અમદાવાદ પોલીસની પહેલ: મોડી રાતે કોઈ વાહન મળતું ન હોય તો 100 નંબર ડાયલ કરવા પર પીસીઆર વાન મહિલાને તેના ઘર સુધી સલામત રીતે પહોંચાડશે

મહિલા દિન નિમિત્તે અમદાવાદ પોલીસે મહિલાઓ માટે એક સેવા શરૂ કરી છે. જેમાં કોઈ કામસર ઘરની બહાર નીકળેલી મહિલાને ઘરે પરત ફરવા માટે કોઈ વાહન ન મળતુ હોય તો પોલીસને 100 નંબર પર ફોન કરવાથી પોલીસ મહિલાને તેના ઘર સુધી મૂકી જશે.

  • મહિલા દિન નિમિત્તે અમદાવાદ પોલીસની એક નવી પહેલ
  • પીસીઆર વાન મહિલાને તેના ઘર સુધી સલામત રીતે પહોંચાડશે

કોઈ વાહન મળતું ન હોય ત્યારે મહિલા પોલીસને 100 નંબર પર ફોન કરી શકે

ટિ્વટર પર અમદાવાદ પોલીસે કરેલી જાહેરાત અનુસાર શહેરની કોઈપણ મહિલા રાતના સમયે ઘરની બહાર હોય અને તેને ઓટોરિક્ષા ટેક્સી કે કેબ કે અન્ય કોઈ વાહન મળતું ન હોય ત્યારે મહિલા પોલીસને 100 નંબર પર ફોન કરી શકે છે. 100 નંબર પર ફોન કરવાથી પીસીઆર વાન તેમનો કોલ રીસિવ કરશે અને તેમને આ પીસીઆર વાન મહિલાને તેના ઘર સુધી સલામત રીતે પહોંચાડશે. મહિલાદિન નિમિત્તે અમદાવાદ પોલીસે કરેલી આ જાહેરાતને મહિલાઓએ વધાવી લીધી હતી.

પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..

જો તમારી પાસે કોઈ અન્ય જાણવા લાયક માહિતી હોય, તો તમે અમને મેસેજ દ્વારા મોકલાવી શકો છો. જેથી અમે એ માહિતી અમારા બીજા લેખમાં ઉમેરી લોકો સુધી પહોચાડી શકીએ. જો તમે સેવાકીય કાર્યો, પ્રેરણાત્મક સ્ટોરી, સામાજીક કાર્યો, જાણવા જેવું, હાલના બનાવ, દેશ-વિદેશના સમાચાર, કૃષિ સમાચાર વગેરેની માહિતી મેળવવા માંગો છો તો ફેસબુક પર અમારા પેજને ફોલો કરી અમારી સાથે જોડાયેલા રહો. અમે આવી જ રસપ્રદ અને ઉપયોગી માહિતી તમારા માટે લાવતા રહીશું. આભાર. જય હિન્દ.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો