ચીરીપાલ ગ્રુપનું યુરિયા કૌભાંડ, ગોડાઉનમાંથી સરકારી સબસિડી યુક્ત 650 જેટલી ખાતરની બોરીઓ જપ્ત, ખેડૂતોના હકનો યુરિયાનો જથ્થો ચીરીપાલના ગોડાઉનમાં કેવી રીતે પહોંચ્યો?
ચીરીપાલ ગ્રુપ ફરી એક વખત વિવાદમાં આવ્યુ છે. ખેડૂતો ને માંડ મળતુ યુરીયા ખાતર ગેરકાયદે મીઠાના નામે ખરીદી વપરાશ કરતાં હોવાનુ સામે આવ્યુ છે, પોલીસે તપાસ કરતા અગલ અલગ બે જ્યાએથી 650 કરતા વધુ ખાતરની થેલી કબ્જે કરી કુલ 6 આરોપી વિરુધ્ધ ફરિયાદ નોંધી છે. જેમાથી મુખ્ય બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે..
અમદાવાદનું ચીરીપાલ ગ્રુપ ફરીથી એક વખત વિવાદમાં સપડાયું છે. ખેડૂતોને માંડ મળતું યુરિયા ખાતર ચીરીપાલ ગ્રુપ દ્વારા ગેરકાયદે મીઠાના નામે ખરીદીને વપરાશ કરાતી હોવાનું સામે આવતા પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે અલગ-અલગ બે જગ્યાએથી 650 કરતાં વધુ ખાતરની થેલીઓ કબ્જે કરીને 6 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. જે પૈકી 2 જણાની ધરપકડ કરવામાં આવી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, ભાવનગર માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે આવતુ નિમકોટેડ સરકારી અનાજ ચીરીપાલ કંપનીમાંથી મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં કમશી ભરવાડ, સતિષ ભરવાડ અને અર્જુન ભરવાડ મળી નિમકોટેડ યુરિયાને શક્તિ સોલ્ટના નામે વેચાણ કરતા હતા. જે જથ્થો ચીરીપાલ ગ્રુપની વિશાલ ફેબ્રિક્સમાં જતો હતો. જેના આધારે પોલીસે બે અલગ-અલગ જગ્યાએ રેડ કરી 650થી વધુ યુરિયાની થેલી કબ્જે કરી કમશી ભરવાડ અને સતીષ ભરવાડની ધરપકડ કરી છે..
ખેડૂતોના હક્કનુ નિમકોટેડ યુરિયા ગોડાઉન અને ફેક્ટરીમાંથી ઝડપાતા પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. જેના આધારે ભાવનગર માર્કેટ યાર્ડના વિક્રમસિંહ રાણા અને ધોળકાના હરપાલસિંહ પાસેથી આ જથ્થો લાવવામાં આવતો હતો. જે જથ્થો દાણીલીમડાના ગોડાઉનમાં ખાલી કરી શક્તિ સોલ્ટની થેલીમાં ભરી ચીરીપાલ ગ્રુપને વેચાણ કરવામાં આવતુ હતુ. આથી પોલીસે વિસાલ ફેબ્રિક્સ કંપનીમાં ખરીદી કરતાં બીનાબેન નામની મહિલા વિરુદ્ધ પણ ગુનો નોંધ્યો છે. જ્યારે અન્ય ફરાર 4 આરોપીની શોધખોળ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, જે યુરિયા ખાતરની થેલી લેવા માટે ખેડૂતોને બાયોમેટ્રીક અને આધાર કાર્ડ આપવું પડે છે. તે યુરિયા ખાતરનો જથ્થો ફેક્ટરીઓ પાસે કેવી રીતે આવ્યો અને તે પણ બિલ વિના? તે એક મોટો પ્રશ્ન છે. હાલ દાણીલીમડા પોલીસે ગુનો નોંધી કુલ 6 આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી છે. જોકે આરોપીની પૂછપરછમાં અન્ય આરોપીઓના નામ અને યુરિયા ખાતરના કૌઁભાડમાં મોટા ખુલાસા પણ થઈ શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..