વિધવાને અઘોરી વિધિના નામે દમણ લઈ જઈને બેભાન કરીને શારીરિક સુખ માણ્યું, પીડિતા પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું પણ સામે આવ્યું

અમદાવાદઃ પીડિત મહિલાએ પોતાની સાથે અઘોરી વિધિના નામે શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હોવાના કેસમાં વિચિત્ર તથ્યો સામે આવ્યા છે. આ કેસમાં પીડિતાના પતિનું મૃત્યુ થયા બાદ તે પોતાની દીકરી સાથે રહેતી હતી, આ પછી પરિવારના અન્ય સભ્યોના મૃત્યુ થઈ જતા એકલા પડી ગયેલા મા-દીકરીને એક પુરુષનો સાથ મળ્યો હતો. હવે આ સાથ આપનારા પુરુષ પર લાખો રૂપિયાની લેતીદેતી અને ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હોવાનું સામે આવ્યું છે.

લેટેસ્ટ ન્યૂઝ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો

વિચિત્ર કેસમાં હાઈકોર્ટ દ્વારા કથિત આરોપીને કાયમી જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. તો બીજી તરફ પીડિતાની યુવાન દીકરી દ્વારા નિવેદન કરવામાં આવ્યું છે કે તેની માતાને આરોપી અઘોરી વિધિના નામે દમણ લઈ ગયો હતો અને તેની સાથે ઈચ્છા વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધીને દુષ્કર્મ આચર્યું હતું. આ કેસમાં પીડિત મહિલા અને રાજ્ય સરકાર દ્વારા પણ આવી જ દલીલ કરવામાં આવી છે કે પીડિતાને દમણના ગેસ્ટ હાઉસમાં લઈ જઈને અર્ધબેભાન કરીને તેની સાથે ઈચ્છા વિરુદ્ધના શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા હતા.

આ કેસમાં હાઈકોર્ટમાં આરોપીએ કરેલી જામીન અરજી ફગાવવા માટેની માગણી કરાઈ રહી હતી. જોકે, હાઈકોર્ટે વિવિધ નિવેદનમાં વિરોધઆભાસ હોવાનું ટાંકીને આરોપીને જામીન પર મુક્ત કરવાનો આદેશ કર્યો છે. કેસની વિગત એવી છે કે 47 વર્ષની પીડિત મહિલાના પતિનું વર્ષ 2016માં મૃત્યુ થયું હતું, આ પછી મે 2018થી ઓક્ટોબર 2018 સુધીમાં કુટુંબના અન્ય સભ્યોના પણ મૃત્યુ થયા હતા. આ પછી મા-દીકરી એકલા પડી ગયા હતા અને એક દિવસ દીકરીની મિત્ર દ્વારા પીડિત મહિલા એક પુરુષના સંપર્કમાં આવી હતી.

પીડિત મહિલાને પરિવારનો સાથ ન રહેતા તે આરોપી દ્વાર કરવામાં આવતી સલાહ-સૂચનોનું પાલન કરતી હતી. આ દરમિયાન વિધિના નામે પીડિત મહિલા પાસેથી રૂપિયા પણ પડાવવામાં આવ્યા હતા. જ્યારે આરોપી તેને અઘોરી વિધિના નામે 13 ફેબ્રુઆરી 2019થી 15 ફેબ્રુઆરી 2019 દરમિયાન દમણ લઈ ગયો હતો અને તેને બેભાન કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મહિલા તથા તેની દીકરીને ગોવા પણ ફરવા માટે લઈ ગયો હતો, જોકે, મહિલાએ સમાજની બદનામીના ડરે આ વાત કોઈને કરી નહોતી, જેની સાથે પોલીસ ફરિયાદમાં પણ મોડું થયું હતું.

મહિલાએ આ અંગે ભરુચમાં ફરિયાદ નોંધાવી તો આરોપીએ કાયમી જામીન માટે હાઈકોર્ટમાં અરજ કરી અને જ્યાં આરોપો પ્રમાણે ગેસ્ટ હાઉસમાંથી કોઈ પુરાવા નથી મળતા, આક્ષેપો પ્રમાણે કથિત આરોપીઓ કશું કર્યું હોવાનું તપાસમાં જાણવા મળ્યું નથી. જેના આધારે આરોપીને કોર્ટે જામીન પર મુક્ત કરવા માટે જણાવ્યું છે. કોર્ટે આ કેસમાં પ્રથમદર્શી રીતે નિવેદનોમાં વિરોધાભાસ હોવાનું નોંધ્યું છે. આ પછી ટ્રાયલ પૂર્ણ થવાના સમય લાગે તેમ હોવાથી કથિત આરોપીને કાયમી જામીન આપવાનો આદેશ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ PNN- News Network ની એપ્લિકેશન ડાઉનલોડ કરો. જય હિન્દ.. જય ભારત..

તમે અમને Twitter અને Telegram પર લાઇક અને ફોલો કરી શકો છો.

If you like our post than don’t forget to share with your friends..

અમારી પોસ્ટ મેળવવા સબસ્ક્રાઈબ કરો

આપનું ઈ-મેલ એડ્રેસ નીચે લખો અને તમામ પોસ્ટ તમારા ઈમેઈલ પર મેળવો