ચોમાસામાં આવતું આ મોસમી ફળ હાડકાંને કરે છે મજબૂત, બ્લડ શુગરને પણ કરે છે નિયંત્રિત, તેના જબરદસ્ત ફાયદાઓ જાણો અને શેર કરો

ચોમાસામાં આવતું મોસમી ફળ આલુ એક એવું ફળ છે કે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે. સ્વાદમાં ખાટું-મીઠું લાગતું જાંબલી-લાલ અથવા લીલા-પીળા રંગમાં મળતું આ ફ્રૂટ ઓછી કેલરીવાળું હોય છે જેમાં ફાઇબર, વિટામિન્સ (A, K અને C), કોપર, મેંગેનીઝ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ જેવા પોષકતત્વો ભરપૂર માત્રામાં હોય છે. જે વિવિધ સ્વાસ્થ્ય લાભો પૂરા પાડે છે.

આલુ એન્ટીઓકિસડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર છે, આ હૃદય અને પાચન તંત્રને સ્વસ્થ રાખે છે. આલુમાંથી મળતા ફાઇબર્સ શરીરના અંગોને સુચારુ બનાવે છે અને પાચન ક્રિયાને પણ સુધારે છે. આ સાથે, તે સુંદરતા વધારવાનું પણ કામ કરે છે.

આલુ ખાવાના જબરદસ્ત ફાયદાઓ –
આલુ વજન ઘટાડવામાં મદદરૂપ છે. 100 ગ્રામ આલુમાં લગભગ 46 કેલરી હોય છે. અન્ય ફળોની સરખામણીમાં તેમાં કેલરી ખૂબ ઓછી છે. તમારા વજનને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ છે.

આલુમાં હાજર વિટામિન-સી તમારી આંખો અને ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદરૂપ છે અને રોગપ્રતિકારક શક્તિ પણ વધારે છે. આ સિવાય તેમાં વિટામિન-કે અને બી6 પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે.

આલુ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે. તે ઓમેગા-3થી સમૃદ્ધ છે. તે હૃદયને લગતી ઘણી બીમારીઓને દૂર કરવામાં મદદ કરે છે. આ હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટાડે છે.

એક અભ્યાસ મુજબ, આલુ ઓસ્ટીયોપોરોસિસ અને ઓસ્ટીઓપેનિયા જેવા હાડકાના જોખમને ઘટાડવામાં મદદ કરે છે. તેમાં એન્ટીઓકિસડન્ટ અને એન્ટીઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે, જે હાડકાંને મજબૂત બનાવવામાં મદદ કરે છે.

આલુમાં હાજર એન્ટીઓકિસડન્ટ ત્વચા તેમજ મગજને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે તમારા તણાવને ઘટાડવામાં પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો