અમદાવાદમાં નાનકડી વાતમાં મહિલા પોલીસ અધિકારીએ લાકડી ઉગામતા કોન્સ્ટેબલે સામે બાંયો ચઢાવી, પોલીસ બેડામાં ઝપાઝપીની ચર્ચા જોરશોરથી શરૂ

અમદાવાદ શહેર પોલીસ બેડામાં મહિલા પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ વચ્ચે થયેલી ઝપાઝપીની ચર્ચા જોરશોરથી શરૂ થઈ છે. પોલીસ કોન્સ્ટેબલને અપશબ્દો બોલીને લાકડી લઈને મારવા ઊભા થયેલા મહિલા પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ ઝપાઝપી પર આવી ગયા હતા. પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ વચ્ચેની તકરારે અન્ય પોલીસકર્મીઓએ વચ્ચે પડીને શાંત પાડી હતી.

જો કે, તુમાખી રાખતા મહિલા પોલીસ અધિકારીથી મોટા ભાગનો સ્ટાફ પરેશાન છે પણ, અધિકારી હોવાથી કોઈ બોલવાની હિમંત કરતું નથી. જો કે, મહિલા પોલીસ અધિકારીએ શુક્રવારે અરજીનો મુદ્દો મારા ધ્યાને કેમ ના લાવ્યો તેમ કહી બેફામ અપશબ્દો બોલીને લાકડી ઉગામી હતી. જેના પગલે કોન્સ્ટેબલની સહનશક્તિની હદ આવી જતાં મામલો ગરમાયો હતો.

મહિલા પોલીસ અધિકારીના તુમાખીભર્યા વર્તન અને સામાન્ય અરજીના મુદ્દે પણ વારંવાર ટકોર કરીને કર્મચારીને બેફામ બોલવાની પધ્ધતિથી સ્ટાફ તંગ આવી ગયો હતો. મહિલા પોલીસ અધિકારી આજે ઓફીસ પહોંચી સ્ટાફ પાસે જૂદા જૂદા કેસના કાગળો મંગાવ્યા અને ચેક કરવાનું શરૃ કર્યું હતું. દરમિયાનમાં અરજીઓનું બંડલ લઈને આવેલા કોન્સ્ટેબલના કાગળો પોલીસ અધિકારીએ ચેક કર્યા જેમાં એક અરજી કાઢીને ઉગ્ર થઈને બોલ્યા આ અરજીનો મુદ્દો તું મારા ધ્યાન પર લાવ્યો નથી.

આથી, કોન્સ્ટેબલે જવાબ આપ્યો કે, સર મે તમને ધ્યાન પર લાવ્યા બાદ જ આ અરજીની પ્રક્રીયા આગળ વધારી છે. તમારા ધ્યાન પર આ બાબત મુકવામાં આવી હતી. કોન્સ્ટેબલનો જવાબ સાંભળીને ઉગ્ર થઈ ગયેલા અધિકારીએ તું ખોટું બોલે છે, સાલા તેમ કહીને અપશબ્દોનો મારો ચલાવ્યો હતો. આટલે થી ન અટકેલા મહિલા અધિકારી પોલીસ કોન્સ્ટેબલ પર લાકડી ઉગામી દીધી હતી.

કોન્સ્ટેબલે પણ લાકડી પકડીને સાહેબ તમને મને મારવાનો અધિકાર નથી. જો હાથ ઉપાડયો તો મને પણ આવડે છે. આ જવાબ સાંભળીને સમસમી ગયેલા મહિલા અધિકારી ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. આ રીતે પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ વચ્ચેની ઝપાઝપી જોઈને અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો. સ્ટાફે બંનેને છૂટા પાડીને મામલો થાળે પાડવાની કોશિષ કરી હતી. જો કે, સમગ્ર મામલે મોટો હોબાળો થતા પોલીસ બેડામાં વાત વાયુવેગે ફેલાઈ ગઈ હતી.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો