અમદાવાદમાં દહેજ ભૂખ્યા સાસરિયાઓનો પરિણીતા પર અત્યાચાર, કહ્યું “આયશાની જેમ વીડિયો બનાવી મરી જા”

અમદાવાદ શહેરમાં (Ahmedabad news) આવેલા રિવરફ્રન્ટ પર થોડા સમય પહેલા એક આઘાતજનક અંતિમ વીડિયો (Ayesha suicide case) બનાવી આયશા નામની યુવતીએ નદીમાં ઝંપલાવી આપઘાત (Ayesha jumped into sabarmati river) કર્યો હોવાની દુઃખદ ઘટના બની હતી. ત્યારે હવે આ આયશાની જેમ વીડિયો (Ayesha suicide video) બનાવી આપઘાત કરી કે તેવું કહી ત્રાસ આપનાર સાસરિયાઓ સામે શાહપુરની એક મહિલાએ ફરિયાદ (woman police complaint) નોંધાવી છે. દહેજ ભૂખ્યા (dowry case) સાસરિયાઓ મહિલાને ટ્યુશન કરી કમાવવા દબાણ (Forcing a woman to earn by doing tuition) કરતા અને પિયરમાંથી દહેજ લાવવા દબાણ કરી ત્રાસ (Torture for dowry) આપતા હતા. સમગ્ર બાબતે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

અમદાવાદ શહેરમાં શાહપુરમાં રહેતી 31 વર્ષીય મહિલાના લગ્ન વર્ષ 2014માં થયા હતા. લગ્ન બાદ મહિલાનો પતિ દહેજ લાવવા દબાણ કરતો હતો. મહિલા એમ.કોમ સુધી ભણેલી હોવાથી તેને ટ્યુશન કરી કમાવવા માટે પણ તેનો પતિ દબાણ કરતો હતો.

આ મહિલાની જેઠાણી ટ્યુશન કરતી હોવાથી સાસરિયાઓ તેને પણ ટ્યુશન કરવા માટે દબાણ કરતા હતા. સાસરિયાઓ આ મહિલાને પિયરની મિલકતમાંથી હિસ્સો લઈ આવવા કહી ત્રાસ આપતા અને આઇશા ની જેમ વીડિયો બનાવી મરી જવાનું કહીને ત્રાસ આપતા હતા.

સાસરિયાઓ આ મહિલાના ચારિત્ર્ય પર શંકાઓ રાખી તેને ત્રાસ આપતા હતા. આટલું જ નહીં મહિલા આ ત્રાસ સહન કરી પિયરમાંથી અથવા નોકરી કરી ગમેતેમ કરી રૂપિયા લાવી સાસરિયાઓ ને આપતી હતી.

તો બીજીતરફ મહિલાને તેના પતિને અન્ય સ્ત્રી સાથે આડા સબન્ધ હોવાની પણ શંકાઓ હતી. સાસરિયાઓ જ્યાં સુધી દહેજ નહિ લાવે ત્યાં સુધી આ ત્રાસ સહન કરવો પડશે તેમ કહી આ મહિલાને ત્રાસ આપતા હતા.

મહિલાની તબિયત પણ આ કારણોસર ખરાબ રહેતી હતી. આખરે કંટાળીને મહિલાએ સાસરિયાઓ સામે શાહપુર માં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. ઉલ્લેખનિય છે કે આયશા કેસમાં પોલીસે આરોપી પતિની ધરપકડ કરી આયશા ને ન્યાય અપાવ્યો હતો ત્યારે હવે આ કેસમાં પોલીસ મહિલાને કેટલા સમયમાં ન્યાય અપાવે છે તે સવાલ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો