ભાઈ-બીજના દિવસે જ ઘટી કરુણંતિકા! ગાંધીનગરમાં પ્લાન્ટની ટાંકી સાફ કરવા માટે ઉતરેલા પાંચ શ્રમિકોના મોત
ગાંધીનગરના ખાત્રજ જીઆઇડીસી વિસ્તારમાં એક દુઃખદ ઘટના સામે આવી છે. ફાર્મા કંપનીમાં એન્વાયરમેન્ટ બીપી ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટાંકી સાફ કરવા માટે ઉતરેલા પાંચ શ્રમિકોના મૃત્યુ નિપજયા છે. સમગ્ર ઘટનાની જાણ કરતાં જ ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.
ગાંધીનગરના ખાત્રજ જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ટૂટશન ફાર્મા પ્રાઇવેટ લિમિટેડમાં એક બે નહિ પાંચ શ્રમિકોના મૃત્યુ નિપજ્યા છે. જ્યાં ઇ ટી પી પ્લાન્ટમાં સાફ સફાઈ કરવા માટે ઉતરેલ પહેલા શ્રમિક પ્લાન્ટ બેભાન થઇ ગયા જો કે તેને બચાવવા માટે ઉતરતા અન્ય એક શ્રમિકો ઉતરતા જે પણ બેભાન થઇ ગયા.
બાદમાં અન્ય કંપનીમાં ત્રણ શ્રમિકો આવતા તેઓ પણ પ્લાન્ટમાં ઉતરતા બેભાન થઈ ગયા હતાં. જો કે ફાયર બ્રિગેડને જાણ કરતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી હતી. અને તમામ કરતા શ્રમિકો મૃત હાલત માં જોવા મળ્યા હતા.
તમામ મૃતકો ઉતર પ્રદેશના હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં વિનય કુમાર, સુશી ગુપ્તા, દેવેન્દ્ર કુમાર પાલ, અનીશ કુમાર નિગમ અને તેનો ભાઈ રાજન નિગમ્િનું મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું છે.
પાંચેય શ્રમિકોના મોતને પગલે પોલીસે મોતનું સાચું કરણ જાણવા માટે મૂર્તદેહ ને પેનલ પીએમ માટે મોકલી આપ્યા છે. સાથે જ ઘટના પાછળ નું મુખ્ય કારણ શું છે એ જાણવા માટેથી એફ એસ એલ, જી પી સી બીનો અભિપ્રાય પણ લેવા માં આવશે.
સામાન્ય રીતે અહી વેસ્ટ પાણી પ્રોસેસથી આં ટાંકીમાં ઠલવાય છે. બાદમાં મોટર થી પાણી બહાર કાઢવામાં આવે છે. આજે પણ મોટરથી પાણી બહાર કાઢવામાં આવી રહ્યું હતું. પરંતુ મોટર અચાનક જ બંધ થઈ હતી. જેથી એક શ્રમિક મોટર નો વાલ્વ સાફ કરવા માટે ટાંકી માં ઉતર્યો હતો.
હાલમાં પોલીસએ આં સમગ્ર મામલે મૃતકોના મૃતદેહને પોસ્ટ મોટમ માટે મોકલી આપ્યા છે. જો કે પ્રાથમિક તપાસમાં આં તમામ શ્રમિકો એ ટાંકી સાફ કરતી વખતે કોઈ સેફ્ટી સાધનો પણ પહેર્યા ના હોવાનું સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..