અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવાનનો આપઘાત, ‘વ્યાજખોરોએ બાઈક પણ પડાવી લીધુ’, યુવાને મરતા પહેલા વિડિયો બનાવી જણાવી કરૂણ આપવીતી
અમદાવાદ શહેરમાં ફરી એક વખત વ્યાજખોરનો ત્રાસ જોવા મળ્યો છે. દેવું થઈ જતાં ભરપાઈ ના કરી શકતા અને એક વ્યાજખોરે બાઇક પડાવી લઈ ધમકી આપતા અંતે કંટાળીને એક યુવાને આત્મહત્યા કરી છે. જોકે આત્મહત્યા કરતા પહેલા બે વિડીયો બનાવ્યા હોવાનું સામે આવતાં પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
વ્યાજખોરો સામે અનેક વખત પોલીસે લાલ આંખ કરીને કડક કાર્યવાહી કરી છે. છતાં પણ હજી કેટલાક લોકો સુધરવાનું નામ ન લઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. વ્યાજે રૂપિયા આપીને પરત લેવા માટે કડક ઉઘરાણી અને ત્રાસને કારણે કેટલાક નિર્દોષ લોકો આત્મહત્યા કરવા માટે મજબૂર થયા હોવાના બનાવો સામે આવ્યા છે. ત્યારે આવો વધુ એક બનાવ શહેરના ખોખરા વિસ્તારમાં સામે આવ્યો છે. જેમાં છૂટક મજૂરી કરતા એક યુવાને માત્ર રૂપિયા બે લાખનું દેવું થઈ જતાં આત્મહત્યા કરવી પડી છે. જોકે આત્મહત્યા કરતા પહેલા તેને બે વિડીયો બનાવ્યા હતા. જેમાં તેણે પોતાની આપવીતી જણાવી હતી.
અમદાવાદ : 'વ્યાજખોરોએ મારૂ બાઈક પણ પડાવી લીધુ', યુવાને મરતા પહેલા Video બનાવી જણાવી આપવીતી pic.twitter.com/1CPDyPOjW9
— News18Gujarati (@News18Guj) June 19, 2021
વિડીયોમાં મૃતકે કોને કોને કેટલા રૂપિયા ચૂકવવાના છે તેનો પણ ઉલ્લેખ કર્યો છે. જોકે ટાંક રિશી નામના વ્યક્તિને તેણે રૂપિયા ૫૪ હજાર ચૂકવવાના હોવાનું જણાવ્યું છે. જેના બદલામાં તે મૃતકનું બાઇક પણ લઈ ગયેલ છે. જ્યારે રિશી અને તેની બહેને માર પણ માર્યો હોવાનું ફરિયાદીને જાણવા મળ્યું છે. મૃતક છેલ્લા આઠેક મહિનાથી બેકાર હોવાનુ જાણવા મળ્યુ છે.
હાલમાં પોલીસે પૂનમ રબારી, પ્રજય દવે, રિશી ટાંક, ચિરાગ પંડ્યા અને ટીની ટાંક વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે. જોકે વ્યાજખોરોના આતંક પર પોલીસ ક્યારે કાબૂ મેળવી શકે છે તે જોવું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..