ચોમાસામાં નિયમિત કરો આદુની ચા નું સેવન, અનેક સમસ્યાઓ થશે દૂર, જાણો અને શેર કરો
દરેક વ્યક્તિ દિવસની શરૂઆત ચા સાથે કરે છે. જો તમે તમારી ચામાં થોડોક બદલાવ કરો, તો તમે આખો દિવસ એનર્જીથી ભરપૂર રહેશો. આ ચા પીવાથી તમને ચોમાસા (Monsoon)માં થતી સિઝનલ બીમારીઓ સામે રક્ષણ મળે છે. આવી જ એક ચા વિશે અહીં જણાવવામાં આવ્યું છે. આદુ (Ginger)ની ચા (Tea)માં અનેક ઔષધીય ગુણો રહેલા છે. આદુની ચામાં એન્ટી ઈન્ફ્લેમેટરી, એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ રહેલા છે, જે શરીરમાં આવતા સોજા અને સંક્રમણ સામે રક્ષણ આપે છે. આ ચા માં ભરપૂર માત્રામાં વિટામીન એ, વિટામીન ઈ, આયર્ન, વિટામીન ડી અને કેલ્શિયમ રહેલા છે. રોજ આ ચા પીવાથી સર્દી-ખાંસીથી રાહત મળે છે. આદુની ચા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આદુની ચાના ફાયદા
સર્દી ખાંસીથી મળે છે રાહત
આદુમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ રહેલા છે, જે સંક્રમણ સામે શરીરનું રક્ષણ કરે છે. આ આ કારણોસર ચોમાસામાં આદુની ચા નું સેવન કરવાથી શરદી ખાંસીથી રાહત મળે છે.
ઈમ્યુનિટીમાં થાય છે વૃદ્ધિ
આદુમાં ભરપૂર માત્રામાં એન્ટી બેક્ટેરિયલ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ રહેલા છે. જે શરીરને બીમારીઓ સામે રક્ષણ આપે છે, જેનાથી આપણી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. આદુમાં વિટામીન સી રહેલું છે, જેનાથી ઈમ્યુનિટી બૂસ્ટ થાય છે.
મેદસ્વીતા ઓછી કરે છે
જો તમે નિયમિત આદુની ચાનું સેવન કરો, તો તમારુ વજન નિયંત્રિત રહે છે. આદુમાં કોરટિસોલ તત્વ રહેલા છે, જે શરીરમાં જમા થયેલ ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે.
પાચનતંત્ર માટે લાભદાયી
જો તમને ગેસ, કબજિયાત અને અપચાની સમસ્યા છે, તો તમારે નિયનિત આદુની ચા નું સેવન કરવું જોઈએ. આદુની ચાનું સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાથી રાહત મળે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..