CNG વાહનચાલકો માટે માઠા સમાચાર: અદાણી ગેસે CNGના ભાવમાં વધારો ઝીંકયો, જાણો કેટલો વધારો કર્યો?
હાલ ગુજરાતમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન કેસમાં દરરોજ વધારો થઇ રહ્યો છે અને નવો વેરિઅન્ટ દુનિયાના કેટલાંય દેશોમાં તાંડવ મચાવી રહ્યો છે. ત્યારે કોરોનાની દહેશત વચ્ચે ગુજરાતમાં CNG (Compressed Natural Gas) વાહન ચાલકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. અદાણી ગેસે ફરી એક વખત CNG ભાવમાં વધારો કરતાં કર્યો છે. અદાણીએ CNGમાં કિલોદીઠ રૂ.1.85નો તોતિંગ વધારો ઝીંકી દીધો છે અને હવે નવો ભાવ કિલો દીઠ રૂ.67.59 થઇ ગયો છે. CNGમાં સતત ભાવ વધારાને લીધે વાહનચાલકો પર આર્થિક બોજ વધી ગયો છે.
CNG વાહન ચાલકોની મુશ્કેલીઓમાં વધી
મહત્વનું છે કે રિક્ષા ચાલકો પહેલેથી જ ભાવ વધારાનો વિરોધ કરી રહ્યા છે અગાઉ ગેસમાં ભાવ વધારાના સામે રિક્ષા ચાલકોએ હડતાળનું શસ્ત્ર પણ ઉગામ્યું હતું ત્યારે ફરી અદાણી ગેસમાં ભાવ વધારો કરાતા વાહન ચાલકો મુંઝવણમાં મુકાયા છે. કોરોના કાળને લીધે પહેલાથી નાગરિકો પર મોંઘવારીનો માર સહન કરવો પડી રહ્યો છે ત્યારે ફરી હવે રાજ્યમાં કોરોનાના નવા વેરિએન્ટનો ખતરો તોળાય રહ્યો છે, જેણે કોરોનાની ત્રીજી લહેરની શક્યાતાઓ વધારી દીધી છે. ત્યારે રિક્ષા ચાલકોના વિરોધ વચ્ચે CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.
CNG વાહનચાલકોના ખિસ્સા પર વધુ એક માર પડ્યો છે. અદાણી ગેસ દ્વારા ભાવ વધારો કરતાં તેની પાછળ ગુજરાત ગેસ પણ ભાવ વધારો ઝીંકે તો નવાઇ નહીં.
રિક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી
CNG ગેસના ભાવ વધારામાં સૌથી વધુ નુકસાન રિક્ષા ચાલકોને પડતું હોય છે. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટ મહિનામાં અમદાવાદમાં CNGના ભાવમાં વધારો થતાં રિક્ષાચાલકો મેદાનમાં ઉતરી આવ્યા હતા. રિક્ષા ચાલકોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો ભાવ નહીં ઘટાડે તો હડતાળ કરી વિરોધ કરશે અને જો માંગ નહીં સંતોષાય તો રિક્ષા ભાડામાં રૂ.20નો વધારો કરવાની વાત કરી હતી. CNGના ભાવ વધતા રીક્ષા ચાલકોમાં રોષ જોવા મળી રહ્યો હતો, રિક્ષા યુનિયન ભાવ ઘટાડાવાની માંગ કરી રહ્યું હતું. ભૂખ હડતાળ,વિરોધ પ્રદર્શન કરવાની રિક્ષા ચાલકોએ વાત કરી હતી.
લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..