કોપરેલમાં ઉમેરો આ વસ્તુ, બમણી ઝડપે વધશે વાળ અને નહીં થાય સફેદ, જાણો અને શેર કરો
આજકાલની લાઇફસ્ટાઇલ, તણાવ, પ્રદૂષણ અને ખાવા-પીવાની ખોટી આદતોને કારણે નાની ઉંમરમાં વાળને લગતી સમસ્યાઓ ઉભી થવા લાગે છે. હાલના સમયમાં 18-20 વર્ષે પહોંચતાં સુધીમાં તો વાળ સફેદ થવા લાગે છે. સફેદ વાળને છુપાવવા માટે લોકો હેર કલર, મહેંદી, દવા અને બીજા કેમિકલ્સનો ઉપયોગ કરવા લાગે છે, જે વાળને ઘણું નુક્શાન પહોંચાડે છે. તો આજે અમે તમારા માટે એક સરસ ઉપાય લઇને આવ્યા છીએ. કાળા વાળને સફેદ થતા રોકવા માટે કોપરેલ બેસ્ટ છે.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
– કોપરેલ તેલમાં મીઠા લીમડાનાં પાનને ઉકાળી લો. પાંદડા બ્રાઉન કલરના થાય એટલે એને તેલમાંથી કાઢીને તેલને ઠંડુ થવા દો. નિયમિત રીતે આ તેલનો ઉપયોગ કરવાથી વાળ એકદમ કાળા અને મજબૂત થઈ જશે.
– 100 ગ્રામ શુદ્ધ કોપરેલમાં 50 ગ્રામ સુકી મેથી નાખી, સૂર્યના તડકામાં સાત દિવસ રાખો. ત્યારબાદ તેલ ગાળીને બોટલમાં ભરી લો. આ તેલ સવાર-સાંજ માથામાં ઘસવાથી વાળ કાળા થાય છે તથા નવા વાળ ઉગે છે.
– કોપરેલ તેલમાં લીંબૂનો રસ મિક્ષ કરીને રોજ વાળમાં લગાવવાથી વાળ ધીરે-ધીરે કાળા થવા લાગે છે.
– કોપરેલ તેલમાં તાજા આમળાને એટલા ઉકાળવા કે તે કાળા થઈ જાય. આ મિશ્રણને ઠંડુ કરી રાત્રે સૂતી વખતે વાળમાં લગાવી સવારે વાળ ધોઈ લેવા આવું નિયમિત કરવાથી વાળ કાળા થઈ જાય છે.
– કોપરેલ તેલમાં મહેંદી મિક્ષ કરીને પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટ વાળમાં લગાવવાથી વાળનો કલર ડાર્ક બ્રાઉન થઈ જશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..