વિંગ કમાન્ડર અભિનંદને મિગ-21 વડે કેવી રીતે એફ-16નો પાડી દીધો ખેલ, જાણો અદભુત પરાક્રમની કહાની
ભારતીય વાયુસેનાના જાંબાઝ પાયલોટ વિંગ કમાન્ડર અભિનંદને પોતાના મિગ-21 વડે કેવી રીતે એફ-16નો મુકાબલો કર્યો હતો તેની ચર્ચા હજી પણ ચાલી રહી છે.
એક મીડિયા રિપોર્ટ પ્રમાણે પાકિસ્તાની વિમાનોનુ ધાડુ બુધવારે સવારે ભારતીય સીમામાં ઘૂસ્યુ ત્યારે આ પૈકીનુ એક એફ-16 નૌશેરા સેક્ટરમાં 8000 ફૂટની ઉંચાઈ દાખલ થયુ હતુ.
વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાન બુધવાર સવારનાં પોતાની MiG-21 ફાઇટર જેટમાં 15 હજાર ફૂટની ઉંચાઇ પર હતાં, જ્યારે તેઓએ પાકિસ્તાની એરફોર્સનાં F-16 પ્લેનને જોયું. પાકિસ્તાની પ્લેન ત્યારે 8 હજાર ફૂટની ઉંચાઇ પર નૌશેરા સેક્ટરમાં દાખલ થઇ ચૂક્યું હતું. ‘આને હું ઉખાડી ફેંકીશ, આ મારો શિકાર છે‘, વિંગ કમાન્ડર અભિનંદને આ મેસેજ ભારતીય વાયુસ્થળની ચોકીદારી કરી રહેલ પોતાનાં મિત્રોને સિક્યોર રેડિયો દ્વારા મોકલ્યો.
આ સાથે જ 86 સેકન્ડનો તે મુકાબલો શરૂ થયો. જેને ‘ડોગ ફાઇટ‘નાં નામથી ઓળખવામાં આવે છે. પીછો કરવાની તે સ્પીડ તે સમયે હવામાં દર ચાર સેકન્ડમાં 1 કિ.મી અને એક કલાકમાં 900 કિ.મીની હતી. આ આગળ-પાછળ ચાલવાનો ખેલ 26 હજાર ફૂટની ઉંચાઇને પાર કરી ગયો. ઉપર-નીચે બંને પાયલટ એકબીજાની આંખમાં આંખ નાખીને લડી રહ્યાં હતાં.
એવામાં હવામાં તબાહી મચાવનાર R-73 મિસાઇલથી વિંગ કમાન્ડર અભિનંદને નિશાન સાધ્યું, જ્યારે 60 ડિગ્રીનાં મારક એંગલથી આ ભિડંતનો લાભ ઉઠાવીને બીજા પાકિસ્તાની પ્લેને અભિનંદનનાં MiG-21 પર ફાયર કર્યું. અભિનંદનનાં બીજા મિત્રએ આ દરમ્યાન સુખોઇ-30 MKI અને મિરાજ-2000ને આધારે પાકિસ્તાનનાં F-16ને ઉખાડી ફેંક્યું.
અભિનંદનને લાગ્યું કે તેઓનું પ્લેન પણ હવે ટકશે નહીં. તેઓ પેરાશુટને આધારે ફુર્તીથી બહાર નીકળ્યાં. પરંતુ હવાનો પ્રવાહ તેઓને અંદાજે 7 કિ.મી પાકિસ્તાની સીમાને અંદર લઇ ગયું. ત્યાર બાદ વિંગ કમાન્ડર અભિનંદન પાકિસ્તાનનાં સ્થાનીય લોકો અને બાદમાં સેનાની પકડમાં આવ્યાં.
ઉલ્લેખનીય છે કે વિંગ કમાન્ડર અભિનંદન શુક્રવારનાં 1 માર્ચનાં રોજ રાત્રીનાં 9:25 મિનીટ પર અટારી બોર્ડરથી ભારત પરત આવ્યાં હતાં. અભિનંદનની વાપસી પર પૂરા દેશમાં જશ્નનો માહોલ પણ છવાઇ ગયો હતો.
તમને જણાવી દઇએ કે પુલવામા આતંકી હુમલા બાદ ભારતે આતંકવાદીઓ વિરૂદ્ધ સખ્ત કાર્યવાહી કરતા પાકિસ્તાનનાં બાલકોટમાં ઘુસીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદનાં ઠેકાણાંઓ પર બોમ્બમારો કર્યો હતો. ભારતનાં મિરાજ 2000 લડાકુ વિમાનો દ્વારા કરવામાં આવેલ હુમલામાં સેંકડો આતંકવાદીઓનાં ઠાર કર્યા હોવાંના સમાચાર સામે આવ્યાં. આ હુમલા બાદ પાકિસ્તાને ભારતીય સીમામાં ઘુસવાની હિંમત કરી હતી.