લોકડાઉનમાં અમદાવાદમાં બે કોન્સ્ટેબલની પ્રેમકહાની: પોલીસચોકીમાં જન્મદિવસ ઉજવ્યો, દિવસે કારમાં અંગત પળો…

પંચાવન દિવસથી અમદાવાદ લોકડાઉન હેઠળ છે. તેમાંય રેડઝોન જાહેર કરેલા વિસ્તારોમાં તો આવશ્યક ચીજવસ્તુઓ સિવાય સઘળા પર પ્રતિબંધ છે. આમ છતાં, શહેરના બે કોન્સ્ટેબલ યુગલના પ્રેમસંબંધને ગાઢ બનવામાં નથી કોરોનાનો ભય નડયો કે નથી રેડઝોનના પ્રતિબંધો નડયા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ચર્ચા તો એવી છે કે, રેડ ઝોનમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ પ્રેમીની વર્ષગાંઠ ઉજવવા પશ્ચિમ વિસ્તારમાં ફરજ બજાવતી કોન્સ્ટેબલ પ્રેમિકાએ પ્રેમી જ્યાં ફરજ બજાવે છે તે જ ચોકીમાં પોલીસકર્મી મિત્રો સાથે ધામધૂમથી પાર્ટી આપી હતી.

આ યુગલની પ્રેમ કહાણી આટલેથી અટકતી નથી. દર બીજા દિવસે પ્રેમિકા પ્રેમીની ચોકી પાસે પહોંચે અને નજીકમાં જ કાર પાર્ક કરી બંને દીર્ઘ સમય સુધી કારમાં જ નિરાંતે અંગત પળો પણ માણે છે. આ સિલસિલાથી તમામ સહકર્મી વાકેફ છે. અનેક સભાન પોલીસકર્મીએ આ પોલીસ સ્ટેશનના પીઆઈનું ધ્યાન પણ દોર્યું હતું.

છતાં, પીઆઈ આ આખા ક્રિયાકાંડ પર આંખ આડા કાન કરી રહ્યા હોવાની જોરશોરથી ચર્ચા ચાલી છે. પ્રેમી યુગલના વર્ષગાંઠ ઉજવણીના સાહસ વિષે જાણવા મળ્યા મુજબ, હેડ કોન્સ્ટેબલ પ્રેમીની બર્થ ડે હોવાથી કોન્સ્ટેબલ પ્રેમિકા સવારે 09 વાગ્યે કન્ટેમેન્ટ ઝોનમાં જ આવેલા પોલીસ સ્ટેશનની એક ચોકીમાં સરપ્રાઇઝ પાર્ટી રાખી હતી. જેમાં હેડ કોન્સ્ટેબલ અને તેના સર્વેલન્સ સ્કવોડના મિત્રો સામેલ હતા. ચોકીની અંદર કેક કાપી તમામ મિત્રોએ પાર્ટી ઊજવી હતી.

તેમના ગાઢ પ્રેમના અન્ય ઘટનાક્રમ વિષે પ્રાપ્ત માહિતી મુજબ, રેડ ઝોનમાં હેડ કોન્સ્ટેબલની નોકરી હોવા છતાં પ્રેમીને મળવા માટે તે પોતાના પોલીસ સ્ટેશનથી ઘરે જતાં આ પોલીસ સ્ટેશન પર આવે છે અને પોલીસ સ્ટેશનથી 100 મીટરની દૂરી પર પ્રેમિકા પ્રેમીની કારમાં લાંબો સમય ગોષ્ઠિ કરે છે.

જૂનાગઢના કેશોદ પોલીસ સ્ટેશનમાં બર્થ ડે પાર્ટી ઊજવનાર પીઆઇ અને પીએસઆઇની બદલી કરી ડિસિપ્લિન ફોર્સનો દાખલો બેસાડયો હતો. આમ શહેરના ઉચ્ચ અધિકારીઓ કાર્યવાહી કરશે કે પછી મામલો થાળે પાડી દેશે તે ચર્ચા પોલીસ બેડામાં ઊઠવા પામી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો