હાઇ બીપીમાં અજમાનું પાણી તમને આપશે રાહત, આ રીતે કરો તેનું સેવન, જાણો અને શેર કરો

હાઇ બીપી (High Blood Pressure)ની સમસ્યા સામાન્ય રીતે અમુક ઉંમર પછી અનેક લોકોમાં જોવા મળે છે. જેની પાછળ મૂળભૂત રીતે અનિયમિત દિનચર્યા અને અયોગ્ય ખાનપાન જવાબદાર છે. જે લોકો યોગ્ય રીતે શારિરીક વ્યાયામ કરે છે અને આહાર પ્રમાણસર ખાય છે તેમને આ સમસ્યા વહેલી ઉંમરે નથી આવતી. ધણીવાર માંસપેશીમાં રક્ત સંચાર પ્રભાવિત થવા લાગે છે જેના કારણે હાર્ટ બ્લોકેજ સિવાય શરીરના અન્ય ભાગમાં પણ નાના નાના બ્લોકેજ થાય છે.

જો કે આ માટે તમારે બ્લડ પ્રેશરની દવાઓ લેવી જ રહી. પણ આ સાથે તમારે થોડા ઘરેલૂ ઉપચાર કરવા હોય તો વ્યાયામની સાથે અજમાના પાણીનો આ ઉપાય તમે કરી શકો છો.

અજમાના પાણીથી હદયના રોગીઓને અનેક લાભ થાય છે. આ માટે સૌથી પહેલા રાતના પાણીમાં અજમો પલાળીને રાખો. સવારે આ પાણી અને અજમાને 20 મિનિટ સુધી સારી રીતે ઉકાળો. અને સ્વાદ વધારવા માટે જો તમે ઇચ્છો તો તેમાં થોડું લીબું અને ગોળ નાંખી શકો છો. આ પાણીને નવસેકું જ રોજ ખાલી પેટે સવાર સવારમાં પીઓ. આનાથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે.

અજમાના પાણીથી શરીરને ગરમી મળે છે. અજમો ખાવાને પચવા માટે મદદ કરે છે. જે લોકોને ગેસ, અપચા કે એસેડિટીની સમસ્યા હોય તેમના માટે અજવાઇનનું પાણી રામબાણ ઇલાજ છે. વળી નાના આંતરડા અને મોટા આંતરડાને સાફ કરવામાં અજમો મદદરૂપ સાબિત થાય છે.

હાઇ બીપી કે હદયની બિમારીમાં લોકોને મોટાભાગે કોલોસ્ટ્રોલ વધી છે ત્યારે અજમાથી તમારા રક્તસંચાર સારું થશે. સવારે ચાના બદલે જો તમે અજમાનું પાણી ઉકાળીને પીઓ છો તો તેનાથી અનેક લાભ થાય છે. તમે તેમાં ચાની ભુક્કી કે ગ્રીન ટી પણ નાંખી શકો છો.

અજમામાં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે, જે હૃદય અને મગજ બંનેના સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. તે શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને મગજમાં મહત્વપૂર્ણ પોષક તત્વો પૂરો પાડે છે. અજમાની ચાથી મગજની ગાંઠોને રોકવામાં મદદ મળે છે. આ સિવાય તેમાં ફાઈબર પણ જોવા મળે છે, જે હાર્ટ દર્દીઓ માટે ફાયદાકારક છે.

Disclaimer : ઉપરોક્ત જાણકારી સર્વ સામાન્ય માહિતી આધારિત છે. અમે તેની પુષ્ટી નથી કરતા. ઉપયોગ લેતા પહેલા ડોક્ટર કે જાણકારની સલાહ લેવી જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો