યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો: અમદાવાદમાં રાજકારણમાં એન્ટ્રી અપાવવાનું કહી નેતાએ યુવતીને બનાવી ગર્ભવતી પછી…

અમદાવાદમાં એક ઇસમે યુવતીને રાજકારણમાં એન્ટ્રી કરાવી આપવાની લાલચ આપીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. બે વખત નરાધમે યુવતીને ગર્ભવતી બનાવી હતી અને યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા લાલચ આપીને યુવતી સાથે દુષ્કર્મ કરનાર રાજનેતાનો ભાંડો ફૂટ્યો હતો.

રિપોર્ટ અનુસાર, અમદાવાદના મણીનગરના ઉત્તમ એપાર્ટમેન્ટમાં રોનક ગોહિલ નામનો યુવક રહે છે. બોડકદેવ વિસ્તારમાં રહેતી એક યુવતી આ રોનક નામના યુવકના સંપર્કમાં આવી હતી. રોનક ગોહિલ રાષ્ટ્રીય કરણી સેનામાં ગુજરાત પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હોવાનું કહેતો હતો. આ ઉપરાંત તે યુવતીને રાજકરણમાં જોડવાની પણ લાલચ આપતો હતો. રોનકે યુવતીને પોતાની જાળમાં ફસાવવા માટે યુવાજન જાગૃતિ પાર્ટી શરૂ કરી અને આ પાર્ટીમાં બોડકદેવની યુવતીને મહિલા મોરચા જિલ્લા પ્રમુખનો હોદ્દો આપવાની વાત કરી હતી. ત્યારબાદ રોનકે આ યુવતીની સાથે જાતીય સંબંધો બાંધ્યા હતા અને તેના કારણે યુવતી બે વખત ગર્ભવતી બની હતી. ત્યારબાદ રોનકે યુવતીનો ગર્ભપાત કરાવ્યો હતો.

રોનક યુવતીને લગ્ન કરવા માટે પણ લાલચ આપતો હતો. લગ્નની લાલચ આપીને રોનકે અનેકવાર યુવતી સાથે દુષ્કર્મ કર્યું હતું. અંતે રોનકે લગ્ન કરવાની ના પાડતા યુવતીએ મહિલા પોલીસ સ્ટેશનમાં રોનક સામે ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત રોનક પરિણીત હોવા છતાં પણ યુવતીની સાથે સંબંધ રાખતો હતો.

આ બાબતે પોલીસે જણાવ્યું હતું કે, યુવતીને ખબર પડી કે આરોપી પરિણીત છે ત્યારબાદ રોનકે કહ્યું કે તે પત્નીને છૂટાછેડા આપી દેશે તેવું કહીને યુવતી સાથે સંબંધ બાંધતો હતો. ત્યારબાદ યુવતીએ ગર્ભપાત કરાવવો પડ્યો હતો. ત્યારબાદ યુવતીને ધમકી પણ આપી હતી તેથી આ યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે. યુવતીએ કહ્યું છે તે પ્રમાણે અલગ-અલગ જગ્યા પર તપાસ થશે, ત્યારબાદ ગર્ભપાત બાબતે પણ તપાસ કરવામાં આવશે. યુવતીના ફોટો આરોપીએ કોઈ જગ્યાએ ટ્રાન્સફર કર્યા છે કે કોને આપ્યા છે કે નહીં તે બાબતે તપાસ કરવામાં આવશે.

પીડિતાએ જણાવ્યું હતું કે, રોનક મને 2018માં મળ્યો. ત્યારબાદ તેણે મને પોલિટીકલ પાર્ટીમાં સારું ભવિષ્ય બનાવી આપવાની લાલચ આપી હતી. ત્યારબાદ મારી સાથે લગ્ન કરવાની લાલચ આપી હતી. ત્યારબાદ મારી સાથે 4 વર્ષ સંબંધ રાખ્યા છે. તેણે મારી સાથે ઘણા અત્યાચાર કર્યા છે. યુવતીનો આરોપ છે કે, તેને પોલીસમાં ફરિયાદ કરી હોવાના કારણે રોનક દ્વારા તેને ધમકીઓ આપવામાં આવતી હોવાનો પીડિતાનો આક્ષેપ છે. આરોપી રોનકની પાસે 10 લક્ઝુરીયસ કાર છે. તે પોતાની સાથે એક પિસ્તોલ રાખે છે. આરોપી રોનકનો ગોલ 2022ની ચૂંટણી લડવાનો છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો