રહસ્યમય મોત! અમદાવાદનો યુવાન કચરાપેટી પાસે પડ્યો હતો, ગુપ્તાંગમાં લગાવેલી હતી ફેવિક્વિક, મોતનું કારણ ડ્રગ્સ કે ફેવિક્વિક?
અમદાવાદ શહેરમાં ઘણા સમયથી એમ.ડી.(મેથાફેટામાઈન) ડ્રગ્સનો જથ્થો પકડાઈ રહ્યો છે અને આ મામલે અનેક લોકોની ધરપકડ પણ થઈ ચૂકી છે. માત્ર એટલું જ નહીં, યુવાધન એમ.ડી. ડ્રગ્સના રવાડે ચડ્યું હોવાના અનેકવાર કિસ્સાઓ સામે આવે છે. આ દૂષણથી અનેકના જીવન અને પરિવારો બરબાદ થઈ રહ્યાં છે, પરંતુ આજે સામે આવેલી આ ઘટના ઘણી જ ચોંકાવનારી છે, કારણ કે એક યુવાનનો જીવ ગયો હોવાની શક્યતા છે. આ સમગ્ર પ્રકરણમાં હજી સુધી યુવકના મોતનું ચોક્કસ કારણ પોલીસને મળ્યું નથી, પણ પોલીસ હવે FSL અને અન્ય રિપોર્ટની રાહ જોઈ રહી છે. આખો કેસ જ રહસ્યમય છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
આ ઘટનામાં પોલીસને હોટલના સીસીટીવી મળી આવ્યા છે. વીડિયોમાં સલમાન સાથે બે યુવતીઓ એક્ટિવા પર આવે છે. જ્યારે એક યુવતી સલમાન સાથે હોટલમાં જાય છે અને અન્ય એક એક્ટિવા લઈને જતી જોવા મળે છે. સલમાન હોટલના કર્મચારી સાથે વાતચીત કરતો અને ફોટૉ આઈડી જમા કરાવી યુવતી સાથે રૂમમાં જતો જોવા મળી રહ્યો છે. આ બનાવમાં ચોંકાવનારી બાબત તો એ છે કે મૃતકના ગુપ્તાંગમાં ફેવિક્વિક નાખી દીધી હતી. ત્યાર બાદ યુવકને કચરા ટોપલી પાસે નાખી આવ્યા હતા. પરિવાર એકના એક દીકરાને બચાવવા હવાતિયાં મારતો રહ્યો અને તેનું મોત થયું હતું.
સલમાનનો મિત્ર ગંભીર હાલતમાં ઘરે લાવ્યો
અમદાવાદના જુહાપુરમાં રહેતો સલમાન (ઉં.વ.29) પરિવારનો એકનો એક દીકરો હતો. તેના પર વૃદ્ધ મા-બાપ અને બે બહેનની જવાબદારી હતી તેમજ પરિવારની આર્થિક જવાબદારી પણ તેના એકલા પર જ હતી. એક દિવસ સલમાનનો મિત્ર તેને ગંભીર હાલતમાં ઘરે લાવ્યો, તેની હાલત ખરાબ હતી. શું થયું કંઈ ખબર ન હતી. મિત્રએ કહ્યું હતું કે તેણે એમ.ડી.ડ્રગ્સ લીધું છે. પરિવારને એમ હતું કે નશો ઊતરશે એટલે સાજો થઈ જશે, પરંતુ સલમાન સાજો થઈ શક્યો નહીં અને તેનું મોત થઈ ગયું.
પરિવારનો સહારો હતોઃ મૃતકના પિતા
આ અંગે સલમાનના પિતા ફરીદભાઈએ જણાવ્યું હતું કે તે મારો એકનો એક દીકરો અને પરિવારનો સહારો હતો. સલમાનના મૃત્યુ અંગે અમને શંકા છે. તેના માટે જે પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવી જોઈએ. તે દિવસે તેનો મિત્ર તેને ગંભીર પરિસ્થિતિમાં ઘરે લઈને આવ્યો અને અમને કહ્યું હતું કે આ કચરાપેટી પાસે પડ્યો હતો, તેણે એમ.ડી. ડ્રગ્સ લીધું છે. અમને એમ હતું કે નશો ઊતરશે એટલે સારું થઈ જશે, પરંતુ તે રાતે કણસતો હતો કે મને પેશાબ થતો નથી. ત્યાર બાદ અમને જાણવા મળ્યું કે તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લગાવેલી હતી. તેને સવારે ઊલટી થઈ. પહેલા તેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા, ત્યાર બાદ સોલા સિવિલમાં સારવાર માટે લઈ જવા કહેવામાં આવ્યું, જ્યાં તેનું મોત નીપજ્યું હતું.
સલમાન અને બે યુવતી અંજલિ પાસેની એક હોટલમાં ગયાં હતાં
આ સમગ્ર પ્રકરણમાં પોલીસે પહેલા અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી. ત્યાર બાદ ચોંકાવનારી વિગત સામે આવી કે બનાવના દિવસે સલમાન અને બે છોકરી અંજલિ ચાર રસ્તા પાસેની એક હોટલમાં ગયા હતાં, જ્યાં સલમાને એમ.ડી.ડ્રગ્સ લીધું હતું તેમજ તેના ગુપ્તાંગમાં ફેવિક્વિક લગાવી દીધી હતી. આ વિગતોના આધારે પોલીસ પણ એક્ટિવ થઈ અને મૃત્યુનું કારણ અને જો કોઈ તેના મોત માટે જવાબદાર હોય તો તે કોણ છે એ અંગે તપાસ કરી છે.
આ કેસમાં કેટલાક લોકો પર શંકાઃ પોલીસ
આ સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સર્વેલન્સ સ્ક્વોડના PSI ભટ્ટએ આ અંગે જણાવ્યું કે સલમાનનું મોત ફેવિક્વિકને ગુપ્તાંગમાં લગાવવાથી થયું છે કે કેમ એની નિષ્ણાત ડોક્ટર પાસેથી વિગત મેળવી રહ્યા છીએ. બીજી તરફ જે હોટલમાં સલમાન અને બે યુવતી હતી ત્યાંના સીસીટીવી પણ મેળવ્યા છે. અમને આ કેસમાં કેટલાક લોકો પર શંકા છે, જેની પણ ઊલટતપાસ કરવામાં આવી છે. અત્યારે અમે હવે FSL અને બીજા રિપોર્ટની રાહ જોઈ રહ્યા છીએ.
FSLમાં અમુક તપાસ માટે પ્રક્રિયા ચાલુ છેઃ પીઆઈ
આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશન પીઆઈ એલ.ડી. ઓડેદરાએ જણાવ્યું હતું કે આ ગંભીર બાબતમાં અમે ઝીણવટભરી તપાસ કરી રહ્યા છીએ. હવે FSLમાં અમુક તપાસ માટે પ્રક્રિયા ચાલુ છે, ત્યાર બાદ આ મામલે સમગ્ર બાબત સ્પષ્ટ થઈ જશે.
આ 5 સવાલના જવાબથી રહસ્ય પરથી મોતનું રહસ્ય ખૂલી શકે
મૃતક સલમાનના ગુપ્તાંગમાં કોણે ફેવિક્વિક લગાવી
સલમાનને કચરા ટોપલી પાસે કોણ ફેંકી ગયું
સલમાન સાથે હોટલમાં જનારી બે યુવતી કોણ
સલમાનના મોતનું સાચું કારણ એમ.ડી.ડ્રગ્સ કે ફેવિક્વિક
મિત્રને કેમ ખબર કે એમ.ડી.ડ્રગ્સ લીધું?
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..