આ છે BSF, જે 53 વર્ષથી કરી રહી છે દેશની સુરક્ષા, લોખંડી ઈરાદાથી હચમચી જાય છે દુશ્મનોના હૃદય
આપણે આજે શાંતિથી ઊંઘી શકીએ છીએ, તો તેની પાછળ છે આપણા દેશની આર્મી. દિવસ-રાત મહેનત કરીને આપણી સુરક્ષા માટે તત્પર રહેતી આર્મી આ વાતને પોતાની ફરજ માને છે. સરહદ સુરક્ષાની કરતા BSF જવાન દુશ્મનોના નાપાક ઈરાદાને રોકવા માટે કાયમ તત્પર રહે છે. બોર્ડર સિક્યોરિટી ફોર્સ(BSF)ની દુનિયાના સૌથી મોટી સરહદ સુરક્ષા દળમાં ગણતરી થાય છે. જેની રચના 1 ડિસેમ્બર 1965માં થઈ હતી.
BSFની જવાબદારી ભારતની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેખરેખ કરવાની અને સરહદ પર ઘૂસણખોરી જેવી ઘટનાને રોકવાની છે. BSF રણથી લઈને બર્ફીલા વિસ્તારો સુધી ફેલાયેલી સરહદની સુરક્ષા કરે છે. દેશમાં પોતાની શ્રેષ્ઠ સેવા આપનારી આ ફોર્સ આજે દુનિયાની સોથી મોટી બોર્ડર ફોર્સમાંથી એક છે. BSF પાસે સૈન્યની જળ, વાયુ અને જમીન તરીકે ત્રણ વિંગ છે.
કેટલીક સિદ્ધિઓ
– આ એક માત્ર ભારતીય અર્ધસૈનિક દળ છે, જેની પોતાની મરીન અને એર વિંગ પણ છે.
– BSF 1959માં શરૂ બીટિંગ રિટ્રીટ સેરેમનીમાં ભાગ લેતી આવી રહી છે.
– આ દરરોજ સાંજે ભારત-પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજ ઉતારવાનો એક પ્રોગ્રામ છે.
– પાકિસ્તાનને અડેલી પશ્ચિમી સરહદ પર પહેરા માટે ભારત BSF પર નિર્ભર છે. BSF પાસે ઊંટોનો એક કાફલો પણ છે.
– BSF રાષ્ટ્રીય સ્તર પર ડોગ્સ માટે ટ્રેનિંગ સ્કૂલ પણ ચલાવે છે.
– ગુજરાતના કચ્છના રણમાં BSF જવાન આલ ટેરરાઈન વ્હીકલ્સથી પેટ્રોલિંગ કરે છે.
મહિલા જવાન પણ કહે છે પેટ્રોલિંગ
– BSFમાં મહિલા જવાનને પણ સામેલ કરવામાં આવી છે. તે પુરુષો સાથે ખભે ખભો મિલાવીને બોર્ડર પર ડ્યૂટી કરે છે.
– BSFમાં કુલ 186 બટાલિયન છે. અંદાજે બે લાખથી વધારે જવાનો દિવસ-રાત સરહદની સુરક્ષા કરે છે.
પોસ્ટ પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહિ..
જો આપની પાસે પણ કોઈ રસપ્રદ માહિતી હોય અને જો તમે તે અન્યો સુધી પંહોચાડવા માંગતા હોય તો, તે માહિતી અમને અમારા ફેશબુક પેઈજ પર મોકલાવો.