આફ્રિકાના વેપારીએ રાજકોટમાં કાઠિયાવાડી ભોજન લીધું, સૌરાષ્ટ્રની સંસ્કૃતિ અને કાઠિયાવાડના સાત્વિક આહારથી પ્રભાવિત થઈને આજીવન માંસાહારનો કર્યો ત્યાગ

રાજકોટમાં ગત વર્ષે આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં આફ્રિકાના ખેડૂત, વેપારી અને ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો. 5 દિવસ સુધી તેઓએ રાજકોટમાં રોકાણ કર્યું હતું અને કાઠિયાવાડી ભોજન લીધું હતું. આ દરમિયાન તેઓ ચોટીલા દર્શને ગયા હતા અને આજીવન માંસાહાર નહીં કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આખું વર્ષ આફ્રિકામાં એક વાર પણ તેઓએ માંસાહારને હાથ પણ અડાડ્યો નથી. આજે તેઓ રાજકોટ આવશે અને શ્રીજી ગૌશાળાના સંચાલકો તેનું સન્માન કરશે.

આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં ગત વર્ષે ફોલી એલેય મામા અને એનનીમસ સેના પોતાના મિત્ર વર્તુળ સાથે રાજકોટ આવ્યા હતા. જેમણે પાંચ દિવસ સુધી રાજકોટમાં રહીને વેપાર ઉદ્યોગ, રાજકોટની ખાસિયત, સંસ્કૃતિ વગેરેની માહિતી મેળવી હતી. તેઓ રાજકોટની જીવનશૈલીથી પ્રભાવિત થયા હતા. માંસાહારથી શું શું નુકસાન થાય છે તે જાણ્યા બાદ આખરે તેઓએ આજીવન માંસાહાર નહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી.

કોલ્ડ્રીંકસના બદલે નાળિયેર અને લીંબુ પાણી , શાકાહારી ભોજન જ પીરસાય છે

આંતરરાષ્ટ્રીય વેપાર મેળામાં દર વર્ષે આફ્રિકન ડેલિગેટ્સ આવે છે. આ દિવસોમાં તેઓને ચાપડી–ઊંધિયું શાક,રો ટલા, દાળભાત, કઢી–ખીચડી, ભાખરી, રોટલા એવું જ ભોજન આપવામાં આવે છે અને કોલ્ડ્રીંકસના બદલે છાશ, લીંબુ પાણી, શરબત કે નાળિયેર આપવામાં આવે છે. ગત વર્ષે ચોટીલા સાથે દર્શન કરવા ગયા હતા. જ્યાં માંસાહાર નહીં ખાવાની પ્રતિજ્ઞા લીધી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો