ખેતી માટે રૂપિયા જોઇએ તો કૃષિ લોન આ રીતે કરો એપ્લાય, આ છે પૂરી પ્રોસેસ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઈ) એ ગેરંટીકૃત કૃષિ લોનની મર્યાદા 1.60 લાખ રૂપિયા વધારી છે. કોઇ ગેરેન્ટી વગર ખેડૂતોને એક લાખ રૂપિયાની લોન મળે છે. તાજેતરમાં મોદી સરકારે બજેટમાં પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિની જાહેરાત કરી છે. જેના હેઠળ સરકાર ખેડૂતોને 6,000 રૂપિયા સીધા તેના ખાતામાં આપશે. આરબીઆઈની જાહેરાત પછી, જો તમે લોન માટે તૈયારી પણ કરી રહ્યાં છો, તો તેન સંબંધિત તમામ માહિતી વિશે જાણો.
કૃષિ લોન – જો તમારી પાસે ખેતી કરવાની જમીન હોય તો તમે જમીનને ગીરવે મુક્યા વગર જ લોન લઈ શકો છો. તેની મર્યાદા એક લાખ રૂપિયા છે. એક લાખ રૂપિયાથી વધુ રૂપિયાની લોન માટે જમીન ગીરવે મુકવાની સાથે ગારંટર પણ આપવાનું રહેશે. તમને જણાવી દઈએ કે આરબીઆઇ દ્વારા ગેરંટી વગરના કૃષિ લોનની મર્યાદા વધારીને 1.60 લાખ રૂપિયા કરવામાં આવી છે. પરંતુ બેંકમાં તેને અમલમાં મૂકવામાં સમય લાગશે. આ માટે એક સૂચના જારી કરવામાં આવશે.
પ્રશ્ન: જો મારી પાસે એક હેક્ટરની જમીન હોય તો મને કેટલા પૈસા મળશે?
જવાબ: ઉત્તર પ્રદેશ,જિલ્લા અમ્રોહમાં સ્થિત, પ્રથમા બેન્કના શાખા મેનેજર અંકુર ત્યાગીએ જણાવ્યું હતું કે એક હેકટર જમીન પર રૂ. 2 લાખ સુધીની લોન આપી શકાય છે. દરેક બેંક માટે લોનની મર્યાદા અલગ છે.
પ્રશ્ન: લોન માટે શું ડોક્યુમેન્ટ જોઈએ છે?
જવાબ: લોન લેવા માટે આધાર, પાન કાર્ડ, સાથે ત્રણ ફોટાની જરૂર છે. જો લોન એક લાખ રૂપિયા સુધી છે તો કોઈ ગેરેન્ટી નથી. પરંતુ વધારે છે તો તેના માટે બાંયધરી જરૂર છે. સાથે સાથે, તે ગેરેન્ટીના નામ પર પણ જમીન હોવી જોઈએ.
લોન માટે બે સૌથી મહત્વનું ડોક્યુમેન્ટ ખસરા અને ખતોની થાય છે. ખસરામાં ખેતીની જમીનની વિગતો હોય છે. અર્થ સ્પષ્ટ છે કે તે જમીન પર શું થઇ રહ્યું છે અને જમીન પર હાલ શું થઇ રહ્યું છે. અને ખેતી માટે તે કેટલી ઉપયોગી છે તે વસ્તીની વચ્ચે મધ્યમાં તો નથીને.
બીજુ મહત્વનું ડોક્યુમેન્ટ ખતોની થાય છે, જેમાં જમીન કોના નામ પર છે, તેની ડિટેલ હોય છે, જો જમીન એકથી વધુ નામ પર છે તો તેના માટે એક શર્ટિફિકેટ બનાવવાનું હોય છે. આ પ્રમાણપત્ર પર તહસીલદારની સિગ્નેચર થાય છે.
પ્રશ્ન: કૃષિ લોન પર કેટલું વ્યાજ આપવું પડશે?
જવાબ: સરકારી કૃષિ લોન માટે એક ખાસ કેટેગરીમાં રાખે છે અને તેને વધુ પૈસા આપવા માટે બેન્કને કહે છે, આમ 3 લાખ રૂપિયા સુધીની લોન પર 7 ટકા વ્યાજ દર નક્કી છે. જો કોઈ ખેડૂત એક વર્ષ પહેલા તે પાછું ચુકવે છે તો તેને 3 ટકા સુધી છૂટ મળે છે.