ઓનલાઈન ખરીદી કરતા લોકો ચેતજો: અમદાવાદમાં ઇ-કોમર્સ સાઈટ પરથી યુઝર્સનો ડેટા હેક કરી ઓનલાઈન ઓર્ડરની બારોબાર ડિલિવરી મેળવીને છેતરપિંડી આચરતા 2 ગઠીયાઓ ઝડપાયા

અમદાવાદ સાઈબર ક્રાઈમ બ્રાન્ચે ઓનલાઇન શોપિંગ કૌભાંડનો પર્દાફાશ કરી લાખો રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સાયબર ક્રાઇમની ટીમે 2 આરોપીઓની ધરપકડ કરી લાખો લોકોના થયેલા ડેટા લીક કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. બંને આરોપીઓ ઑનલાઇન શોપિંગ કરનાર ગ્રાહકોના ઓર્ડર બારોબાર મેળવી લેતા હતા. ગૌતમ ઉર્ફે પૃથ્વી બારડ, અને નિલેશ બાબરીયા બંને યુવકોની છેતરપીંડી કરતા પહેલા પબજી ગેમ રમતા દરમ્યાન મુલાકાત થઈ હતી. આમ તો બંને આરોપીઓએ કઈ ખાસ અભ્યાસ કર્યો નથી તે છતાં માસ્ટર માઈન્ડ છે. અને ટેલિગ્રામમાંથી તમામ લોકોના ડેટા મેળવી એકાઉન્ટ હેક કરી છેતરપીંડી કરતા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ટેલીગ્રામ એપ પરથી હેકિંગ ટૂલ ખરીદતા હતા
પકડાયેલ બન્ને આરોપીઓ ફ્લિપકાર્ટ, મંત્રા, બ્રાન્ડ ફેક્ટરી, ટાટા ક્લિક જેવી બીજી વેબસાઈટના ગ્રાહકોના ઑનલાઇન ડિલિવરી કરેલા ઓર્ડરને હેક કરીને સરનામું બદલી કોઈપણ રીતે મેળવી લેતા હતા. બંને આરોપીઓએ ટેલીગ્રામમાંથી આ તમામ ડેટા મેળવી ભોગ બનનારના યુઝર દ્વારા તેને હેક કરી આ સમગ્ર કૌભાડ આચર્યું હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ હેકિંગ કરવા માટે પ્રોક્ષી આઇ.પી એડ્રેસનો ઉપયોગ કરતા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીઓએ આ સિવાય OTT પ્લેટફોર્મનાં પણ ડેટા હેક કરી વગર ખર્ચે ઓનલાઈન પ્લેટફોર્મનો લાભ લેતા હતા. તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ ટેલીગ્રામ એપ્લિકેશન પરથી એક હેકિંગ ટૂલ ડાઉનલોડ કરતા હતા અને તેના આધારે ગ્રાહકોના આઇ.પી બ્લોકના થાય ધ્યાન રાખીને કૌભાંડ કરતા હતા.

1 હજારથી વધુ લોકો સાથે છેતરપિંડી આચરી
​​​​​​​આ અંગે સાયબર ક્રાઈમ ડીસીપી અમિત વસાવાએ જણાવ્યું કે, પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ સમગ્ર દેશના ગ્રાહકોનાં ઓર્ડર મેળવી લઈ કૌભાંડ આચરતા હતાં. અને છેલ્લા એક વર્ષમાં અનેક લોકોના ડેટા હેક કરી તેઓના એકાઉન્ટ અને ટાર્ગેટ કર્યા હતા. ઉલ્લેખનીય છે કે આરોપીઓ ઓર્ડર કોઈ ઘરે કે ઓફિસની જગ્યા પર નહીં પરંતુ રોડ પર જ ઓર્ડરની ડિલિવરી મેળવવા હતા. અત્યાર સુધીમાં બંને આરોપીઓએ 1 હજારથી વધુ લોકો સાથે ચીટિંગ કરી હોવાનું સામે આવ્યું છે.

આરોપીઓની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો પશ્ચિમ બંગાળથી એક ડમી સિમકાર્ડ લાવ્યા હતા. જે સીમ કાર્ડ માત્ર ઓર્ડરની ડિલિવરી માટે અડધો કલાક ચાલુ રાખી બંધ કરી દેતા હતા. જેથી કરીને પોલીસ તેમને ટ્રેક ના કરી શકે. આરોપી ખાસ કરીને જે એડવાન્સ પેમેન્ટ કરીને ઓર્ડર કરતા હતા તેવા ગ્રાહકોને ટાર્ગેટ કરતા હતા. નોંધનીય છે કે આ ગેંગમાં અન્ય લોકો સામેલ હોય શકે છે. કારણ કે આ દેશવ્યાપી કૌભાંડ છે જેથી અન્ય લોકોને પકડવાની કાર્યવાહી હાથ ધરી છે. સાથો સાથ આરોપીઓ કોને કોને માલ વેચ્યો છે તેની પર પોલીસ તપાસ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો