કોરોનામુક્ત બનેલી અમદાવાદની સુમિતિએ કોરોનાના દર્દીઓને સાજા કરવા 500 મિલિ પ્લાઝમા ડોનેટ કર્યાં, પ્રોસિઝરથી લઈ સંપૂર્ણ અનુભવ જણાવ્યો

એસવીપીને પ્લાઝમાના બીજા ડોનર મળ્યા છે. કોરોનામાંથી સાજી થયા બાદ સુમિતિસિંઘે 500 મિલિ પ્લાઝમાં ડોનેટ કર્યા હતા. તેણે કહ્યું કે, મને આનંદ છે કે કોવિડ સામેના જંગમાં હું મારું યોગદાન આપી રહી છું. મને ગૌરવ છે કે પ્લાઝમાં ડોનેટ કરવાના ધારાધોરણમાં હું ફિટ હતી અને મેં ડોનેટ કર્યા. સુમિતિસિંઘે પ્લાઝમાં ડોનેટ કર્યા પછી કહ્યું કે, પ્લાઝમાં ડોનેટ કરવાનો મારો આ પહેલો અનુભવ છે. હું શરૂઆતમાં થોડી ડરી ગઈ હતી અને રોમાંચિત પણ હતી. મને એસવીપીના ડોકટર્સ દ્વારા આ માટે સમજાવવામાં પણ આવી હતી. પણ સમગ્ર પ્રક્રિયા અને તે પછીની સ્થિતિને લઈને થોડી અનિશ્ચતિતા હતી. પ્લાઝમા અલગ પાડવામાં લગભગ 30-40 મિનિટનો સમય લાગે છે. જેમાંનો મોટાભાગનો સમય હું એકદમ ઠીક હતી. પરંતુ પ્રોસિઝર દરમિયાન 3 કે 4 મિનિટ થોડું ઊલટી અને ચક્કર આવવા લાગ્યા હતા. ત્યારે રેડક્રોસમાં રહેલા મારા ડોક્ટર્સ સાથે વાત કરી તો તેઓએ તુરંત જ મદદ કરીને મને હળવા મૂડમાં લાવી દીધી હતી. સુમિતસિંઘ ફિનલેન્ડથી પાછી આવી તે પછી કોરોના થયો હતો. 17 માર્ચે તેને દાખલ કરાઈ હતી અને પહેલો પોઝિટિવ કેસ જેને ડિસ્ચાર્જ અપાયો હતો.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

પ્લાઝમાં લેનાર દર્દીની તબિયત સ્થિર

એસવીપી હોસ્પિટલમાં સોમવારે એક 50 વર્ષીય મહિલા દર્દીને પ્લાઝમા અપાયું હતું. આ દર્દી ઓકિસજન પર છે. તેમની તબિયતમાં કેટલો સુધારો થયો તે તાત્કાલિક કહી શકાય નહીં પણ તે અંડર ઓર્બ્ઝવેશન હેઠળ છે અને તેમની તબિયત સ્થિર હોવાનું તબીબોનું કહેવું છે.

મેં આજે મારા બ્લડ પ્લાઝમા ડોનેટ કર્યાં

કોવિડમાંથી સાજી થયેલી વ્યક્તિના લોહીમાં સંક્રમણ સામે લડવા માટે એન્ટીબોડીઝ બની ગઈ હોય છે. તેમાં પણ જો તમારામાં પહેલેથી કોઈ બીમારી ન હોય તો તમારા શરીરને સ્વસ્થ ગણવામાં આવે છે અને ગંભીર હાલતમાં રહેલા દર્દીની સ્થિતિ સુધારવા માટે તમે બ્લડ પ્લાઝમા ડોનેટ કરી શકો છો.હું અદભૂત આનંદ અને ગૌરવ સાથે કહેવા માગું છું કે પ્લાઝમા ડોનેટ કરવા માટેના જરૂરી તમામ ધારાધોરણોમાં માટે હું ફિટ છું અને આજે રેડક્રોસ(અમદાવાદ) ખાતે મેં પ્લાઝમા ડોનેટ કર્યાં છે.

શું હોય છે પ્રોસિઝર?

પ્લાઝમાં પણ બ્લડ ડોનેશનની પ્રોસિઝરની જેમ જ ડોનેટ કરી શકાય છે. એક સોય દ્વારા તમારા શરીરમાંથી લોહી ખેંચવામાં આવે છે, ત્યાર બાદ ટ્યુબમાં રહેલું લોહી મશીનમાં નાંખવામાં આવે છે. આ મશીન લોહીમાંથી પ્લાઝમા છૂટા પાડે છે. ત્યાર બાદ પ્લાઝમા (પીળા રંગના) એક બેગમાં લઈ લેવામાં આવે છે અને આ જ સોય દ્વારા તમારી બોડીમાં પાછું લોહી ચઢાવી દેવામાં આવે છે. આ એકદમ કૂલ પ્રક્રિયા છે. જ્યાં સુધી પુરા પ્લાઝમા ન લેવામાં આવે ત્યાં સુધી આ પ્રકારની અનેકવાર પ્રોસેસ કરવામાં આવે છે. જો કે તેનો આધાર જે તે વ્યક્તિની ડોનેટ ક્ષમતા પર રહેલો છે. મેં આજે 500 મિલિ પ્લાઝમા ડોનેટ કર્યાં છે.

પ્લાઝમા ડોનેશનનો અનુભવ

આ મારો પહેલો પ્લાઝમા ડોનેશનનો અનુભવ છે. હું થોડી ડરેલી અને રોમાંચિત પણ હતી. પહેલા તો હું સમગ્ર પ્રક્રિયા અને ત્યારબાદના અહેસાસને લઈ અનિશ્ચિત હતી. પરંતુ હું કોઈપણ ભોગે કોવિડ સામેની જંગમાં યોગદાન આપવા માંગતી હતી. જો કોઈને અને જ્યાંપણ મદદની જરૂર હોય તે માટે તૈયાર હતી.

કેટલો સમય લાગે અને ડોનરની સ્થિતિ કેવી હોય?

આ પ્રક્રિયા માટે બે સોય લગાવવાની હોય છે. જેમાં પહેલી સોય એન્ટીબોડીઝ છે કે નહીં તે ચેક કરવા માટે, જે કોવિડ હોવા અંગેની ફરીવાર પુષ્ટી કરે છે. બીજીવાર બ્લડ ખેંચવા અને ફરીવાર તેમાં ટ્રાન્સફર કરવા માટે સોય લગાવે છે. બ્લડ પ્લાઝમા અલગ પાડવામાં લગભગ 30-40 મિનિટનો સમય લાગે છે. જેમાનો મોટાભાગનો સમય હું એકદમ ઠીક હતી. પરંતુ પ્રોસિઝર દરમિયાન 3 કે 4 મિનિટ થોડું ઉલટી અને ચક્કર આવવા જેવું લાગ્યું. આ અંગે રેડક્રોસમાં રહેલા મારા ડોક્ટર્સ સાથે વાત કરી તો તેઓએ તુરંત જ મદદ કરીને મને હળવા મૂડમાં લાવી દીધી છે.

પ્લાઝમા ફરી બનવા લાગે કે નહીં?

આગામી 24થી 48 કલાકમાં શરીરમાં ફરી પ્લાઝમાની પૂર્તિ થઈ જશે. તમારું બોડી ફરીવાર એન્ટીબોડીઝ બનાવી દેશે. જેથી તમારે કે તમારા પરિવારને કોવિડ ફરીવાર થશે કે નહીં તે અંગે અતિ સંવેદનશીલ થવાની જરૂર નથી…મને પણ ડર હતો જે મેં SVPના ડોક્ટર્સ સમક્ષ રજૂ કર્યો હતો. મારી એન્ટીબોડીઝનો એક નાનો હિસ્સો આપ્યો છે અને મારામાં મોટા પ્રમાણમાં એન્ટીબોડીઝ બનતા રહેશે.

શું આ થેરેપી સફળ છે?

મેં મારો અનુભવ શેર કરવા અને દ્રષ્ટીકોણ રજૂ કરવા માટે આ નોટ લખી છે. આ અંગે નિર્ણય લેવા માટે તમારા ડોક્ટર્સ અને બ્લડ લેનારા ઈન્ચાર્જ તમારા 100 કરતા વધુ સવાલના જવાબ આપવા માટે તૈયાર હોય છે. હાલ પ્લાઝમા થેરેપી પર ટ્રાયલ ચાલી રહી છે. તેમજ તેની સફળતા અંગેની કોઈ ગેરન્ટી નથી. જો કે એક આશાનું કિરણ છે…

સુમિતિસિંઘ ફિનલેન્ડથી આવ્યા બાદ 18 માર્ચે SVPમાં દાખલ થઈ હતી

ફિનલેન્ડના પ્રવાસેથી આવેલી સુમિતિસિંઘને 18 માર્ચે SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેને પગલે તેણીની સારવાર શરૂ કરી હતી. આમ 11 દિવસ હોસ્પિટલમાં રહ્યા બાદ સુમિતિને 29 માર્ચે સ્વસ્થ થઈ જતાં એસવીપી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ યુવતી ફિનલેન્ડના પ્રવાસેથી આવ્યા પછી કોરોનાનો શિકાર બની હતી. શહેરમાં કોરોનાની બીમારીથી સાજી થનારી પણ તે પ્રથમ યુવતી બની હતી. SVP હોસ્પિટલ દેશમાં પ્લાઝમા થેરેપીના ટ્રાયલ માટે મંજૂરી મેળવનારી સૌપ્રથમ હોસ્પિટલ છે. હું તેમને શુભકામના પાઠવું છું અને આભાર માનું છું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો