અમદાવાદના વિદ્યાર્થીઓનું ઈનોવેશન! મોબાઈલમાં વપરાતી બેટરીથી પુરપાટ ઝડપે દોડતી ઈ-સાઈકલ બનાવી
પેટ્રોલ, ડીઝલના વધતા જતા ભાવના (petrol diesel price hike) કારણે હવે લોકો વૈકલ્પિક સ્ત્રોત (Alternative source of petrol diesel) તરફ વળી રહ્યા છે. સાથે સાથે હવે ફરી સાઈકલની (cycle) ડિમાન્ડ વધી રહી છે. તેવામાં ઈન્ડ્સ યુનિવર્સિટીના (Indus University) ઓટોમોબાઇલના વિદ્યાર્થીઓએ (Automobile students) ઇ બાયસીકલ ઇનોવેટ (E Bicycle Innovate) કરી છે. આ ઇ બાયસીકલની ખાસિયત એ છે કે તેની ડિઝાઇન પણ વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે. મોબાઈલમાં (mobile bettry) વપરાતી હોય તેવીજ લિથેમાઇન બેટરીનો આ ઇ બાયસીકલમાં ઉપયોગ થયો છે. જે કલાકની 35ની સ્પીડે દોડે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આમ તો સાઈકલ ચલાવવાથી સ્વાસ્થ્ય સારું રહે છે અને લોકો કસરત કરવા માટે પણ સાઈકલિંગ કરતા હોય છે. પરંતુ હાલમાં પેટ્રોલ અને ડિઝલના ભાવ વધતા પણ ફરી સાઈકલનો જમાનો આવી રહ્યો છે. પરંતુ બદલાતા સમયની સાથે સાઈકલની ડિઝાઈનમાં પણ ફેરફાર થતા રહયા છે. પેડલથી ચાલતી સાઈકલ બાદ ગિયર વાળી સાઈકલ અને પછી બેટરીથી દોડતી ઇ બાયસીકલ પણ આવી ગઈ છે.
કેટલાક લોકો બાયસીકલમાં મોટર ફિટ કરીને પણ તેનો ઉપયોગ ઇ બાયસીકલ કરતા થયા છે. જોકે ઈન્ડ્સ યુનિવર્સિટીમાં ઓટોમોબાઇલ એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ વિવિધ પ્રકારની વિશેષતા સાથે ઇ બાયસીકલ તૈયાર કરી છે. જે અંગે વિદ્યાર્થી અમિત જણાવે છે કે આ બાયસીકલમાં 7500 MAH લીથેમાઇન બેટરી યુઝ કરી છે. જેની લાઈફ 4 વર્ષની છે. માત્ર બે કલાકમાં ફૂલ બેટરી ચાર્જ થઈ જાય છે. અને 35ની સ્પીડ આપે છે. સાઈકલમાં કેબલ ઓપરેટેડ ડિસ્ક બ્રેક બંને સાઇડ રાખી છે.
સાથે સાઈકલમાં હેડલાઈટ છે. આ ઉપરાંત સાઈકલમાં ડિસ્પ્લે છે જેમાં કોઈ પણ એરર હોય તોડિસ્પ્લેમાં બતાવે છે . બેટરી ચારજિંગ પર્સનટેજ પણ બતાવે છે. તો આ અંગે ઓટોમોબાઇલ એન્જીનીયરીંગ ડિપાર્ટમેન્ટના હેડ ડો. સુકેતુ જાની જણાવે છે કે અમિત સુમિત, દર્શલ અને હિમાંશુ ચારેય વિદ્યાર્થીઓએ ડિઝાઇન સાથે આ ઇ બાયસીકલ તૈયાર કરી છે.
જે માટે ઈન્ડ્સ યુનિવેરસિટી અને SSIPની 1 લાખ 80 હજાર ગ્રાન્ટ મળી છે. હાલ માર્કેટમાં ઇ બાયસીકલ જોવા મળે છે તે મોટા ભાગે રીવર્સ એન્જીનીયરીંગથી માત્ર મોટર એસેમ્બલ થઈને બનાવાઈ હોય છે. આ ડિઝાઇન ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા GPS અને ઇન્ટરનેટ ઓફ થિંક મોડલ IOT મોડલ પણ તૈયાર છે થોડા સમયમાં આ મોડલ માર્કેટમાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..