દવાથી ન મટતી હોય એસિડિટી તો, ફક્ત આ 8 ઘરેલૂ ઉપાયો અજમાવો
આપણે જે કંઈપણ ખાઈએ છીએ તે પચાવવા માટે પેટમાં એસિડ બનવા લાગે છે. આ નોર્મલ પ્રોસેસ છે. પણ સમસ્યા ત્યારે થાય છે જ્યારે આ એસિડ વધુ માત્રામાં બનવા લાગે છે. જેના કારણે એસિડિટીની પ્રોબ્લેમ થાય છે. એસિડિટીની પ્રોબ્લેમ એવા લોકોને ખાસ થાય છે જેઓ ડેઈલી ડાયટ અને રૂટીન ફોલો કરી શકતાં નથી. પણ આ એકમાત્ર કારણ નથી. એસિડિટી થવા પાછળ ઘણાં સામાન્ય કારણો જવાબદાર હોઈ શકે છે. જેના વિશે આજે અમે તમને જણાવીશું. તો આજે જાણી લો 8 ઘરેલૂ ઉપચાર, જે કાયમ માટે એસિડિટીને દૂર કરશે.
એસિડિટીના લક્ષણો
શરીરમાં બળતરા, પેટના ઉપરના ભાગમાં દર્દ, ઊલટી થવી, ગળું સૂકાવું, ભોજન પ્રત્યે અરુચિ, ખાટાં ઓડકાર આવવા, પેટમાં ભાર અને કબજિયાત, બેચેની અને શ્વાસ લેવામાં તકલીફ
એસિડિટીની તકલીફ થવાના 8 અસરકારક ઉપાયો વિશે.
એકવાર એસિડિટી શરીરમાં ઘર કરી જાય પછી તો, વારંવાર હેરાન કરવાનું શરૂ કરી દે છે.
માથુ દુ:ખે, પેટમાં દુ:ખે, ચક્કર આવે, ખાટા ઉબકા-ઓડકાર થાય, છાતિમાં બળતરા થાય, ઉલટી થાય વગેરે લક્ષણો છે એસિડિટીનાં.
આ બધાં જ લક્ષણો એવાં છે, જેના કારણે કોઇ કામમાં મન લાગે નહીં, સરખી રીતે કામ કરવાની વાત તો અલગ સરખી રીતે ઊંઘ પણ ના આવે.
એલોપથી દવાઓથી પણ આ એસિડિટી માત્ર દબાય જ છે, કાયમ માટે તો નથી જ મટતી, જોકે આયુર્વેદમાં ચોક્કસ એવા નૂસખા છે, જે એસિડિટીને જડમૂળમાંથી મટાડી શકે.
સંતરાના રસમાં થોડું શેકેલું જીરું અને સિંધાલૂણ નાખીને પીવાથી એસિડિટીમાં ઘણો રાહત થાય છે.
લીમડાનાં પાન અને આમળાંનો ઉકાળો બનાવી પીવાથી એસિડિટી મટે છે.
આમળાનું ચૂર્ણ રોજ સવારે અને રાત્રે એક એક ચમચી લેવાથી એસિડિટી મટે છે.