કોરોના વાયરસ રોગચાળો જ નહીં ભૂખમરો પણ ફેલાવશે, દુનિયાના ગરીબ દેશો માટે ગંભીર સંકટ ઉભુ થશે. જે વિશ્વના 250 કરોડથી વધુ લોકોને અસર કરશે.

નરી આંખે નજરે પણ ના પડતા કોરોના વાયરસે દુનિયા આખીને ઘુંટણીયે લાવી દીધી છે. મૃતાંક 2 લાખની આસપાસ પહોંચવા આવ્યો છે જ્યારે તેનાથી સંક્રમિત લોકોની સંખ્યા અધધ 26 લાખને પાર કરી ગઈ છે. જોકે કોરોના આ ઉપરાંત પણ દુનિયા આખી માટે આવનાર ભવિષ્યમાં ભયંકર પડકારો ઉભા કરશે.

જેમાં ચેપગ્રસ્ત દર્દીઓની સારવાર જ નહીં પણ ચેપની સાંકળ તોડવાનો, ભુખમરા, બેકારી, મંદી, અછત સહિતના પડકારોથી લોકોની મુશ્કેલીઓ પારાવાર વધશે. સંયુક્ત રાષ્ટ્રએ હવે કોરોનાને લઈ નવી ચેતવણી જાહેર કરતા વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડાએ દાવો કર્યો છે કે, કોરોના રોગચાળો પણ ભૂખમરો ફેલાવશે, જે વિશ્વના 250 કરોડથી વધુ લોકોને અસર કરશે. દુનિયાના 30 દેશો માટે ગંભીર સંકટ ઉભુ થશે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો

કોરોના સંકટ વધુ તીવ્ર બની રહ્યું છે. જીવલેણ કોરોના વાયરસથી સુપર પાવર અમેરિકા જેવા દેશોની અર્થવ્યવસ્થાને ચીન, સ્પેન, બ્રિટન અને ઇટાલીને પણ જોરદાર ઝટકો લાગ્યો છે. ઘણા દેશોની આર્થિક પરિસ્થિતિ એટલી હદે હચમચી ગઈ છે કે હવે ત્યાં ખાવાની સમસ્યા છે કે પછી ભવિષ્યમાં ઉભી થવાની છે.

કોરોનાના આ સંકટ કાળમાં સંયુક્ત રાષ્ટ્રના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામના વડા ડેવિડ બીસ્લેએ એક મોટી ચેતવણી જારી કરી છે કે, કોરોનાનો સંકટ કાળ ભવિષ્યમાં સમગ્ર દુનિયાની સામે ભૂખમરો અથવા અનાજની અછત જેવી સમસ્યા ઉભી કરી શકે છે. ડેવિડ બીસ્લેના મતે, કોરોના વાયરસને કારણે, આખી દુનિયાની અર્થવ્યવસ્થા એટલી નબળી પડી જશે કે આ સંકટ લગભગ દરેક દેશમાં રહેતા નબળા અને પછાત લોકો પર આવશે.

સંયુક્ત રાષ્ટ્ર અનુસાર ભૂખમરાનું સૌથી મોટું સંકટ યમન, કોંગો, નાઇજિરિયા, હૈતી, ઇથોપિયા અને સુદાન જેવા ગરીબ દેશોમાં રહેશે. જ્યારે અફઘાનિસ્તાન, વેનેઝુએલા, સીરિયા જેવા દેશોમાં પણ તેની અસર થશે. ખરેખર, ડબલ્યુએફપીએ તેમના ગ્લોબલ રિપોર્ટ ઓન ફૂડ ક્રાઈસિસમાં જણાવ્યું છે.

અહેવાલમાં જણાવાયું છે કે, ઘણા દેશોમાં કોરોના રોગચાળાને કારણે ભુખમરાનું જોખમ છે. સંકટને પહોંચી વળવા માટે હવેથી તૈયારી જરૂરી છે. વિશ્વના લગભગ 250 કરોડ લોકો ભૂખમરાની આરે રહેશે. અછતની અસર ગરીબ અને વિકાસશીલ દેશોના લોકો પર વધારે છે. 10 દેશો જેમાં સંઘર્ષ, આર્થિક સંકટ અને આબોહવા પરિવર્તનની સ્થિતિ પણ સંકટ છે. અછતનું સંકટ વિશ્વના 30 થી વધુ દેશોમાં જોઇ શકાય છે. કોરોના પહેલા પણ પૂર્વ આફ્રિકા અને દક્ષિણ એશિયામાં ખાદ્ય સંકટ છે.

મહામંદીના પણ અણસાર?

કોરોના વાયરસના કારણે વિશ્વના મોટાભાગના ઉદ્યોગો કોરોનાને કારણે ઠપ થયા છે. શેર બજારોમાં એક મોટા ઘટાડાનો દોર છે અને ઘણા લોકો આજીવિકાના સંકટનો સામનો કરી રહ્યાં છે. આ પરિસ્થિતિ વધુ ખરાબ થવા તરફ જઈ શકે છે. હવે આર્થિક વિશ્લેષકોએ ભય વ્યક્ત કર્યો છે કે વિશ્વ તીવ્ર આર્થિક મંદીનો ભોગ બની શકે છે. ઓક્સફેમની ચેતવણીએ વધુ ચિંતા ઉભી કરી છે. ઓક્સફેમના મતે, જો કોવિડ -19 સંકટને પહોંચી વળવા કડક પગલા લેવામાં નહીં આવે તો આગામી મંદી વિશ્વના લગભગ અડધા અબજ લોકોને ગરીબીમાં ધકેલી દેશે. આ સંખ્યા દુનિયાની કુલ વસ્તીના 8 ટકા હશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો