મહારાષ્ટ્ર બાદ હવે, અમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોની ચૂકતે કરશે લોન

બિગ-બીએ નમ્રતાપૂર્વક જણાવ્યું હતું કે જે ખેડૂતો આપણે ખાતર પોતાનું સમગ્ર જીવન ન્યોચ્છાવર કરી દે છે તેમને થોડી મદદ કરવાથી અપાર સંતોષની લાગણીનો અનુભવ થાય છે. હજી આ કિસાનો માટે ઘણુંકરવાનું રહે છે. દેશના અન્ય ભાગોમાંથી પણ સહાય માટે લોકોએ આગળ આવવું જોઇએ. હવે, અમિતાભ બચ્ચને જાહેરાત કરી છે કે તેઓ મહારાષ્ટ્ર બાદ ઉત્તરપ્રદેશના 850 ખેડૂતોનું દેવું ચૂકતે કરશે. આ માટે તેઓ 5.5 કરોડ રૂપિયા ચૂકવશે.

અમિતાભ બચ્ચન બન્યા Real Hero, બિગ બી 5.50 કરોડ રૂ. આપીને ચૂકતે કરશે ખેડૂતોની લોન

બેંક પાસેથી મંગાવી લીધી છે યાદીઃ

અમિતાભ બચ્ચને બ્લોગમાં જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ૩૫૦ ખેડૂતો તેમણે લીધેલી કૃષિલોન ભરપાઇ કરવાની સ્થિતિમાં નહોતા. કિસાનોને આત્મહત્યાના માર્ગેથી  પાછા વાળવા માટે મેં બનતી સહાય કરી હતી. આમાં મહારાષ્ટ્રના વિદર્ભ અને આંધ્રના ખેડૂતોને  સહાય કરી હતી. 76 વર્ષીય અમિતાભ બચ્ચને બ્લોગ પર લખ્યું હતું કે ઉત્તર પ્રદેશના 850 ખેડૂતોની યાદી તૈયાર કરી લેવામાં આવી છે. આ ખેડૂતોની લોનની રકમ 5.50 કરોડ રૂપિયા થાય છે, જે ચૂકવવામાં આવશે. સંબંધિત બેંક સાથે આ અંગે વાત કરી લેવામાં આવી છે.

શહીદ સૈનિકના પરિવાર ને ખેડૂતોની ચૂકતે કરી લોનઃ

અમિતાભ બચ્ચને હાલમાં જ મુંબઈમાં યોજાયેલ એક ઈવેન્ટમાં પત્નીના હસ્તે 44 શહીદ સૈનિકના પરિવારને 2.20 કરોડ રૂપિયા તથા 360 ખેડૂતોની 2.03 કરોડ લોન ચૂકવી હતી એટલે કે અમિતાભે કુલ 4.23 કરોડ રૂપિયાની મદદ કરી હતી. અમિતાભ બચ્ચને કહ્યું હતું કે તેમને 26 ઓગસ્ટના રોજ સરકાર તરફથી 44 શહીદ સૈનિક પરિવારોની યાદી મળી હતી. તેમણે 112 ડ્રાફ્ટ બનાવ્યા અને જેની કિંમત 2.20 કરોડ રૂપિયા થાય છે. તેમણે 60 ટકા પત્ની, 20 ટકા પિતા તથા 20 ટકા માતાને મળે એ રીતે ડ્રાફ્ટ વહેંચ્યા હતાં.

કૌન બનેગા કરોડપતિમાં કર્મવીર તરીકે હાજર રહેલા અજિત સિંહને પણ મદદ કરવાનો બિગ-બીએ ઇરાદો જાહેર કર્યા છે. તેમણે કહ્યું હતું કન્યાઓના અપહરણ કરી બળજબરીપૂર્વક વેશ્યા-વ્યવસાયમાં ધકેલી દેવાના ચાલતા રેકેટ સામે હિંમતથી લડીને અનેકને બચાવનારા અજિત સિંહની આ બહાદુરીભરી લડતમાં સહાયરૂપ થવાનું નક્કી કર્યું છે.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો