અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો સામે આવ્યો: કોલેજીયન યુવતીને આવી રીતે ફસાવી દુષ્કર્મ કરી પરિણીત યુવકે મુસ્લિમ બનાવી
રાજ્યમાં લવજેહાદના કિસ્સાઓમાં વધારો થઇ રહ્યો છે. વિધર્મીઓ પોતાના નામ બદલીને અલગ-અલગ માધ્યમોથી હિંદુ યુવતીઓને પ્રેજજાળમાં ફસાવે છે અને ત્યારબાદ તેમની સાથે લગ્ન કરીને તેમને ધર્મ પરિવર્તન કરવા માટે મજબૂર કરે છે. ત્યારે આવો વધુ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે.
અમદાવાદના નારાણપુરા વિસ્તારમાં રહેતી એક કોલેજીયન યુવતીને સોશિયલ મીડિયામાં માધ્યમથી પાલનપુરના એક વિધર્મી યુવક સાથે સંપર્ક થયો હતો. તેનું નામ રીયાઝ રફીક મેમણ હતું. આ યુવતીનો સંપર્ક રીયાઝની સાથે વર્ષ 2019માં થયો હતો. તે સમયે તેની ઉંમર 18 વર્ષની ન હતી. રીયાઝની સાથે સંપર્ક થયા બાદ તે યુવતીને મળવા માટે હિમાલયા મોલમાં આવ્યો હતો. તેથી યુવતી પણ રીયાઝને મળવા માટે ગઈ હતી. ત્યાં વિધર્મીએ યુવતીની સાથે શારીરિક અડપલા કર્યા હતા.
આ ઉપરાંત એક દિવસ રીયાઝ દ્વારા યુવતીના નગ્ન ફોટો માગ્યા હતા. યુવતીએ ફોટો ન આપતા રીયાઝ દ્વારા પોતાના હાથ પર બ્લેડ મારવામાં આવી હતી. તેથી યુવતીએ ડરી જઈને તેને ફોટો મોકલ્યા હતા. આ ફોટો મેળવ્યા બાદ દિવાળી બાદ રીયાઝ દ્વારા યુવતીની પાસેથી 10 લાખ રૂપિયાની માગણી કરવામાં આવી અને ધમકી આપવામાં આવી હતી કે, તે જો પૈસા નહીં આપે તો ફોટો વાયરલ કરી દઈશ. ત્યારબાદ વિધર્મીએ યુવતી પાસેથી અઢીલાખ રૂપિયા લીધા હતા અને પોતાના ઓરીજીનલ પૂરાવાઓ મંગાવીને તેને એક હોટેલમાં લઇ ગયો.
હોટેલમાં રીયાઝે યુવતીની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેનો વીડિયો પણ બનાવ્યો હતો. ત્યારબાદ રીયાઝ યુવતીને ભગાડીને પાલનપુરના દુધવા ગામમાં તેના મિત્ર વિક્રમના ઘરે લઇ ગયો અને ત્યારબાદથી યુવતીને લઇ રાજસ્થાનમાં ગયો હતો. ત્યાં તેને યુવતીની સાથે લવમેરેજ કર્યા અને બાદમાં મૌલવી પાસે જઈને ધર્મ પરિવર્તન કરાવ્યું હતું. ત્યારબાદ રીયાઝ ફરીથી યુવતીને લઇને પાલનપુરના દુધવા ગામમાં આવ્યો હતો. પછી આ રીયાઝ નામના ઇસમે યુવતીના ધમકાવી હતી કે તે કઈ પણ કરશે તો તેના માતા-પિતાને મારી નાંખવામાં આવશે. આ ઘટના બાદ યુવતીએ સમગ્ર મામલે તેના પરિવારના સાભ્યોને જાણ કરી હતી.
તેથી પરિવારના સભ્યો યુવતીને સાથે લઇને અમદાવાદના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા. જ્યારે પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ નોંધવામાં આવી હતી. પોલીસની તપાસમાં સામે આવ્યું હતું કે, આ રીયાઝ પરિણીત હતો અને તેને યુવતીની સાથે બીજા લગ્ન કર્યા હતા. હાલ તો પોલીસે રીયાઝની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..