આતંકવાદીઓ બાદ અલગાવવાદીઓનો વારો, જમ્મુ-કાશ્મીરમાં જમાત-એ-ઈસ્લામી પર મોટી કાર્યવાહી
જમ્મુ-કાશ્મીરમાં કટ્ટરપંથી સંગઠન જમાત-એ-ઈસ્લામી વિરુદ્ધ સરકારે મોટી કાર્યવાહી કરી છે. સરકારે જમાત-એ-ઈસ્લામી પર કાર્યવાહી કરતા તેના 79 ખાતા સીલ કરી નાખ્યા છે. આ સાથે જ જમાત-એ-ઈસ્લામીના 52 કરોડ કેશ પણ ફ્રીઝ કરી દેવાયા છે. આ કાર્યવાહીમાં હજારથી વધારે ધાર્મિક સંસ્થા પણ સીલ કરી દીધી છે અને જમાત-એ-ઈસ્લામીના 200 મેમ્બરને કસ્ટડીમાં લીધા છે.
350થી વધારે સભ્યોને શુક્રવારે પકડી પાડ્યા
નોંધનીય છે કે, સરકારે શુક્રવારે ઈન્સ્પેક્ટર જનરલ અને જિલ્લા મેજીસ્ટ્રેટને જમાત-એ-ઈસ્લામીના કાર્યકર્તાઓને કસ્ટડીમાં લેવાની મંજૂરી આપી દીધી હતી. 350થી વધારે સભ્યોને શુક્રવારે પકડી પાડ્યા હતા. સંગઠન ઘાટીમાં 400 સ્કૂલ, 350 મસ્જીદો અને એક હજાર સેમિનરી ચલાવે છે. સરકારી અધિકારીઓનું કહેવું છે કે, સંગઠન પાસે 4500 કરોડ રૂપિયાની સંપત્તિ હોવાની સંભાવના છે, જેની તપાસ બાદ ખબર પડશે કે તે કાયદેસર છે કે ગેરકાયદે…
અલગાવવાદી સંગઠન જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે, કેન્દ્ર સરકારે જમ્મુના અલગાવવાદી સંગઠન જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ લગાવી દીધો છે. કેન્દ્ર સરકારે જમાત-એ-ઈસ્લામી પર 5 વર્ષના પ્રતિબંધની જાહેરાત કરી છે. મંત્રાલયે પોતાની અધિસૂચનામાં એમ કહ્યું છે કે, જમાત-એ-ઈસ્લામી એવી ગતિવિધિઓમાં સામેલ રહ્યું છે જે આંતરિક સુરક્ષા અને લોક વ્યસ્થા માટે ખતરો છે. એવામાં કેન્દ્ર સરકાર તેને એક કાયદા વિરુદ્ધ સંગઠન જાહેર કરે છે.
આતંકવાદીઓને કાશ્મીર ઘાટીમાં મોટા સ્તરે ફંડિગ કરે છે
જમાત-એ-ઈસ્લામી સંગઠન હિઝબુલ મુઝાહિદ્દીનના આતંકવાદીઓને કાશ્મીર ઘાટીમાં મોટા સ્તરે ફંડિગ કરતું હતું. એવી તમામ જાણકારીઓ બાદ ગૃહ મંત્રાલયે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની બેઠક બાદ જમાત-એ-ઈસ્લામી પર પ્રતિબંધ લગાવ્યો છે.
શું છે જમાત-એ-ઈસ્લામી?
જમાત-એ-ઈસ્લામી કાશ્મીર ઘાટીમાં અલગતાવાદી અને કટ્ટરપંથીઓના પ્રચાર-પ્રસાર માટે જવાબદાર મુખ્ય સંગઠન છે અને તે હિઝબુલ મુઝાહિદ્દીનને રંગરૂટોની ભરતી, તેના માટે પૈસાની વ્યવસ્થા, આશ્રય અને જરૂરી સામાનના સંબંધિત બધા પ્રકારની મદદ કરતું આવ્યું છે.
અધિકારીઓ પ્રમાણે, ખાસ રીતે દક્ષિણ કાશ્મીર વિસ્તારમાં જમાત-એ-ઈસ્લામી જમ્મુ-કાશ્મીરની મોટી સંખ્યામાં કાર્યકર્તા છે અને હિઝબુલ મુઝાહિદ્દીન પાકિસ્તાનના સહયોગથી ટ્રેનિંગ આપવાની સાથે જ હથિયારોની આપૂર્તિ કરી રહ્યું છે. જમાત-એ-ઈસ્લામી પર કાશ્મીર ઘાટીમાં આતંકવાદી ગતિવિધિઓની સક્રિય આગેવાનીનો આરોપ છે.