આ રોગોમાં એલોવેરા છે રામબાણ ઈલાજ, શરીરને થાય છે આટલા બધા ફાયદા.

એલોવેરા કે કુંવારપાઠુ એ ઘરમાં આસાનીથી ઉગાડી શકાતો પ્લાન્ટ છે. મૂળ આફ્રિકાના આ છોડના એટલા બધા ફાયદા છે કે ઇજિપ્તમાં તો તેને અમરત્વ આપતા અમૃત તરીકે ઓળખવામાં આવે છે. તેના લાંબા પાન અને તેની અંદરનો ચીકણો સ્ત્રાવ શરીર માટે ખૂબ જ લાભકારક છે. આ જેલને તમે શરીર ઉપર પણ લગાવી શકો છો અને ગળી પણ શકો છો.

એન્ટિસેપ્ટિકઃ

શું તમે જાણો છો કે એલોવેરા એ કુદરતી એન્ટિસેપ્ટિક છે? તે શરીરના બેક્ટેરિયા, ફંગસ, વાઈરસ અને બીજા જંતુઓનો ખાત્મો બોલાવી દે છે. એલોવેરાનો આ ગુણ સંશોધકો અને વૈજ્ઞાનિકોને એટલો આકર્ષી ગયો છે કે તેઓ એલોવેરામાંથી AIDS જેવા અસાધ્ય રોગનો ઈલાજ શોધવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે.

કોમળ ત્વચાઃ

એલોવેરા જેવી કોમળ ત્વચા તમે ગમે તેટલુ મોંઘુ સ્ક્રબ વાપરશો તો પણ નહિં મળે. એલોવિરાના પાનમાંથી નીકળતું જેલ તમારા શરીર પર ઘસો અને પછી શાવર લો. તમારી સ્કિન પહેલા કરતા અનેક ગણી વધારે સ્મૂધ થઈ જશે. આ ઉપરાંત રસોડામાં સામાન્ય દાઝી ગયા હોય કે દાઝવાનું નિશાન પડી ગયું હોય તો તેના માટે પણ એલોવેરા અકસીર છે.

ઠંડક આપે છેઃ

શું તમે જાણો છો કે એલોવેરામા મેન્થોલ જેવી જ ઠંડક આપવાનો ગુણ છે? ઉનાળામાં આકરા તાપને કારણે સ્કિન કાળી પડી ગઈ હોય, જીવડુ કરડી ગયુ હોય, દાઝવા-પડવાના નિશાન હોય તો પણ તે જગ્યાએ એલોવિરા નિયમિત લગાવવાથી પીડામાં રાહત રહે છે અને સ્કિનનો રંગ પહેલા જેવો જ થઈ જાય છે અને નિશાન દેખાતા નથી.

ચહેરાની ત્વચામાં ચમકઃ

ચહેરા પર પિમ્પલ હોય કે પછી ડ્રાય સ્કિન, એલોવેરાનું જેલ લગાવવાથી આ તમામ સમસ્યાનો ઉકેલ મળી જાય છે. તે ત્વચાને ચમકદાર બનાવે છે અને મોં પરથી ચાઠા કે ડાર્ક સ્પોટ હટાવે છે. એલોવેરા જેલમાં 2 મોટા ચમચા ઓર્ગેનિક બ્રાઉન શુગર અને 1 ટેબલ સ્પૂન લીંબુનો જ્યુસ મિક્સ કરીને તેનું માસ્ક ફેસ પર લગાવવામાં આવે તો ત્વચા નિખરી ઊઠે છે.

વાળઃ

ઘટાદાર અને ચમકદાર વાળ માટે એલોવેરા ખૂબ જ ઉપયોગી જડીબુટ્ટી છે. એલોવેરા જેલને સ્કાલ્પ પર લગાવી 30 મિનિટ રહેવા દો અને પછી ધોઈ નાંખો. એલોવિરાને કોકોનટ મિલ્ક સાથે મિક્સ કરી લગાવવાથી ડેન્ડ્રફની સમસ્યાથી છૂટકારો મળે છે. કંડિશનરને બદલે એલોવેરા ટ્રાય કરી જુઓ, તમારા વાળનું ટેક્સચર વધારે સ્મૂધ અને સુંદર થઈ જશે.

પેટની સમસ્યાઃ

પેટની સમસ્યામાં એલોવેરાથી સારી બીજી કોઈ દવા નથી. અપચો હોય કે ઇરિટેબલ બોવેલ સિન્ડ્રોમ, પેટના તમામ રોગો માટે એલોવેરા અકસીર દવા છે. છાતીમાં બળતરા, આર્થરાઈટિસ જેવા દુઃખાવામાં પણ એલોવેરા રાહત આપે છે. અસ્થમાના દર્દીઓ એલોવેરાના પાનને ઉકાળી તેની નાસ લે તો તેમને રાહત મળે છે.

બ્લડ પ્રેશર-ડાયાબિટિસઃ

બ્લડ પ્રેશર અને ડાયાબિટિસ જેવા રોગો આજના જમાનામાં સાવ સામાન્ય થઈ ગયા છે. આ રોગો માટે ગોળીઓ ગળવા સાથે એલોવિરાનો પ્રયોગ કરી જુઓ, વધુ સારા રિઝલ્ટ મળશે. એલોવેરા કોલેસ્ટ્રોલ પણ ઘટાડે છે અને હૃદયને તંદુરસ્ત બનાવે છે. સોજો આવ્યો હોય તો તેમાં પણ એલોવેરા રાહત આપે છે.

ગુપ્ત ભાગમાં ખંજવાળઃ

ગુપ્ત ભાગમાં ખંજવાળ આવતી હોય તો કોઈ ક્રીમના બદલે એલોવેરા લગાવી જુઓ. ખંજવાળમાં તરત જ રાહત મળશે. આ ઉપરાંત પેશાબમાં ઇન્ફેક્શન હોય, પેટમાં અલ્સર હોય તો પણ એલોવેરાથી રાહત મળે છે. એલોવેરા લાખ દુઃખોની એક દવા છે. નિયમિત 50થી 200 mg એલોવિરા જેલનું સેવન કરવાથી શરીર ચુસ્ત અને તંદુરસ્ત રહે છે.

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો