કલેક્ટરને પડકાર ફેંકનારી આદિવાસી છોકરી સમગ્ર દેશમાં ચર્ચાનું કારણ બની, જાણીને નવાઈ લાગશે પણ તેને કલેક્ટર નથી બનવું!
બે દિવસ પહેલા મધ્ય પ્રદેશના ઝાબુઆનો એક વીડિયો વાયરલ થયો હતો, જેમાં એક આદિવાસી છોકરી કલેક્ટરને લલકારી રહી છે. NSUIના એક પ્રદર્શન દરમિયાન એક છોકરીને બોલતા તમે સાંભળી હશે, મને કલેક્ટર બનાવી દો, બધાની માગ પુરી કરી દઈશ. તમે નથી કરી શકતા તો પછી કોના માટે બની છે સરકાર, શું અમે અહીં ભીખ માગવા આવ્યા છીએ. અમારા ગરીબ લોકો માટે તો કોઈ વ્યવસ્થા કરો, સર અમે આટલી દૂરથી આવીએ છીએ, અમે આદિવાસી લોકો છીએ, કેટલા રૂપિયા ખર્ચીને આવીએ છીએ.
આ વીડિયો વાયરલ થયા બાદ આવું કહેનારી છોકરી સમગ્ર દેશમાં ચર્ચાનું કારણ બની છે. NSUIએ તેને ઝાબુઆ જિલ્લાની મહાસચિવ બનાવી છે. આદિવાસી સંગઠન જય આદિવાસી યુવા શક્તિએ આ છોકરીનો યુપીએસસી સુધીના અભ્યાસનો તમામ ખર્ચ ઉઠાવાની પણ તૈયાર બતાવી છે. આ છોકરીનું નામ નિર્મલા ચૌહાણ છે. જે અલીરાજપુરા ખાંડલા ગામની રહેવાસી છે. તે ઝાબુઆમાં રહીને બીએમ ફર્સ્ટ યરમાં ભણી રહી છે.
क्या माननीय @ChouhanShivraj झाबुआ की इस आदिवासी छात्रा को 2 दिन के लिए @collectorjhabua बनाएंगे ताकि जो मुद्दे उसने उठाये थे उनसे सम्बंधित आदेश जारी हो सके #छात्राओं को मुफ्त परिवहन #छात्रवृत्ति #होस्टल में अच्छा खाना #lलड़कीहूँलड़सकतीहूं @CMMadhyaPradesh @priyankagandhi pic.twitter.com/uJme8Vzk08
— Office Of Dr Anand Rai (@anandrai177) December 22, 2021
વાયરલ વીડિયો પર મીડિયા સાથે વાતચીત કરતા નિર્મલા કહે છે કે, અમે આટલે દૂરથી ત્યાં ગયા હતાં. બે ત્રણ કલાકથી બહાર ઊભા હતા. કોઈ અધિકારી બહાર આવી રહ્યા નહોતા. તેના કારણે મને ગુસ્સો આવ્યો. જો હું કલેક્ટર બની ગઈ તો, ગામડાઓમાંથી આવતી કોઈ પણ છોકરીઓને 5 મીનિટ પણ તડકામાં ઊભા રહેવા દઈશ નહીં. તેમના માટે પુરી તાકાત સાથે કામ કરીશ.
નિર્મલાનું કહેવુ છે કે, લોકોએ પોતાના અધિકારો માટે જાતે જ લડવું પડશે. આ બાજૂ મામલો ગરમાતા નિર્મલા સાથે કલેક્ટર સોમેશ મિશ્રાએ શુક્રવારે મળવા પણ બોલાવી હતી. કલેક્ટરનું કહેવું છે કે, હું તેને મળી શક્યો નથી. તેમની માગની જાણકારી મને છે. જેને ટૂંક સમયમાં પુરી કરી દેવામાં આવશે.
મીડિયા સાથે વાત કરતા નિર્મલા જણાવે છે કે, તે કલેક્ટર નહીં પણ આર્મીમાં જવા માગે છે. મને સત્ય બોલાવાનું પસંદ છે. એ જ વિચારતી હોવ છું કે, મારી વાતને લોકો સુધી કેવી રીતે પહોંચાડું. મગજમાં ચોવિસે કલાક આ જ ચાલે છે. સિસ્ટમની ઢીલી નીતિ સામે પહેલાથી જ ગુસ્સો છે. મારી પાસે મોબાઈલ નથી. અમે 7 ભાઈ બહેન છીએ. આર્મીમાં જવાનું પસંદ છે. એટલા માટે આર્મીમાં જઈને દેશની સેવા કરવા માગું છું.
સોશિયલ મીડિયા પર વધુ એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, નિર્મલાને બે દિવસ માટે ઝાબુઆના કલેક્ટર બનાવ્યા છે. આ મામલે કલેક્ટર સોમેશ મિશ્રાએ જણાવ્યું કે, હાલમાં આવી કોઈ જાણકારી નથી. કલેક્ટરનું કહેવું છે કે, તે ટૂંક સમયમાં તેને મળશે.
માગ પુરી થશે, ભણતર માટે ફ્રી કોચિંગ
ઝાબુઆ કલેક્ટર સોમેશ મિશ્રાનું કહેવું છે કે, તેઓ વિદ્યાર્થીની માગ ટૂંક સમયમાં પુરી દેશે. વિદ્યાર્થીઓની ફરિયાદ હતી કે, બસમાં અમુક લોકો અભદ્ર વર્તન કરે છે, તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવે. જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે ફ્રી UPSC કોચિંગ જલ્દીથી શરૂ કરવામાં આવશે, જેમાં 100 જગ્યા હશે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..