નીરવ મોદી અને મેહુલ ચોકસી બાદ સુરતની આ ડાયમંડ કંપની બેંકને 6710 કરોડ ચુકવવામાં નિષ્ફળ

નીરવ મોદી અને મેહુલ ચોકસીએ પંજાબ નેશનલ બેંકમાં 14000 કરોડથી વધારે રકમમાં ડિફોલ્ટ થયા બાદ ભારતીય બેંક ઇતિહાસમાં સુરતની એક ડાયમંડ કંપનીએ IDBI બેંકને લોનની 6710 કરોડ રૂપિયાની ચુકવણી નહીં કરી હોવાનું જાણવા મળ્યું છે જે અત્યાર સુધીનું સૌથી મોટું બીજા નંબરનું ડિફોલ્ટ માનવામાં આવે છે. આ ડિફોલ્ટને કારણે LICના IPOને નુકશાન થઇ શકે છે.

સુરતની એક જમાનાની જાણીતી ડાયમંડ કંપની સંઘવી એક્સ્પોર્ટ ઇન્ટરનેશનલનું મોટું ડિફોલ્ટ સામે આવ્યું છે. જાણવા મળેલી માહિતી મુજબ સંઘવી એક્સ્પોર્ટસ IDBI બેંકની 6710 કરોડ રૂપિયાની લોનની ચૂકવણી કરવામાં નિષ્ફળ ગઇ છે. આ રકમ નીરવ મોદી અને મેહુલ ચોકસી પંજાબ નેશનલ બેંકની 14000 કરોડની રકમ ચૂકવવામાં નિષ્ફળ ગયા પછીની બીજી સૌથી મોટી રકમ છે.

તમને થશે કે ડાયમંડ કંપની સંઘવી એક્સ્પોર્ટસ લોન ચૂકવવામાં નિષ્ફળ થઇ તેને કારણે LICના IPOને નુકશાન કેવી રીતે થઇ શકે? તો એનું કારણ એવું છે કે IDBIનો કંટ્રોલ LIC પાસે છે. IDBIએ ડિફોલ્ટર્સ પાસે રકમની વસૂલી કરવાની પ્રક્રિયા તો શરૂ કરી દીધી છે, પરંતુ તેને કારણે વર્ષ 2022માં આવનારા IPOને અસર થઇ શકે છે.

IDBI બેંક તરફથી મુંબઇના બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ (BKC)માં આવેલી સંઘવી એસ્પોર્ટસ ઇન્ટરનેશનલ અને તેની 4 સહયોગી કંપનીઓ સામે કાર્યવાગી શરૂ કરવામાં આવી છે. આ કંપનીના 13 ઉચ્ચ અધિકારીઓ અને ગેરંટરની સામે વસુલીની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. સંઘવી એક્સ્પોર્ટસ ઇન્ટરનેશનલની 4 સહાયક કંપનીઓના નામ છે, સંઘવી ડાયમંડ મેન્યૂફેકચરીંગ પ્રા.લી., સંઘવી જવેલરી મેન્યૂફેકચરીંગ પ્રા.લી., સંઘવી સ્ટાર રિટેલ પ્રાઇવેટ લી અને રોયલ સ્ટેટ હોલ્ડિંહ પ્રા.લીનો સમાવેશ થાય છે. સંઘવી એક્સ્પોર્ટસની બે ડાયમંડ ફેકટરી સુરત અને મુંબઇમાં છે.

ઓકટોબર 2018થી સંઘવી એક્સ્પોર્ટસના ડિફોલ્ટના સંકેત મળવા માંડયા હતા. બેંક ઓફ ઇન્ડિયાની આગેવાની હેઠળના એક કન્સોર્ટિયમે BKCમાં આવેલા સંઘવી એક્સ્પોર્ટસ પર 468 કરોડ રૂપિયાની લોનની ચૂકવણી નહીં કરવાનો આરોપ લગાવ્યો હતો. તે વખતે બેંક કન્સોર્ટિયમે સંઘવી એક્સોપર્ટસની સંપત્તિ જપ્ત પણ કરી હતી. તે વખતે બેંકિંગ નિષ્ણાતો આને ચોંકાવનરી ઘટના માની રહ્યા હતા અને સાથે એક સવાલ પણ ઉભો કરવામાં આવ્યો હતો કે ખરાબ રેકર્ડ ધરાવતી સંઘવી એક્સોપર્ટને બેંકોએ આટલી મોટી રકમની લોન કેવી રીતે આપી દીધી?

હવે ઓલ ઇન્ડિયા એસોસિયેશનના પ્રમુખ વિશ્વાસ ઉટાગીએ સંઘવી એક્સ્પોર્ટસ સામે CBI તપાસ કરાવવાની માંગ કરી છે. સાથે એ વાત પણ સુનિશ્ચિત કરવા કહ્યું છે કે સંઘવી એક્સોપર્ટસના માલિકો નીરવ મોદી અને મેહુલ ચોકસીની જેમ દેશ છોડીની ભાગી ન જાય.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો