શિયાળામાં બાજરીના રોટલા સાથે અડદની દાળ અને લસણની ચટણી કરી છે ક્યારેય ટ્રાઈ? જાણો બનાવવાની રીત
શિયાળાની શરૂઆત થઈ ચુકી છે. સ્વાદના શોખિનો માટે અલગ અલગ શાકભાજી અને વિવિધતાથી છલકાતી થાળી રસોડામાં બની રહી છે. શિયાળામાં બાજરીના રોટલા ખાવાની મજા જ કંઈ ઓર હોય છે આજે અમે તમારા માટે ખાસ લઈને આવ્યા છીએ લચકાવાળી અડદની દાળ જે ઠંડીમાં બાજરીના રોટલા સાથે ખાવાથી ખુબજ જલસા પડી જાય છે.
બાજરીના રોટલાની સાથે ઘી કે માખણનો ભરપુર ઉપયોગ કરવામાં આવે છે. ગરમાગરમ રોટલાની સાથે રીંગણનો ઓળો કે પછી લચકાવાળી અડદની દાળ ખાશો તો ખુબજ ટેસડો આવી જશે.
આજે તમને શિખવીશું અડદની લચકાવાળી દાળ. અડદની લચકાવાળી દાળ બનાવવા જોશે સામગ્રી, અડદની દાળ એક વાટકી, લીલુ મરચુ બારીક સમારેલ, મીઠો લીમડો 2-3 પાન, આદુ-મરચા-લસણની પેસ્ટ, કોથમીર
અડદની લચકાવાળી દાળ બનાવવાની પદ્ધતિ
અડદની દાળને બનાવતા પહેલા ગરમ પાણીમાં 10 મિનિટ પલાળી દો. કુકરમાં તેલ કે ઘી મુકીને તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ, લીલુ મરચુ બારીક સમારેલ મીઠો લીમડો 2-3 પાન નાખી વઘાર કરો ત્યારબાદ તેમાં દાળને સારી રીતે ધોઈને નાંખી દો એક કપ દાળ હોય તો બમણું પાણી મુકો એટલે કે બે કપ દાળ નાંખી કુકરમાં 3 સીટી વગાડો. ઉતરી જાય પછી તેમાં લીંબુ અને લસણની ચટણી નાંખો કોથમીર નાંખી સરખી રીતે હલાવી દો. તૈયાર છે સ્વાદિષ્ટ દાળ આને તમે બાજરાના રોટલા સાથે ખાશો તો ખુબજ સ્વાદિષ્ટ લાગશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..
તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.
If you like our post than don’t forget to share with your friends..