અમદાવાદમાં સસરાએ ‘તારો દીકરો મારા પુત્રનો નથી, બીજા કોઈનો છે’ તેમ કહીને ઝઘડો કરતા પુત્રવધૂને ખોટું લાગતા દવા ખાધી
સસરાની દુકાનમાં મજૂરી કરતા પુત્રવધૂએ સસરાને પતિનું રોજનું મહેનતાણું વધારવા રજૂઆત કરી હતી. ત્યારે ઉશ્કેરાયેલા સસરાએ તારો દિકરો મારા પુત્રનું સંતાન નથી તેમ કહી ઝઘડો કર્યો હતો. આ વાતનું લાગી આવતા પુત્રવધૂએ દવા ખાઈ લીધી હતી. જેથી ગોમતીપુર પોલીસ સ્ટેશનમાં પુત્રવધૂએ સસરા, પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
શહેરના ગોમતીપુર વિસ્તારમાં રહેતી 22 વર્ષિય પરિણીતાના લગ્ન વર્ષ 2017માં તેના જ સમાજના એક યુવક સાથે થયા હતા. લગ્નના બે વર્ષ બાદ પરિણીતા ગર્ભવતી થતા સાસરીયાએ નાની નાની વાતોએ મહેણાં ટોણાં મારવાના શરૂ કર્યા હતા. ઉપરાંત પતિ પણ ભૂલો કાઢી તેને ફટકારતો હતો. ગર્ભવતી હોવા છતાં ફરિયાદી પરિણીતાને પુરતુ જમવાનું આપતા ન હતા. જેથી પહેલું સંતાન કુપોષીત જન્મયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
જો કે, ઘર સંસાર ન બગડે તે માટે પરિણીતા બધુ સહન કરતી હતી. સાસરીયા અવાર નવાર હેરાન કરી ઘરમાંથી નિકળી જવા ધમકી આપતા હતા. દિકરો ચાર માસનો થયો ત્યારે તેની સાથે ઝઘડો કરી તેને ઘરમાંથી કાઢી મુકતા તે પિયર આવી ગઇ હતી. જો કે, પછી પતિ પરત તેને સાસરે લઇ ગયો હતો.
પરત ગયા બાદ કાકા સસરા પતિની ચઢામણી કરતા હતા. તેઓ કહેતા હતા કે, તુ પિયર કોને મળવા જાય છે તે બધી મને ખબર છે અને તું કેમ સામેથી સાસરીમાં આવી ગઇ તેની પણ મને જાણ છે. આવું કહી અવાર નવાર મહેણાં ટોણા મારતા હતા.
ત્યારબાદ સસરાએ પરિણીતાને અલગ રહેવાનું કહ્યું હતું. જેથી તેઓ અલગ રહેવા ગયા હતા. જો કે, ફ્લેટની હાલત ખરાબ હોવાથી તે પરત પિયર રહેવા જતી રહી હતી. જ્યારે પતિ સસરાની દુકાનમાં જ મજૂરી કરતો હતો અને તેને 300 રૂપિયા રોજના સસરા આપતા હતા. જેથી પરિણીતાએ સસરાને રોજના પૈસા વધારવા કહ્યું હતું ત્યારે સસરાએ ઝઘડો કરી કહ્યું હતું કે, તુ સારી નથી અને તારો દિકરો એ મારા દિકરાનો નથી બીજા કોઇનો છે.
આ વાતનું લાગી આવતા પરિણીતા એ દવા ખાઇ લીધી હતી. જેથી તેને તાત્કાલીક શારદાબહેન હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ મામલે પરિણીતાએ પતિ સહિતના સાસરીયા સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..