108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પ્રમાણિકતાનું ઉદાહરણ પુરુ પાડયું, અકસ્માતગ્રસ્તના રૂ.5 લાખ પરત કર્યા
એક સાથે 5 લાખ રૂપિયાની રકમ જો કોઈ જુએ તો થોડીવાર માટે તો કોઈનું પણ મન ડગી જાય એ રકમ લઈ લેવા માટે. પણ 108 એમ્બ્યુલન્સમાં ફરજ બજાવતા કર્મચારીઓ પ્રમાણિકતાનું ઉદાહરણ (example of honesty) બન્યા છે. ઘટના ભાવનગરના (bhavnagar) પાલિતાણાની છે પરંતુ આ 108ના કર્મચારીઓની પ્રમાણિકતાની ગુંજ અમદાવાદના કઠવાડામાં આવેલી 108ની હેડ ઓફિસમાં સંભળાઈ છે.
108ના અધિકારીઓએ પણ પોતાના આ કર્મચારીઓની પ્રમાણિકતાને બિરદાવી છે. જાણો ઇજાગ્રસ્ત વ્યક્તિ પાસેથી મળી આવેલા 5 લાખ રૂપિયા અને 1 લેપટોપ કેવી રીતે પરત કર્યું. ભાવનગરના પાલિતાણામાં બનેલી આ ઘટના પર નજર કરીએ તો પાલીતાણા 108 ઇમરજન્સી ટીમ પાસે શુક્રવારે મોડી રાત્રે એક કોલ આવ્યો હતો.
જેમાં ભાવનગરના ધંધાદારી યુવાનને ટોડી નજીક અકસ્માત નડતા ઇનોવા કાર પલટી મારી જતા યુવક બેભાન બની ગયો હતો. આ અકસ્માત ઘટનાની જાણ પાલીતાણા 108ને થતા તે મદદ માટે આવી પહોંચી હતી. જેમાં સ્થળ ઉપર પાલીતાણા 108 પહોંચતા ઇ.એમ.ટી હિફાભાઇને પાયલોટ જગદીશભાઈને કારચાલક યુવાન બેભાન અવસ્થામાં મળ્યો હતો.
સાથે જ ઇનોવા કારમાંથી 5 લાખ જેવી મોટી રકમ તેમજ એક લેપટોપ અને બે મોબાઈલ મળી આવ્યા ઇ.એમ.આર.આઈના 108 ઇમરજન્સી સેવાના બંને કર્મચારીઓ બેભાન યુવક ને સારવાર માટે તાત્કાલિક પાલીતાણાની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવેલા.
અહીં દવાખાના ઉપર જ યુવકના પરિવારજનોનો સંપર્ક સાધીને તેમને યુવક પાસેથી મળેલ 5 લાખની રોકડ રકમ તેમજ તેમની ચીજવસ્તુઓ પરત કરી એક ઉમદા સર્વશ્રેષ્ઠ પ્રમાણિકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ઉપરી અધિકારીઓ દ્વારા બંને કર્મચારીઓની પ્રમાણિકતાની નોંધ લઈને બિરદાવ્યા હતા.
મહત્વનું છે કે દર વર્ષે આ પ્રકારે અકસ્માત દરમિયાન ફરજ બજાવવા ગયેલા 108ના કર્મચારીઓને અનેક આવી કિંમતી ચીજવસ્તુઓ મળી આવે છે જે વસ્તુઓ જે તે દર્દીઓના પરિવાર જનોને પરત આપવામાં આવે છે. અને આવી ઉમદા કામગીરી બદલ 108ના અધિકારીઓ દ્વારા કર્મીઓનું સન્માન કરવામાં આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..