અમદાવાદના ડૉક્ટરે અમેરિકામાં રહેતાં નાની, પુત્રી અને દોહિત્રને ફોન પર ટ્રીટમેન્ટ કરીને કોરોના મુક્ત કરી દીધાં

મૂળ અમદાવાદના પણ હાલ અમેરિકામાં વસતાં મહિલા, તેમના પુત્રી અને દોહિત્રને કોરોના પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદના ડૉક્ટરે માત્ર ફોન પર સૂચનાઓ આપીને કરેલી ટ્રીટમેન્ટના આધારે ત્રણેયને કોરોનામુક્ત કર્યાં હતા.

બર્થ ડે સેલિબ્રેશનની તૈયારી ચાલતી હતી અને રિપોર્ટ આવ્યો

ઘટના એમ છે કે ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ વિભાગના ડીન અને હાલ અમદાવાદના પાલડી ખાતેની એસએલયુ કોલેજના પ્રોફેસર જસવંત ઠક્કરનાં પત્ની વિનોદાબહેન હાલ અમેરિકાના એટલાન્ટામાં પુત્ર પાર્થની સાથે રહે છે. પાર્થના ઘરની નજીક જ વિનોદાબહેનની પુત્રી પૂજા તેમના પતિ ચિરાગનો પરિવાર રહે છે. વિનોદાબહેન અવાનવાર પુત્રીના બે સંતાનોને સાચવવા તેમનાં ઘરે જતાં હોય છે.

ગત 19 એપ્રિલે રાત્રે જસવંતભાઈને તેમના પુત્ર પાર્થે ફોન કરીને વિનોદાબેન, પૂજા તથા તેમના દોહિત્ર ક્રિશ કોરોના પોઝિટિવ થયાં હોવાના સમાચાર આપે છે. જે દિવસે આ સમાચાર મળ્યા એના બીજા દિવસે નાનકડા ક્રિશનો પ્રથમ બર્થ ડે હોય છે અને સેલિબ્રેશનની તૈયારી ચાલતી હોય છે ત્યાં જ ક્રિશ સહિત પરિવારના ત્રણ સભ્યો પોઝિટિવ હોવાની ખબર પડે છે. બીજા દિવસે જસવંત ઠક્કર તેમના મિત્ર અને યુએન મહેતા હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડાયરેક્ટર આર.કે.પટેલને આ અંગે જાણ કરી અને મદદ માગી. ડૉ.પટેલે બાદમાં પોઝિટિવ આવેલા નાની, પુત્રી અને દોહિત્રના લક્ષણો વિશે ડિટેલમાં જાણકારી મેળવી. તથા ત્રણેયને આઇસોલેટ કરવા જણાવ્યું.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

પ્રવાહી જયુસ, શરબત લેવા કહ્યું

ડૉ.પટેલને ખબર પડી કે પૂજાને સિમ્પ્ટમ્સમાં ડાયેરીયા છે, તેના એક વર્ષના પુત્ર ક્રિશને થોડો તાવ છે, માતા વિનોદા ઠક્કરને શરદી, ગળામાં દુખવું, આંખોમાંથી પાણી પડે છે. ડૉ. પટેલે દરેકની તેમના લક્ષણોના આધારે જુદી-જુદી ભારતીય પદ્ધતિ મુજબ ફોન પર સારવાર શરૂ કરી. તેમણે પૂજાને ડાયેરીયાની એન્ટિબાયોટીક દવા ચાલુ રખાવી. સાથે શકય એટલું પ્રવાહી જયુસ,શરબત લેવા કહ્યું. ઉપરાંત લીંબુ પાણી,ગરમ ગરમ ખોરાક, હળદર-મીઠાના કોગળા કરવા, તજ, લવીંગ, અજમો, મરી, આદું, લીંબુ, તુલસી, ફુદીનાનો ઉકાળો પીવો, વીટામીનસ સી માટે અમેરિકામાં મળતું એક હજાર મી.મી.નું પાઉચ દરરોજ પીવા કહ્યું. જ્યારે નાનકડા ક્રિશને હળવો તાવ રહેતો હોવાથી ત્રણેક દિવસ તાવની ટેબ્લેટ આપવાથી તે કોરોનામાંથી બહાર આવી જાય છે.

વિનોદાબેનને તેમના ઘરે ક્વૉરેન્ટાઇન કરવામાં આવ્યાં. તેમને ભારતીય પધ્ધતિ પ્રમાણે ઉકાળો,નાસ,હળદર-મીઠાવાળા કોગળા,લીંબુ શરબત,વિટામીન સી અને ઓકિસ્જન નિયમિત માપવાની ડૉ.પટેલે સૂચના આપી હતી. આઠ દિવસે પણ પૂજાને ડાયેરીયા નહી મટતા ડૉ.પટેલે તેને ઘઉના લોટમાં અજમો,સૂઠ,લવીંગ,ગોળથી બનતી રાબ પીવાનું કહ્યું. 12 દિવસે પૂજાને ડાયેરીયા મટે છે અને 3 મેના રોજ ટેસ્ટ કરાતા તે કોરોના નેગેટીવ આવે છે. જ્યારે 5 મેના રોજ વિનોદાબેન અને સાથે એક વર્ષને ક્રિશ પણ કોરોનામુક્ત બન્યા હતા.

સાત વર્ષની પુત્રીએ પપ્પાને પૂછ્યું, ઈઝ મમ્મા ગોંઈંગ ટુ ડાઈ?

પૂજા તેના ઘરે ક્વૉરેન્ટાઇન થયાં ત્યારે તેમની પુત્રી આર્યાને મમ્મી પાસે નહીં જવાની સૂચના અપાઈ હતી. આ સૂચના સાંભળીને તેણે પિતાને પૂછ્યું હતું કે ‘પપ્પા,ઇઝ મમ્મા ગોઇંગ ટું ડાંઇ ? તેના પપ્પા પણ આ પ્રશ્ન સાંભળીને આઘાતમાં સરી પડ્યાં હતાં.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો