મહિનાઓનાં કામ ઇઝરાયલના પાવરફુલ મશીનો 1 દિવસમાં કરી નાખે છે
વર્તમાન સમયમાં ઘણા દેશ દુષ્કાળનો સામનો કરી રહ્યા છે. ત્યારે ઈઝરાયલે આધુનિક ટેક્નોલોજીથી ન માત્ર ખેતી સંબંધિત સમસ્યાઓ ખતમ કરી છે, પરંતુ દુનિયાની સામે ખેતીની ફાયદાનો સોદો બનાવવાના ઉદાહરણ રાખ્યા છે. ઈઝરાયલે ન માત્ર રણ પ્રદેશમાં લીલોતરી ભરી પરંતુ પોતાની ટેક્નોલોજીને બીજા દેશ સુધી પણ પહોંચાડી. ખેતી માટે ઈઝરાયલે બાગ-બગીચા અને વૃક્ષોને એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડવા માટે મશીન પણ બનાવ્યું, જેની આજ વિશ્વભરમાં ભારે માંગ છે.
પાણીની બચત માટે અનોખું મશીન
ઈઝરાયલમાં પાણીની અછત હોવાના કારણે અહીંયા નહેરોની વ્યવસ્થા નથી. આ વાતને ધ્યાનમાં રાખીને ઈઝરાયલના રમત નેગેવ ડિઝર્સ એગ્રો રિસર્ચ સેન્ટરે ખેતરોની સિંચાઈ માટે આ ખાસ મશીન ડિઝાઈન કર્યું છે. તેનાથી માત્ર ખેતરની સિંચાઈ જ નહીં પરંતુ પાણીની પણ ઘણી બચત થાય છે. મશીનનો સૌથી મોટો ફાયદો એ છે કે, તેને સરળતાથી ગમે ત્યા લઈ જઈ શકાય છે.
કલાકોમાં જ ખેડી લે છે હજારો એકર જમીન
ઈઝરાયલમાં બહુ ઓછો વરસાદ થાય છે. જેના કારણે વરસાદનો ફાયદો ઝડપથી લેવો પડે છે. સામાન્ય રીતે ખેતર ખેડવામાં ઘણો સમય લાગે છે. તેના માટે ઈઝરાયલે ઈટાલીથી ખેતર ખેડવાનું વિશાળ મશીન ખરીદ્યું હતું. ત્યારબાદ ઈઝરાયલી કંપની એગ્રોમોન્ડ લિ.એ તેનાથી પણ આધુનિક મશીનનું પ્રોડક્શન શરૂ કરી દીધું. આ રીતે હવે ઈઝરાયલમાં આ મશીનો મોટાભાગના ખેડૂતો પાસે છે. આ સિવાય ખેડૂત તેને ભાડે પણ લઈ શકે છે. આ મશીનથી થોડા કલાકમાં જ હજારો એકર જમીન ખેડી લેવાય છે.
કારપેટની જેમ શિફ્ટ કરી દે છે ગાર્ડન
તસવીરમાં દેખાતુ મશીન ઈઝરાયલની ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ દ્વારા ડેવલપ કરવામાં આવ્યું છે. તેનો ઉપયોગ બાગ-બગીચા અને વૃશ્રોને એક જગ્યાએથી બીજી જગ્યાએ શિફ્ટ કરવા માટે થાય છે. તેનાથી ઘાસ-ફૂસ અને વૃક્ષોનાં મૂળિયાને પણ નુકશાન પહોંચતું નથી. હવે આવા મશીનનો ઉપયોગ અનેક દેશોમાં થવા લાગ્યો છે.
મગફળી જમીનમાંથી કાઢીને સાફ પણ કરી દે છે
ઇઝરાયેલની ઇન્સ્ટિટ્યૂટ ઓફ એગ્રીકલ્ચર એન્જિનિયરિંગ દ્વારા ડેવલપ કરવામાં આવેલા આ મશીન મગફળી અને જમીનમાં થતા શાકભાજી તથા અનાજ ને કાઢવાનું કામ કરે છે. મશીનની ખાસિયત એ છે કે, આ મગફળીને જમીનમાંથી કાઢ્યા બાદ તેને સાફ પણ કરી દે છે. ત્યારબાદ મશીનમાં જ બનેલા ડ્રમોમાં ભરવા લાગે છે. તેનાથી ખેડૂતોની મહેનત ઓછી થવાની સાથે સાથે ઓછા સમયમાં વધારે કામ પણ થાય છે. નોંધનીય છે કે, ઈઝરાયલમાં મગફળીની ઘણી ખેતી થાય છે.
વૃક્ષોને મૂળિયા સાથે ઉખાડીને બીજી જગ્યાએ કરે છે શિફ્ટ
દુષ્કાળ હોવા છતા પણ ઈઝરાયલ લીલોતરી ધરાવતો દેશ છે. ઈઝરાયલે અન્ય દેશોની જેમ વિકાસના નામે વૃક્ષોનો નાશ નથી થવા દીધો. તેના માટે અહીંયા વૃક્ષો કાપવાના બદલે તેને શિફ્ટ કરવાની પ્રક્રિયા અપનાવવામાં આવી. તેના માટે ઈઝરાયલી કંપની એગ્રોમોન્ડ લિ.એ એવી મશીનોનું નિર્માણ કર્યું, જે મોટા મોટા વૃક્ષોને મૂળિયાથી ઉખાડીને તેને બીજી જગ્યાએ શિફ્ટ કરી દે છે. તેનાથી ઝાડને કોઈ નુકશાન થતું નથી.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..