અમદાવાદમાં ગોતા વિસ્તારની સ્કૂલે બુટની જગ્યાએ ચપ્પલ પહેરીને આવેલા વિદ્યાર્થીને કાઢી મુક્યો, વાલીએ હોબાળો કરતા આખરે સ્કૂલે ભૂલ સ્વીકારી

કોરોનાકાળના લાંબા સમય બાદ સ્કૂલો શરૂ થઈ છે ત્યારે સ્કૂલોના કડક વલણની પણ ફરિયાદ સામે આવી રહી છે. ગોતા વિસ્તારની સરસ્વતી સ્કૂલમાં વિદ્યાર્થી સ્કૂલના બુટની જગ્યાએ ચપ્પલ પહેરીને આવતા તેને ઘરે મોકલી દેવામાં આવ્યો હતો. જે બાદ વાલીએ સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો હતો, જેથી સ્કૂલે ભૂલ સ્વીકારી અને હવે ભૂલ નહીં થાય તેવી બાંહેધરી આપી હતી.

ગોતા વિસ્તારમાં આવેલી સરસ્વતી સ્કૂલમાં ધોરણ-9 માં ભણતો વિદ્યાર્થી સ્કૂલમાં બુટ પહેરવાની જગ્યાએ ચપ્પલ પહેરીને ગયો હતો. જેથી સ્કૂલના શિક્ષકે વિદ્યાર્થીને ઘરે પરત મોકલ્યો હતો. વિદ્યાર્થીએ ઘરે જઈને જાણ કરતા પરિવાર સ્થાનિક આગેવાનો સાથે સ્કૂલ પર પહોંચ્યો હતો અને સ્કૂલે હોબાળો કર્યો હતો. જે બાદ સ્કૂલના પ્રિન્સીપાલે ભૂલ સ્વીકારી હતી અને હવે આવી ભૂલ નહીં થાય તેમ કહીને વાલીની માફી માંગી હતી.

આ અંગે પ્રફુલાબેન નામના વાલીએ જણાવ્યું હતું કે, વિદ્યાર્થી સ્કૂલે બુટ પહેરીને જાય તે ફરજિયાત નથી. કોરોનાની પરિસ્થિતિમાં બાળક સ્કૂલે જાય તે મહત્વનું છે, પરંતુ સ્કૂલ દ્વારા યુનિફોર્મ પહેરવા દબાણ કરવામાં આવે તે યોગ્ય નથી. સ્કૂલે બાળકને પાછો મોકલ્યો જેથી સ્કૂલે જઈને અમે રજૂઆત કરી હતી. જે બાદ સ્કૂલને ભૂલ સમજાતા તેમણે માફી માંગી છે.

ગોતાની વિનોદ સ્કૂલ પણ વિવાદમાં
બીજી તરફ ગોતાની વિનોદ સ્કૂલ પણ ચર્ચામાં આવી હતી. જ્યાં વાલીઓને પુરી ફી ભરવા દબાણ કરવામાં આવે છે અને સ્કૂલની બસમાં પણ ખીચોખીચ બાળકોને ભરીને લઇ જવામાં આવે છે. જે મામલે વાલી અને સામાજિક કાર્યકરોએ સ્કૂલે પહોંચીને હોબાળો કર્યો હતો. આ અંગે સ્થાનિક સામાજિક કાર્યક્રર અંકિત પટેલે જણાવ્યું હતું કે, સ્કૂલ અગાઉ પણ ચર્ચામાં આવી હતી અને હવે ફરીથી ફી અને અન્ય મુદ્દાઓને લઈને ચર્ચામાં આવી છે. અમે આજે 2 સ્કૂલ પર જઈને ઉગ્ર રજુઆત કરી છે જે બાદ સ્કૂલે પોતાના નિર્ણય બદલ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો