શરમજનક ઘટના! અમદાવાદમાં મકાન માલિકના પુત્રએ ઘરમાં ઘૂસી ભાડુઆતની પુત્રીને ખાટલા સાથે બાંધી દુષ્કર્મ આચર્યું

અમદાવાદ ગ્રામ્યના (Ahmedabad rural) અસલાલી પોલીસ સ્ટેશન (Asalali police station) વિસ્તારમાં દુષ્કર્મની ઘટના (rape case) સામે આવી છે. શ્રમજીવી પરિવારની સગીર દીકરીને મકાન માલિકના દીકરાએ ઘરના ખાટલામાં બંને હાથ કપડાથી બાંધીને દુષ્કર્મ ગુજાર્યું હતું. જે મામલે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ (police complaint) નોંધાઇ છે.

મળતી માહિતી પ્રમાણે અસલાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બારેજા ગામમાં યુવક પોતાની પત્ની અને 3 બાળકો સાથે રહે છે અને પત્ની સાથે છૂટક કડિયા કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. ફરિયાદી ગત 4 માર્ચના રોજ પત્ની સાથે સવારે કડિયા કામ માટે ગયા હતા અને બે દીકરાઓ સ્કૂલે ગયા હતા જોકે તે દિવસે ફરિયાદીની 13 વર્ષની સગીર દીકરીને તબિયત ખરાબ હોવાથી શાળાએ ગઈ ન હતી.

સાંજના છ વાગ્યાના સમયે ફરિયાદિએ ઘરે ફોન કરીને દીકરીના ખબર-અંતર પૂછ્યા હતા, તે વખતે તેઓના મોટા દીકરાએ ફોન ઉપાડ્યો અને રડતાં રડતાં જણાવ્યું હતું કે, તે 3 વાગ્યે ટ્યુશનથી ઘરે આવ્યો ત્યારે ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. અને અંદર સગીર બહેન ઘરમાં રડતી હતી.

જેથી તેણે દરવાજો ખટખટાવી ખોલતા તેના મકાનમાલિકના દીકરાએ અંદરથી દરવાજો ખોલ્યો હતો અને અચાનક દોડીને ઘરની બહાર ભાગી ગયો હતો. દીકરાએ ઘરમાં જઈને જોયું તો સગીર બહેન ખાટલામાં અર્ધનિવસ્ત્ર હાલતમાં રડતી જોવા મળી હતી અને તેના બંને હાથ કપડાંથી બાંધેલા હતા.

જેથી તેણે બહેનના બાંધેલા હાથ ખોલી પૂછતા સગીર સાથે દુષ્કર્મ થયો હોવાની ઘટના જણાવી હતી.મળતી માહિતી પ્રમાણે સગીરા ઘરે એકલી હતી ત્યારે મકાન માલીકનો દીકરો ઘરમાં મોબાઈલ ફોન ચાર્જિંગમાં મુકવા માટે આવ્યો હતો અને સગીરા ઘરની બહાર નીકળતી હતી.

તે સમયે આરોપીએ જબરદસ્તી કરી સગીરાને પકડી ઘરમાં ખાટલામાં સુવડાવી દરવાજો અંદરથી બંધ કરી સગીરાના બંને હાથ કપડાથી બાંધી દીધા હતા અને તેના કપડા કાઢી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.ફરિયાદી આરોપીના પરિવારજનો સાથે પણ વાતચીત કરી હતી અને અંતે આ સમગ્ર મામલે અસલાલી પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે ગુનો દાખલ કરાવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો