અમદાવાદમાં ફેરિયાને કોરોનાનો ચેપ લગ્યાનો પહેલો કિસ્સો નોંધાયો, 7 વિસ્તારમાં ફરીને ફ્રૂટ વેચતો હતો, તપાસ શરુ
દુનિયાના અન્ય દેશોની સાથે ભારતને પણ કોરોના વાયરસે ભરડામાં લીધું છે. આવા સમયે કોરોના વાયરસને માત આપવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સતત લોકોની મદદ માટે પગલા ભરવામાં આવી રહ્યા છે. આમ છતાં કેટલીક બેદરકારીઓના કારણે કોરોના વાયરસ સતત ફેલાઈ રહ્યો છે. અમદાવાદનો એક ફ્રૂટની લારી લઈને ફરતા શખ્સને કોરોના વાયરસ લાગુ પડ્યાનું સામે આવ્યા બાદ ઘણાંની ચિંતામાં વધારો થયો છે. આ વ્યક્તિ શહેરના સાત વિસ્તારમાં ફર્યો હોવાનું સામે આવ્યું છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ મુજબ અમદાવાદના કાલુપુર, મણિનગર, બાપુનગર, નરોડા, નિકોલ સહિત 7 વિસ્તારમાં જે 38 વર્ષનો વ્યક્તિ ફ્રૂટની લારી લઈને ફર્યો છે તેનો કોરોના વાયરસ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે આ વ્યક્તિ કોના સંપર્કમાં આવ્યો અને કેટલી સોસાયટી પાસે તે ફ્રૂટ વેચવા માટે ગયો હતો તે અંગેની તપાસ શરુ કરવામાં આવી છે.
7 વિસ્તારમાં ફરીને ફ્રૂટનું વેચાણ કરનારો વ્યક્તિ શાહપુરની ચાલીનો રહેવાસી છે. આ શખ્સ તેના પરિવારના સંપર્કમાં આવ્યો તેમને પણ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. આ વ્યક્તિ શાકભાજી લેવા માટે પણ જતો હતો અને તે કોની પાસેથી જથ્થાબંધ સામાન ખરીદતો હતો તેની પણ તપાસ કરવામાં આવશે.
શહેરના અલગ-અલગ વિસ્તારમાં ફ્રૂટ વેચવા જતા 38 વર્ષના વ્યક્તિને તાવ અને માથું દુખવાની ફરિયાદ બાદ તેની SSV હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી જ્યાં તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
રિપોર્ટ્સ મુજબ હવે આ શખ્સ પાછલા દિવસોમાં કયા-કયા વિસ્તારમાં ફર્યો અને કોને કોને મળ્યો તે અંગેની વિગતો તેના ફોન નંબર અને લોકેશનના આધારે મેળવવામાં આવશે. આ વ્યક્તિ કાલુપુરમાં શાકભાજી અને ફ્રૂટ લેવા માટે જતો હતો ત્યાં મોટી સંખ્યામાં લોકો તેના સંપર્કમાં આવ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..