનેક જવાબદારી આવી જતી હોય છે. પરંતુ રાજકોટમાં સેવાભાવી યુવાનોએ ઝીક્સ ગ્રુપ બનાવ્યું છે. આ ગ્રુપના યુવાનો જે પિતાને દીકરીના લગ્ન હોય તેના જમણવાર માટેનું શાકભાજી વિનામૂલ્યે તેના ઘરે પહોંચાડવાનું કામ કરી રહ્યા છે. આ ગ્રુપનો હેતુ દીકરીના પિતાની જવાબદારીને ઓછી કરવાનો છે. આ ગ્રુપના સભ્યોને વોટ્સઅપ, […]

પાટીદાર યુવાને 56 વિધવા મહિલાઓને 10 દિવસની યાત્રા કરવી પુણ્યનું ભાથું બાંધવાનું પ્રેરણાદાયી કાર્ય કરી ઉત્તમ દાખલો સમાજને પૂરો પડ્યો છે.

મહેસાણા જિલ્લાના અને બહુચરાજી પાસેના દેવગઢ ગામનો યુવાન કળિયુગનો શ્રવણ બની એક ઉમદા કાર્ય કર્યું છે. નિસહાય અને વિધવા એવી 56 મહિલાઓને 10 દિવસની યાત્રા કરવી પુણ્યનું ભાથું બાંધવાનું પ્રેરણાદાયી કાર્ય કરી ઉત્તમ દાખલો સમાજને પૂરો પડ્યો છે. યાત્રાધામ બહુચરાજીથી અંદાજે 5 કિ.મીના અંતરે દેવગઢ ગામ આવેલું છે. આ ગામમાં કિરીટ પટેલ નામના એક યુવાને […]

હીરા ઉદ્યોગપતિ કેશુભાઈએ આદિવાસી બાળકો માટે બે વર્ષમાં 67 હોસ્ટેલ બનાવીને કરી લોકાર્પણ , 108 હોસ્ટેલ બનાવવાનો સંકલ્પ. હજી 41 બનાવશે

સુરતને કર્મભૂમિ બનાવનાર હીરા ઉદ્યોગપતિ સમાજનું રૂણ અદા કરવા માટે આદિવાસી વિસ્તારમાં ભાગીદારીમાં 108 હોસ્ટેલ બનાવવાનું નક્કી કર્યું હતું. માત્ર બે વર્ષમાં 67 હોસ્ટેલ બનાવી દીધી છે. મૂળ ભાવનગરના વલ્લભીપુર તાલુકાના હળિયાદ ગામના વતની કેશુભાઈ ગોટીએ સુરતને ત્રણ દાયકાથી વધુ સમયથી કર્મભુમિ બનાવી છે. સુરતમાં મોટા પાયે તેઓનો હીરાનો ઉદ્યોગ છે. સમાજનું ઋણ અદા કરવા […]

રઘુવંશી સમાજની દીકરીઓ માટે ઉનામાં માત્ર 1 રૂપિયામાં જ ધો-7થી ગ્રેજ્યુએશન સુધીનું શિક્ષણ મળશે, 1 રૂપિયામાં રહેવું, ભોજન, પુસ્તકો, બુકો વગેરે મળશે

ભાર વગરનું ભણતર એ માત્ર સરકારી સૂત્ર જ બનીને રહી ગયું છે, જેની અમલવારી ક્યાંય જોવા મળતી નથી. ઉલ્ટાનું ભણતરના ભારથી છાત્રો અને તગડી ફીના ભારથી માં બાપો પર બોજ વધી જાય છે. ત્યારે ભાર વગરના ભણતરના સૂત્રને રઘુવંશી સમાજ સાર્થક કરવા જઇ રહ્યો છે. આ માટે ઉનામાં રઘુવંશી સમાજ દ્વારા કન્યા છાત્રાલય શરૂ કરવામાં […]

દિવાળી પર ગરીબોના ચહેરા પર સ્મિત લાવવા ‘સંવેદના ખુશીઓનો પટારો’ અભિયાન અંતર્ગત સુરતીઓએ 15 દિ’માં 3 લાખ નવાં-જુનાં રમકડાં અને કપડાં આપ્યાં

સુરત મહાનગર પાલિકા દ્વારા ‘સંવેદના ખુશીઓનો પટારો’ નામનું અનોખુ અભિયાન 30 સપ્ટેમ્બરથી શરૂ કરાયું હતું, જેમાં માત્ર 15 દિવસની અંદર જ કપડા, રમકડાં સહિત 3 લાખ વિવિધ વસ્તુઓ ભેગી થઇ ગઇ છે. ટેક્સટાઇલ માર્કેટમાંથી 20 હજાર નવી સાડીઓ એકત્ર થઇ છે. જ્યારે 500 રમકડા પણ નવા આપવામાં આવ્યા છે. 17મીએ ડાયમંડ બુર્સમાં 6 હજાર મજૂરોને […]

ભૂખી મહિલાના આંસુઓ જોઈને દ્રવી ઊઠ્યું હૃદય અને આજે હજારો ભૂખ્યાંના ભરે છે પેટ

હૈદરાબાદના દબીરપુરા પુલ નીચે દરરોજ બપોરે ઘણા બધાં લોકો સ્વચ્છ ચટ્ટાઈ પર બેસી ભોજન કરે છે. અને અઝહર મકસૂસી નામનો એક શખસ વારાફરતી તે બધાની પ્લેટમાં ગરમાગરમ ભોજન પીરસે છે. આ ઘટનાક્રમ છેલ્લા સાત વર્ષોથી ચાલી રહ્યો છે અને આજે સાત સ્થળોએ 1200 લોકો તેમના કારણે એક ટંક ભરપેટ જમી શકે છે. હૈદરાબાદના જૂના શહેર […]

ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીનો સંકલ્પ, રૂપિયા 11 કરોડનું દાન કરીશ, દાન કરવાની નેમ પુરી કરવા જરૂર પડી તો મિલકત પણ વેચી દઈશ

ગુજરાતના જાણીતા હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદીએ રૂપિયા 11 કરોડનું દાન કરવાનો સંકલ્પ કર્યો છે. જે અંતર્ગત બે વર્ષમાં તેમણે 1 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જેમાંથી સુરેન્દ્રનગર જિલ્લાનાં સાયલા ગામના યજ્ઞનગર વિસ્તારમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાનું નવું ભવન તૈયાર કરવામાં આવ્યું છે. જેનું લોકાર્પણ તથા શાળાના નૂતન નામકરણ સમારંભનો કાર્યક્રમ આજે શનિવારને 12 ઓક્ટોબરના રોજ યોજાશે. […]

મધ્ય પ્રદેશના CA કૈલાશ નહેરાએ કરી અનોખી પહેલ, ગામની 9 દીકરીઓને દત્તક લીધી જેનો ભણવાથી લઇને લગ્ન સુધીનો તમામ ખર્ચ ઉપાડશે

અન્યને મદદ કરી શકતા હોવા જેટલા સક્ષમ હોવા છતાં આપણે ઘણીવાર આ દિશા તરફ ડગ નથી માડતા. જે રતલામ જિલ્લાના ઢિકવા ગામના રહેવાસી કૈલાશ નહેરાએ કરી બતાવ્યું છે. ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કૈલાશ નહેરાએ તેમના ગામની દીકરીઓને આર્થિક સુરક્ષા આપવા દત્તક લીધી છે. તેઓ તેમના શિક્ષણથી લઈને લગ્ન સુધીના તમામ ખર્ચ ઉઠાવશે. 20 વર્ષ પહેલાં CA બન્યા […]

1107 વડીલોને ધાર્મિકયાત્રા કરાવનાર સીતાપુરના રાજેશ પટેલનું નામ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં ચમકયું, બે વર્ષમાં 2000 વડીલોને હરિદ્વારની વિનામૂલ્યે યાત્રા કરવાની નેમ

એક વર્ષમાં 1107 સિનિયર સિટીઝન્સને હરિદ્વારની વિનામૂલ્યે ધાર્મિક યાત્રા કરાવનારા બહુચરાજી પાસેના માંડલ તાલુકાના સીતાપુર ગામના યુવાન રાજેશ પટેલનું વરિષ્ઠ નાગરિકો માટે ઉમદાકાર્ય બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડસમાં નામ અંકિત થયું છે. તેમને આ સેવાકાર્યમાં નરેશ પટેલનો સહયોગ સાંપડ્યો હતો. આ બંને યુવાનોએ પાટીદાર સમાજના સિનિયર સિટીઝનોને પાંચ દિવસની વિનામૂલ્યે હરિદ્વાર યાત્રા કરાવવાનું છેલ્લા બે […]

એક મહિલાએ આદરેલી પહેલ આજે બની ગઈ છે સંધ્યા શાળા, શાહીબાગની 8 ગૃહિણીએ ફૂટપાથ પર શરૂ કરી સ્કૂલ, બાળકોને મફતમાં આપે છે શિક્ષણ

અત્યંત ગરીબ વર્ગના અને પૈસાના અભાવે મોંઘા ટયૂશનનો ભાર નહીં વેઠી શકતા વિદ્યાર્થીઓને શાહીબાગની ગૃહિણીઓ મફતમાં ટ્યૂશન આપે છે. એક ગૃહિણીએ કરેલી શરૂઆત આજે સંધ્યા શાળા ફાઉન્ડેશન તરીકે ઓળખાય છે. જ્યાં 200 ગરીબ બાળક દરરોજ સાંજે શિક્ષણ મેળવી રહ્યા છે. બાળક દીઠ રૂ.500 આપવાનું નક્કી કર્યું 3 વર્ષથી કાર્યરત સંધ્યા શાળા ફાઉન્ડેશન સાથે સંકળાયેલી 8 […]