અમદાવાદની ત્રણ ગર્લ્સ થાઈલેન્ડમાં યોજાનારી વર્લ્ડ નેશનલ ડ્રેગન બોટ રેસિંગ ચેમ્પિયનશિપમાં લેશે ભાગ
અમદાવાદની ગર્લ્સ થાઈલેન્ડમાં યોજાનારી 14મી વર્લ્ડ નેશનલ ડ્રેગન બોટ રેસિંગ ચેમ્પિયનશિપમાં ભાગ લેશે. શહેરની પલક સોંદરવા, મેઘા યાદવ અને હિરલ વિસાણી બોટ રેસિંગની આ કોમ્પિટીશનમાં ભાગ લેશે. 20 થી 25 ઓગસ્ટ થાઈલેન્ડમાં આ કોમ્પિટિશન યોજાશે જેમાં ભારત ઉપરાંત કેનેડા, ચાઈના, અમેરિકા સહિત 40 દેશોના સ્પર્ધકો ભાગ લેશે. ભારતમાંથી આ કોમ્પિટિશન માટે 15 વિમેનનો સમાવેશ થયો છે જેમાં અમદાવાદથી આ ત્રણ ગર્લ્સ પણ ભાગ લેશે.
આ કોમ્પિટિશન આવી રીતે રમાય છે
આ કોમ્પિટીશનમાં એક બોટમાં 10 પ્લસ 2 એમ મળીને કુલ 12ની ટીમ હોય છે જેમાં 2 પ્લેયર રિધમ પ્લે કરે છે અને બાકીના 10 પ્લેયર્સે પેડલિંગ કરવાનું હોય છે. 22 મીટરથી લઈને 2 કિમીની આ રેસમાં ચોક્કસ સમય મર્યાદામાં તેમજ જે સૌથી ઝડપે ટાર્ગેટ પર પહોચે તે વિજેતા બને છે.
એક સ્પર્ધકે સહેજેય 2 હજાર વખત કરવું પડે પેડલિંગ
આ કોમ્પિટિશનમાં ચોક્કસ ડેસ્ટિનેશન સુધી પહોંચવા માટે એક બોટમાં 10 સ્પર્ધકો પેડલિંગ કરતી હોય છે. 2 કિમી સુધીની રેસ માટે સહેજેય 2 હજાર વખત એક વ્યક્તિ પેડલિંગ કરે છે.
જો તમને પોસ્ટ ગમે તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઈ જાઓ અમારી સાથે. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.