પતિ, પત્ની ઔર વો: માઉન્ટ આબુ ફરીને આવ્યો પતિ, ફોનમાં નીળક્યા અન્ય યુવતીના ફોટા, પછી થઈ જોવા જેવી
અત્યારના સમયમાં લગ્નેત્તર સંબંધો (extra marital affair) બંધાવવા સામાન્ય બાબત બની ગઈ છે. અને લગ્નેત્તર સંબંધોથી પતિ-પત્ની (husband wife) વચ્ચેના સંસારમાં તિરાડ પડતી હોય છે. સમાજમાં આવા અનેક કિસ્સાઓ છાસવારે બનતા રહે છે અને પ્રકાશમાં પણ આવતા હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદમાં બન્યો હતો. અહીં એક પતિ માઉન્ટ આબુ (mount abu) ફરવા ગયો હતો. જોકે, ઘરે આવતા પત્નીએ મોબાઈલ ચેક (husband mobile) કરતા પતિના ફોનમાં અન્ય યુવતીના ફોટા હતા. પતિના ફોનમાં અન્ય યુવતીના ફોટો જોતા પત્નીના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. અને આ અંગે પતિને પૂછતા પતિ ઉશ્કેરાઈ ગયો હતો અને પત્નીને લાકડી અને પટ્ટાથી (husband beat wife) માર માર્યો હતો. જોકે, આ અંગે મહિલાએ બાવળા પોલીસ સ્ટેશનમાં (bavla police station) ફરિયાદ નોંધાવી હતી.
2014માં થયા હતા બંનેના લગ્ન
મળતી માહિતી પ્રમાણે પીડિત મહિલાએ બાવળા પોલીસ સ્ટેશનમાં આપેલી ફરિયાદ પ્રમાણે વર્ષ 2014માં 28 વર્ષીય સોનલના લગ્ન મહેશ સાથે થયા હતા. બંનેનો સુખી સંસાર ચાલતો હતો પરંતુ છેલ્લા 2 વર્ષથી દંપતિ પોતાના લગ્નજીવનથી રાજી ન હતું. એનું કારણ એ હતું કે 2 વર્ષથી મહેશને અન્ય કોઈ મહિલા સાથે પ્રેમ થયો હતો. જેના કારણે તે પત્ની સાથે વારંવાર ઝઘડા કરતો હતો. આ દરમિયાનમાં મહેશ 24મી સપ્ટેમ્બર 2021ના રોજ બે દિવસ માટે માઉન્ટ આબુ ફરવા ગયો હતો.
માઉન્ટ આબુથી આવેલા પતિના ફોનમાં અન્ય યુવતીના ફોટો નીકળ્યા
મહેશ જ્યારે માઉન્ટ આબુથી પરત આવ્યો ત્યારે સોનલને પતિના ફોનમાંથી પ્રેમિકા સાથેના ફોટો જોવા મળ્યા. જેથી આ બાબતે તેણે પૂછતા મહેશે પટ્ટા અને લાકડી વડે તેને માર માર્યો હતો અને ગળું પકડી લીધું હતું. ગભરાયેલી સોનલે સાસુ-સસરાને ફોન કરીને ત્યાં બોલાવતા સાસુએ એક વખત તેમના દીકરાને જવા દેવા માટે કહ્યું હતું. તેના બે દિવસ બાદ મહેશે છૂટાછેડા લેવાની વાત કરતા બંનેએ લગ્ન વિચ્છેદનો કરાર સ્ટેમ્પ પર કર્યો હતો.
લગ્ન વિચ્છેદનો કરાર સ્ટેમ્પ કર્યો
લગ્ન વિચ્છેદનો કરાર સ્ટેમ્પ ઉપર કર્યા બાદ બંને પોતાના સંબંધો સુધારવા માંગતા હોવાથી 3 મહિના જેટલા સમયથી સાથે રહેતા હતા. પરંતુ ત્યાર બાદ અચાનક મહેશ સોનલને મૂકીને જતો રહ્યો અને ફોન કરીને કહ્યું કે, મારે તારી સાથે રહેવું નથી અને હું મારી રીતે મારી જિંદગી જીવવા માંગું છું અને આજ પછી મારે તારી સાથે કોઈપણ જાતને વ્યવહાર કરવો નહીં.
પત્નીને મારવા લાગ્યો પતિ
પતિ અચાનક મૂકીને જતો રહેતા સોનલે આ બાબતે પિતાને જાણ કરી તેની સાસરીમાં જઈને લગ્ન સંબંધ અંગે ચોક્કસ નિર્ણય લેવા અંગે વાત કરી અને પોતે પણ મહેશને ફોન કરીને સમજાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ મહેશ ગાળો બોલીને માર મારવાની ધમકીઓ આપતો. 5મી માર્ચ 2022ના રોજ સોનલ તેની બહેન સાથે પોતાના ઘરે હતી, આ દરમિયાન મહેશ ત્યાં આવ્યો અને ફેંટ પકડીને માર મારવા લાગ્યો હતો.
પત્નીને આપી જાનથી મારી નાંખવાની ધમકી
સાથે સાથે કહેવા લાગ્યો કે, તારે ને મારે છૂટાછેડાનો કરાર હોવાથી કોઈ સંબંધ નથી રહ્યો, છતાં તે કેમ મારા અને જાનકી (નામ બદલ્યું છે)ના ફોટો વાયરલ કર્યા? મહેશે આટલેથી ન અટકી સોનલને ધમકી આપી કે, તારા પણ અંગત ફોટો મારી પાસે પડેલા છે જે હું વાયરલ કરી નાખીશ અને હવે પછી તે અમારા ફોટો વાઈરલ કર્યા તો તને જાનથી મારી નાખીશ. સોનલે બુમાબુમ કરતા આસપાસના લોકો ત્યાં આવી પહોંચતા મહેશ નાસી છૂટ્યો હતો. જે બાદ તેણે બાવળા પોલીસ સ્ટેશનમાં પૂર્વ પતિ વિરુદ્ઘ ફરિયાદ નોંધાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..