દિવાળીના દિવસે જ માતા-પિતાએ બે જવાન પુત્રો ગુમાવ્યાં: વડતાલથી દર્શન કરી પરત ફરતા અમદાવાદના બે ભાઈઓને કાળ ભરખી ગયો
ખેડા જિલ્લામાં તહેવારોમાં અકસ્માતોની વણથંભી રફતાર અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે દિવાળીના દિવસે અમદાવાદ-વડોદરા નેશનલ હાઈવે પર નડિયાદના પીજ ચોકડી પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં બે સગાભાઈઓને કાળ ભરખી ગયો છે. એક્ટીવા લઈને અમદાવાદથી વડતાલ સ્વામિનારાયણ મંદિરે દર્શન કરી પરત ફરી રહ્યા હતા આ દરમિયાન કોઈ અજાણ્યા વાહને એક્ટીવાને ટક્કર મારતાં એક વ્યક્તિનું બ્રીજ ઉપર તો અન્ય એકનું બ્રીજ પરથી નીચે પટકાતા મોત નીપજ્યું છે. આ બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
મુળ ઉત્તરપ્રદેશના વતની અને વર્ષોથી અમદાવાદના ઓઢવ વિસ્તારમાં સ્થાઈ થયેલા પાંડે પરિવાર પર દિવાળીના દિવસે આભ તૂટી પડયું છે. બનાવ જોઈએ તો આ પરિવારના બે જુવાન સગભાઈઓ સાહિલ ઓમપ્રકાશ પાંડે (ઉ.વ. 22) અને શિવમ ઓમપ્રકાશ પાંડે (ઉ. વ. 24) આજે દિવાળીના દિવસે પોતાનું એક્ટીવા લઈને ખેડા જિલ્લાના તીર્થધામ વડતાલમાં દર્શનાર્થે આવ્યાં હતા. વહેલી સવારે અમદાવાદથી નીકળ્યા હતા અને વડતાલ પહોંચી દર્શન કરી પરત ઘરે આવી રહ્યા હતા.
આ દરમિયાન નડિયાદના પીજ ચોકડી પાસેના હાઈવેના બ્રીજ પર કોઈ અજાણ્યા વાહને ઉપરોક્ત એક્ટીવાને ટક્કર મારી હતી. આથી એક્ટીવા ચાલકે બેલેન્સ ગુમાવ્યું હતું અને રોડ પર પટકાયો હતો. જ્યારે પાછળ બેઠેલ અન્ય એક ઉછળી સીધો બ્રીજ નીચે પટકાયો હતો. આથી સાહિલ અને શિવમ બન્નેના ઘટના સ્થળે કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે.
આ બનાવ સંદર્ભે વસો પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી દીધી છે. જ્યારે પાંડે પરિવારને ઘટનાની જાણ થતા તેઓ તુરંત બનાવ સ્થળે દોડી આવ્યાં હતા. આ અકસ્માતના બનાવને લઈ પાંડે પરિવારમાં ભારે શોક પર્વતી ગયો છે કેમ કે એક માતા-પિતાએ પોતાના બે જુવાન જોધ દિકરાને ગુમાવતા તહેવાર માતમમાં ફેરવાયો છે અને ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે.
અકસ્માતમાં શાહીલ પાંડે નામનો યુવક 25 ફુટ ઉંચા બ્રિજ પરથી નીચે પટકાયો છે. પરંતુ આખરે અકસ્માત થયો તો કેવી રીતે? તે અંગે કોઈની પાસે કઈ જ જાણકારી નથી. ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસ પણ હાલ અકસ્માતની ઘટના નજરે જોનાર વ્યક્તિ મળે તે બાબતે તપાસ કરી રહી છે. આ ઘટનામાં બ્રીજ સીસીટીવી છેકે કેમ તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..