કમળ પર ઝાડું ફરી વળ્યું: ગુજરાતના આ શહેરમાં 1500 જેટલા ભાજપના કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા

ગુજરાતમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટી સક્રિય થઈ છે. પાર્ટી દ્વારા સતત નવા કાર્યક્રમો યોજીને લોકો સુધી પહોંચી તથા નવા કાર્યકર્તાઓ જોડવાનું અભિયાન શરૂ કર્યું હતું. જેમાં મોટી સંખ્યામાં આપમાં લોકો જોડાયા હતા. ત્યારે આજે અમદાવાદના કુબેરનગર વિસ્તારમાં આવેલા પીકનીક પાર્ટી પ્લોટમાં ભાજપના 1500 જેટલા કાર્યકર્તાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

ઈસુદાન ગઢવીએ નવા કાર્યકર્તાઓને આવકાર્યા
આ કાર્યક્રમમાં હાજર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જણાવ્યું કે, “હું ભેમાભાઈને એમના આથાક પ્રયાસો માટે શુભેચ્છાઓ આપું છું અને જલાભાઇ દેસાઈનું પાર્ટીમાં જોડાવા બદલ સ્વાગત કરું છું. કુબેરનગરથી 1500 જેટલા સત્તાધારી પક્ષના કાર્યકર્તાઓ અમારા સાથે જોડાયા, એનાથી સ્પષ્ટ છે કે એ વિસ્તારમાં કોઈ પ્રગતિ કે વિકાસના કામ આજ સુધી થયા જ નથી અને એટલે હવે અમને તક મળી છે. આવી જ રીતે આમ આદમી પાર્ટી ગુજરાત રાજ્યના વિકાસ માટે સતત કાર્યરથ રહેશે.” આ પ્રસંગે નવા કાર્યકર્તાઓને અભિનંદન આપવા અમદાવાદ શહેરના પ્રમુખ જે. જે. મેવાડા પણ ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર મ્યુનિ. કોર્પોરેશનની ચૂંટણી માટે આપનો પૂરજોશમાં પ્રચાર
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીના દિવસ બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી જંગ જીતવા માટે સુરત અને રાજકોટથી કોર્પોરેટર – કાર્યકરોની ફોજ ગાંધીનગરમાં ઉતારી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારમાં સ્ટાર પ્રચારક તરીકે ફિલ્મ અભિનેતા સોનુ સુદ પણ આવે તેવી અટકળો વહેતી થતાં આપના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે.

નાનામાં નાના મતદારો સાથે સીધો સંપર્ક કરાયો
ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત કરવા માટે ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ મતદારોને રીઝવવા માટે મરણિયા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ડોર ટુ ડોર પ્રચારની સાથે રાત્રી બેઠકો પણ ભરવામાં આવી રહી છે. ગાંધીનગરના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ પ્રવેશ તો કરી લીધો છે, પરંતુ હજી સુધી આમ આદમી પાર્ટી પાસે જોઈએ તેવું કાર્યકરોની સંખ્યા થઈ શકી નથી. જોકે, તેમ છતાં આમ આદમી પાર્ટી નાનામાં નાના મતદારો સાથે સીધો સંપર્ક બનાવી ચૂકી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો