મુંબઈની યુવતીને એરપોર્ટ પર નોકરી અપાવવાની લાલચ આપીને ઈન્ટરવ્યૂના બહાને અમદાવાદ બોલાવી, હોટલમાં લઈ જઈને યુવકે બનાવી હવસનો શિકાર
સોશિયલ મીડિયા (social media) મારફતે સંપર્ક સાધી મુંબઈની યુવતીને (mumbai girl) અમદાવાદ એરપોર્ટ પર નોકરી (Ahmedabad airport job) અપાવવાની લાલચ આપીને મુંબઈના એક યુવકે એરપોર્ટ વિસ્તારની એક હોટલમાં યુવતીને ઈન્ટરવ્યુના (interview in hotel) બહાને બોલાવી દુષ્કર્મ (rape with girl) કર્યુ હતુ. આ ઘટનાથી ખિન્ન થયેલી યુવતી મુંબઈ પરત ફરી હતી અને મુંબઈના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં (Nalasopara police station) યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટના અમદાવાદમાં (Ahmedabad news) બની હોઈ મુંબઈ પોલીસે ઝીરો નંબરથી ગુનો દાખલ કરી ફરિયાદ અમદાવાદ એરપોર્ટ પોલીસ સ્ટેશનને (Ahmedabad airport police station) સુપરત કરતા પોલીસે આરોપીને ઝડપવાની તજવીજ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર મુંબઈના અંધેરીમાં રહેતા 25 વર્ષીય વિશાલ રાજપુત નામના યુવકે સોશિયલ મીડિયાના (social media) મારફતે મુંબઈમાં રહેતી યુવતીનો સંપર્ક કર્યો હતો. બાદમાં બંન્ને વચ્ચે વાતચીતનો દોર શરૂ થયો હતો. દરમિયાન યુવતીને નોકરીની જરૂર હોવાથી તેણે વિશાલ રાજપુતને આ અંગેની જાણ કરી હતી.
ત્યારે વિશાલે યુવતીને અમદાવાદ એરપોર્ટ ઉપર નોકરી અપાવી દેવાની વાત કરી હતી. જેથી યુવતી વિશાલની વાતમાં આવી ગઈ હતી. આ દરમિયાન એક દિવસ વિશાલે યુવતીને ફોન કરીને જાણ કરી હતી કે, અમદાવાદ એરપોર્ટ પર તને નોકરી મળી જશે જોકે તારે ઈન્ટરવ્યુ આપવા માટે અમદાવાદ આવવુ પડશે.
જેથી યુવતી એરપોર્ટમાં નોકરીની લાલચે મુંબઈ થી અમદાવાદ આવી હતી. બાદમાં વિશાલે યુવતીને એરપોર્ટ નજીક આવેલી એક હોટલમાં લઈ ગયો હતો અને યુવતી સાથે દુષ્કર્મ ગુજાર્યું હતુ. આ ઘટના બાદ યુવતીના એરપોર્ટમાં નોકરી મળવાના સપના ચકનાચૂર થઈ ગયા હતા.
જેથી તે વિશાલને કંઈ પણ કહ્યા વગર મુંબઈ પરત જતી રહી હતી. બાદમાં તેણે મુંબઈના નાલાસોપારા પોલીસ સ્ટેશનમાં વિશાલ રાજપુતના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
જો કે ઘટના અમદાવાદના એરપોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારની હોવાથી તપાસના કાગળો એરપોર્ટ પોલીસ સ્ટેશનને મોકલી આપ્યા હતા. આ બાબતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ પોલીસે મરાઠી ભાષામાંથી ગુજરાતી ભાષામાં ફરીયાદ ટ્રાન્સફર કરીને વિશાલના વિરુદ્ધમાં દુષ્કર્મનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..