બ્રાઉન સુગર વજન ઘટાડવાથી લઈ અસ્થામાને કંટ્રોલ કરે છે, બ્રાઉન સુગર ખાવાના ફાયદા જાણો અને શેર કરો
ખાંડનો ઉપયોગ ઓછો કરવાની સલાહ તબીબો (Doctors advise to reduce the use of sugar) આપે છે. ખાંડનો વધુ પડતો ઉપયોગ શરીરમાં કેલેરીનું પ્રમાણ જરૂર કરતાં વધારે છે. જેનાથી વજન વધવાની તકલીફ ઊભી થાય છે. અલબત્ત, બ્રાઉન શુગરના કિસ્સામાં આવું નથી. બ્રાઉન શુગરમાં કેલરી ઓછી હોય છે. આયરન, કેલ્શિયમ, પોટેશિયમ ઝિંક, કોપર, ફોસ્ફરસ, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ અને વિટામિન બી સાથે અન્ય ઘણા તત્વ તેમાં જોવા મળે છે. બ્રાઉન સુગર શરીરને દરેક રીતે ફાયદાકારક છે. Brown sugar ગોળનું જ એક શુદ્ધ રૂપ છે તેવું કહી શકાય. તેને તૈયાર કરવામાં કોઇ પણ જાતના કેમિકલનો ઉપયોગ થતો નથી. તો ચાલો બ્રાઉન શુગરના ફાયદા પર નજર નાખીએ.
બ્રાઉન સુગર ખાવાના ફાયદા
પાચન સારું કરે છે
બ્રાઉન શુગરનું સેવન કરવાથી પેટ સંબંધિત અનેક સમસ્યાઓમાં રાહત થાય છે. જો તમને કબજિયાતની તકલીફ રહેતી હોય તો ગરમ પાણીમાં હળદર સાથે એક નાની ચમચી બ્રાઉન શુગરનો ઉપયોગ કરવાથી આરામ મળશે.
સ્થૂળતા ઓછી કરે
બ્રાઉન શુગરમાં કેલેરીનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે અને તે મેટાબોલીઝમ રેટને ખૂબ ઝડપથી વધારે છે. જેના કારણે ભૂખ ઓછી લાગે છે અને વજન કંટ્રોલ કરવામાં મદદ મળે છે.
પીરિયડ્સના દુઃખાવામાં રાહત
પીરિયડ્સ દરમિયાન દુઃખાવો થવાની સમસ્યામાં બ્રાઉન શુગરનો ઉપયોગ કરી શકાય છે. તેમાં ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ હોય છે. જે સ્નાયુઓના દર્દમાં રાહત આપે છે.
સ્કિન માટે ફાયદાકારક
બ્રાઉન શુગરમાં વિટામિન બી મળી આવે છે. જે એજિંગની સમસ્યાને દૂર કરે છે. તેમાં મિનરલ તત્વ પણ હોય છે. જે ત્વચાની કોશિકાઓ માટે ફાયદાકારક છે. ત્વચા નિખારવા માટે તમે બ્રાઉન શુગરનો સ્ક્રબની જેમ ઉપયોગ કરી શકો છો.
અસ્થામાની સારવાર
અસ્થામાના દર્દીઓ સફેદ ખાંડની જગ્યાએ બ્રાઉન શુગરનું સેવન કરે તો, તેમાં રહેલા એન્ટી એલર્જી ગુણ અસ્થમાને દૂર કરવામાં મદદ કરે છે.
એન્ટીસેપ્ટિક તરીકે ઉપયોગ
બ્રાઉન શુગરમાં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. જે કોઈપણ પ્રકારના સંક્રમણમાં બચાવવા કારગર નીવડે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..