‘ક્યાંક તમારા ઘરે ભેળસેળ વાળું દૂધ તો નથી આવતું ને?’ રાજકોટમાંથી નકલી દૂધનો કારોબાર ઝડપાયો, 10 હજાર લિટર દૂધ દરરોજ ઘુસાડવાનું સામે આવ્યું
આપણે બાળકોને હંમેશા દૂધ પીવડાવવાનો આગ્રહ રાખીએ છીએ. પરંતુ આ હેલ્ધી દૂધમાંજ જો મિલાવટ હોય તો તે આપના સ્વાસ્થ્ય માટે ઝેર સમાન સાબિત થઇ શકે છે. ત્યારે વધુ એકવાર નકલી દૂધ બનાવવાનું કૌભાંડ સામે આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
ઉપલેટાના ઢાંક વિસ્તારમાં ઠલવાતું હતું દૂધ
રાજકોટમાંથી નકલી દૂધનો કાળો કારોબાર ઝડપાયો છે. અહીં અંદાજિત 10 હજાર લિટર દરરોજનું નકલી દૂધ ઘૂસાડવાનું સામે આવ્યું છે. રાજકોટના ઉપલેટાના ઢાંક વિસ્તારમાંથી દરરોજ દસ હજાર લિટર દૂધ ઠલવાતું હોવાનું સામે આવ્યું છે.
આ મામલે પોલીસે દૂધ બનાવનાર વિજયને બોલાવ્યો હતો. જોકે તે આવ્યો ન હતો. મનપાની ફૂડ શાખાએ દૂધના વાહન તેમજ શિવશક્તિ અને આશાપુરા ડેરીમાંથી સેમ્પલ લઈ વડોદરા લેબમાં તપાસ અર્થે મોકલી દેવાયાં છે. મહત્વનું છે કે આ દૂધના સેમ્પલ આવ્યા પછી સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવશે.
દૂધને સંપૂર્ણ ખોરાક માનવામાં આવે છે. પ્રસૂતાઓ અને બાળકોને તો રોજિંદા આહારમાં દૂધ પીવાનો આગ્રહ કરાય છે. આ દૂધ ખરેખર સ્વાસ્થ્યપ્રદ છે એની શું ગેરંટી? લેભાગુઓ આમાં પણ ફાયદો ઉઠાવવાનું ચૂકવાના નથી, રાજકોટમાં ઠલવાતા છૂટક દૂધની સતત 15 દિવસ સુધી તપાસ કરી, વાહનોનો પીછો કર્યો હતો. દૂધની ખરીદી કરી સેમ્પલ લેબમાં આપ્યાં હતાં. પ્રાથમિક રિપોર્ટમા જ ખૂલ્યું હતું કે નકલી દૂધ જ ઠાલવીને પ્રસૂતાઓ અને બાળકોના આરોગ્યને ગંભીર ચેડાં થઈ રહ્યાં છે.
આજ થિયરીથી એક-બે નહિ, ઘણાં વાહનો રોજનું 10,000 લિટર દૂધ રાજકોટ શહેરમાં ઠાલવે છે. આ બનાવમાં તપાસ કરતા પોલીસે દુધ મોકલનાર માલીક વિજય ભાભલુભાઇ માંકડ અને બોલેરો ગાડીનો ડ્રાઇવર રાજા ગોગનભાઇ ટોળીયા સામે ગુનો દાખલ કર્યો છે.
રોજ રાત્રે 1 વાગ્યે ત્યાંથી નીકળતો અને સવારે રાજકોટ પહોંચી જતો. ક્યારે અને કોને દૂધ દેવું છે એ કહેવાતું નહિ, એક જગ્યાએ દૂધ અપાય એટલે તરત જ વિજયનો ફોન આવતો અને બીજી જગ્યાનું એડ્રેસ મળતું, એટલે કે જે રીતે બૂટલેગર દારૂની હેરફેર કરે એ જ રીતે નકલી દૂધનું નેટવર્ક ચાલતું હતું. એ 1600 લિટર દૂધ લઈને આવ્યો હતો અને એમાંથી 600 લિટર પહોંચાડી દીધું છે.
પોલીસે દૂધ બનાવનાર વિજયને બોલાવ્યો હતો, જોકે તે આવ્યો ન હતો. મનપાની ફૂડ શાખાએ દૂધના વાહન તેમજ રાજુએ જે બે ડેરી કહી એ શિવશક્તિ અને આશાપુરા ડેરીમાંથી પણ સેમ્પલ લઈને વડોદરા લેબમાં મોકલી દેવાયાં છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..