રસ્તા પર પાન-મસાલા ખાઈ થૂંકનારાઓ સાવધાન, અમદાવાદમાં ઈ-મેમોની નોંધાઈ પહેલી ઘટના.

નારાણપુરામાં આવેલા સરદાર પટેલના સ્ટેચ્યુ પાસે જાહેરમાં થુકવા બદલ નરોડા વિસ્તારમાં રહેતા મહેશ કુમાર નામના વ્યક્તિને અમદાવાદ મ્યુ. કોર્પોરેશને રૂ 100નો દંડ ફટકાર્યો છે. AMCએ જાહેરમાં થુકવા બદલ કોઈને ઈ-મેમોથી દંડ ફટકાર્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

ગાડીનંબર પરથી AMCએ ઈ-મેમો ઘરે મોકલ્યોઃ

મહેશ કુમાર જ્યારે બાઈક પર નારણપુરાના સરદાર પટેલના સ્ટેચ્યુ પાસેથી પસાર થતાં હતાં ત્યારે તેમણે જાહેર રોડ પર પાનની પિચકારી મારી હતી. આ ઘટના AMCના કેમેરામાં કેદ થતાં કોર્પોરેશનને તેમના ગાડી નંબર પરથી તેમને ઈ-મેમો ફટકાર્યો હતો. આ સંદર્ભે મહેશ કુમારે નરોડા વોર્ડ AMC ઓફિસે આ 100 રૂનો દંડ ભર્યો હતો.

જાહેરમાં પાન-મસાલા ખાઈ થુંકવા બદલ કોર્પોરેશને ઈ-મેમોથી રૂ 100નો દંડ ફટકાર્યો..

5 હજાર CCTV જાહેરમાં થુકનાર પર વોચ કરી રહ્યા છેઃ અમદાવાદ સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત લગાવાયેલા 5000 CCTV કેમેરા અમદાવાદીઓ પર નીગરાની કરી રહ્યા છે. AMCના અધિકારીઓને 15 દિવસ પહેલાં જ ટ્રેનિંગ અપાઈ છે કે જાહેરમાં પાન-મસાલા ખાઈ પિચકારી કરનાર લોકોને ઈ-મેમોથી દંડ કરવાના છે. જેના સંદર્ભે AMCએ 20 એપ્રિલે ઈ-મેમો દ્વારા આ દંડ ફટકાર્યો હતો. ઈ-મેમોથી દંડ ફટકાનાર અમદાવાદ મ્યુ. કોર્પોરેશનએ દેશની પ્રથમ કોર્પોરેશન છે.

અમદાવાદ શહેરના ઉત્તર ઝોનમાં નરોડામાં રહેતો એક યુવાને પાન-મસાલો ખાઈ જાહેર રોડ પર પિચકારી મારી હતી. આ દ્રશ્યો ચાર રસ્તા પરનાં સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા. જે બાદ અમદાવાદ કોર્પોરેશન દ્વારા વાહનમાંથી જાહેરમાર્ગ પર થૂંકવું અને થૂંકીને ઉપદ્વવ પેદા કરવા માટે તમાકુ નિયંત્રણ અધિનિયમ 2003ની કલમ 50.1(3) અને 50.1(7) હેઠળ ગુનો નોંધી 100 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં પાન-મસાલાની પિચકારી મારવા બદલ નરોડાના યુવાનને પ્રથમ ઈ-મેમો આપવામાં આવ્યો હતો. જે બાદ યુવાને નજીકના અમદાવાદ કોર્પોરેશનના સિવિક સિવિક સેન્ટરમાં દંડની રકમ ભરી હતી.

હાલ અમદાવાદને સ્વચ્છ રાખવા માટે અમદાવાદ કોર્પોરેશને કમર કસી લીધી છે. અગાઉ અમદાવાદ કોર્પોરેશને પાનનાં ગલ્લાં નજીક જો કોઈ થૂંકશે તો ગલ્લાંના માલિકને દંડ કરવાની જાહેરાત કરી હતી. તો હવે અમદાવાદ કોર્પોરેશન પિચકારી મારતાં લોકો પર તવાઈ બોલાવતાં ઈ-મેમો પણ મોકલવા લાગી છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો