જામફળ ખાવાથી કેન્સરથી લઈને પાચનતંત્રના રોગો રહે છે દૂર, મળે છે આવા જબરદસ્ત લાભ
શિયાળો હેલ્થ બનાવવા માટે સર્વોત્તમ ઋતુ ગણવામાં આવે છે. જામફળ એ શિયાળામાં આવતું અમૃત ફળ છે. વિટામિન સીથી ભરપૂર એવા આ ફળના અનેક સ્વાસ્થ્ય લાભ છે. આ ફળ શક્તિવર્ધક માનવામાં આવે છે, જામફળનું સેવન પાચનતંત્ર સારું કરે છે, માનસિક તણાવ દૂર કરે છે. જમવાની સાથે જામફળની ચટણી અને ભોજન પછી જામફળનો મુરબો ત્રણ મહિના સુધી ખાવાથી હૃદય રોગમાં લાભ થઈ શકે છે.
જામફળમાં કાર્બોહાઈડ્રેટ, ડાયેટરી ફાઈબર, પ્રોટીન, વિટામિન એ, બીટા કેરોટીન, વિટામિન બી1, બી2, બી3, બી5, બી6, બી9, વિટામિન સી, કે, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો આપણા શરીરને મળી રહે છે. આ સિવાય પણ જામફળ ખાવાના અઢળક લાભ છે.
જામફળ હાઈ એનર્જી ફ્રૂટ છે જેમાં વધુ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ મળે છે. આ તત્વો આપણાં શરીર માટે ખૂબ જ જરૂરી હોય છે.
જામફળમાં વિટામિન બી9 મળી આવે છે જે શરીરના ડીએનએ અને કોશિકાઓને સુધારવાનું કામ કરે છે. આ એક એવું ફળ છે જે પેટની સાથે જ તમારા દિલને સ્વાસ્થ્ય માટે પણ લાભકારી છે.
જામફળના 20-25 પાનને પાણીમાં ઉકાળીને પાન કાઢી લો. તે પાણીને ઠંડુ કરીને તેમાં ફટકડી મિક્સ કરો. આ પાણીથી કોગળા કરવાથી દાંતનો દુ:ખાવો ઓછો થાય છે. જામફળમાંથી વિટામિન એ સારી માત્રામાં મળી રહે છે. જેથી આંખો માટે પણ જામફળનું સેવન લાભકારી કરે છે.
પાકા જામફળનો 50 ગ્રામ પલ્પ, 10 ગ્રામ મધ સાથે ખાવાથી શરીરમાં શક્તિ અને સ્ફૂર્તિ વધે છે.
જામફળનું સેવન કરવાથી તમારા શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે. જો તમને વારંવાર શરદી-ખાંસીની સમસ્યા થાય છે તો જામફળ ખાવાથી એ દૂર થઇ જાય છે. જામફળમાં વિટામીન એ અને ઇ મળી આવે છે. જે તમારા સ્વાસ્થ્યની સાથે જ તમારી સ્કીન માટે લાભકારી છે. એનાથી આંખો, સ્કીન અને વાળને પોષણ મળે છે.
જામફળ કેન્સર અને ટ્યૂમરને જોખમને પણ ઓછું કરે છે. એમાં લાઇકોપીન ફાઇટો ન્યૂટ્રિએટ્સ હોય છે જે કેન્સર અને ટ્યૂમરના ખતરાને દૂર કરે છે. આ ફળ તમારા શરીરના કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરે છે. એવામાં ઠંડીમાં જામફળનું સેવન જરૂરથી કરવું જોઇએ.
સવાર-સાંજ એક જામફળ ભોજન પછી ખાવાથી પાચનતંત્ર મજબૂત થાય છે. સાથે જ ચિડચિડાપણું અને માનસિક તણાવ દૂર થાય છે.
જામફળનો પલ્પ 10 ગ્રામ, મધ 5 ગ્રામ લઈને બરાબર મિક્ષ કરી લેવું. સવાર સાંજ તેને ખાલી પેટ ખાવાથી સૂકી ખાંસી મૂળથી સમાપ્ત થઈ જાય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..