શિયાળામાં રોજ લીલું લસણ ખાવાથી આ ગંભીર રોગો થઈ જશે દૂર, બહુ જ ફાયદાકારક છે લીલું લસણ

લસણ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે તે વાત મોટાભાગના લોકો જાણતા જ હશે. પણ શિયાળામાં મળતું લીલું લસણ આરોગ્ય માટે સૌથી વધુ લાભકારક છે. રોજની ડાયટમાં લીલું લસણ ખાવું જ જોઈએ. લીલું લસણ શિયાળાનું બેસ્ટ હર્બ પણ કહેવાય છે. લીલાં લસણમાં અમુક ખાસ પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને તત્વો રહેલાં હોવાથી તે અનેક રોગો સામે લડવાની શક્તિ પણ વધારે છે. લીલું લસણ ઈમ્યૂનિટી સ્ટ્રોન્ગ બનાવવાની સાથે હાર્ટને પણ હેલ્ધી રાખે છે. તો આજે જાણીએ તેના ફાયદા.

લીલાં લસણમાં ભરપૂર એન્ટીબાયોટિક પ્રોપર્ટી હોય છે. જેથી શિયાળામાં રોજ લીલું લસણ ખાવાથી ઈમ્યૂનિટી એકદમ સ્ટ્રોન્ગ બને છે અને નાની-મોટી સમસ્યાઓ સામે રક્ષણ મળે છે.

ડાઈજેશનને સુધારે છે

લીલાં લસણમાં એન્ટીઈન્ફ્લામેટરી પ્રોપર્ટી હોય છે. જેશી તેને ખાવાથી અપચો અને ઈનડાઈજેશનની તકલીફ દૂર થાય છે. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને એન્ટીબાયોટિક પ્રોપર્ટી પેટમાં પ્રોપર બેક્ટેરિયલ બેલેન્સ જાળવવામાં પણ મદદ કરે છે.

શિયાળામાં થતી બીમારીઓ કરે છે દૂર

ઠંડીમાં શરદી, કફ, ખાંસી, અસ્થમા, બ્રોન્કાઇટિસ જેવી શ્વસનતંત્રની તકલીફો વકરવાની સૌથી વધુ શક્યતાઓ હોય છે. આ બધી જ સમસ્યાઓથી બચવા શિયાળામાં રોજ લીલું લસણ ડાયટમાં સામેલ કરી લેવાથી ફાયદો થાય છે.

કિડની માટે બેસ્ટ

લીલાં લસણમાં ડાઈયૂરેટિક પ્રોપર્ટી હોવાથી તે કિડનીમાં રહેલાં ટોક્સિન્સ દૂર કરવામાં મદદ કરે છે અને બ્લડ પ્યૂરીફાયરનું પણ કામ કરે છે. આ સિવાય તે લિવરને પણ હેલ્ધી રાખવામાં મદદ કરે છે.

બ્લડ સર્ક્યુલેશન ઈમ્પ્રૂવ કરે છે

લીલાં લસણમાં રહેલું વિટામિન સી આયર્નના એબ્સોર્બશનમાં મદદ કરે છે. સાથે જ અન્ય તેમાં ભરપૂર મિનરલ્સ હોવાથી તેનો ફાયદો પણ શરીરને મળે છે. લીલું લસણ ખાવાથી બોડીમાં બ્લડ સર્ક્યુલેશન વધે છે, બોડીમાં રેડ બ્લડ સેલ્સનું પ્રોડક્શન વધે છે અને ઓક્સીજનનો ફ્લો બોડીમાં પ્રોપરલી થાય છે.

હાર્ટને રાખે છે હેલ્ધી

લસણ આપણાં હાર્ટ માટે બહુ જ ફાયદાકારક છે. એમાંય લીલાં લસણમાં રહેલું પોલીસલ્ફાઈડ હાર્ટને હેલ્ધી રાખવાનું કામ કરે છે. સાથે જ તેમાં રહેલું મેંગ્નીઝ હાર્ટના રોગો સામે પણ રક્ષણ કરે છે અને બોડીમાં બેડ કોલેસ્ટ્રોલને વધતાં રોકે છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો