ભારત સામે પાકિસ્તાન ઘુંટણીયે, પાયલટ અભિનંદન આવતીકાલે ભારત પરત ફરશે
પાકિસ્તાનનાં પ્રધાનમંત્રી ઇમરાન ખાને પાકિસ્તાનની સંયુક્ત સંસદમાં નિવેદન આપ્યું છે કે, આવતી કાલે ભારતીય યુદ્ધ કેદી પાયલટ અભિનન્દન વર્ધમાનને મુક્ત કરવામાં આવશે.
તમને જણાવી દઇએ કે, ભારત અને પાકિસ્તાન વચ્ચે ભયંકર તણાવ વ્યાપી રહ્યો છે. આ સ્થિતિમાં પણ પાકિસ્તાન કાવાદાવા રચવામાંથી બહાર નથી આવી રહ્યું. તેને એક નવો જ પેંતરો રચ્યો હતો અને પાકિસ્તાનના વિદેશ મંત્રીએ ભારતના વિંગ કમાન્ડરને છોડવાના બદલામાં શરત મુકી હતી. પરંતુ વહવે પાકિસ્તાનની સંયુક્ત સંસદમાં પાકના પ્રધાનમંત્રી ઇમરાન ખાને ભારતના પાયલટને છોડી મૂક્વાનું નિવેદન આપ્યું છે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડરને સત્વરે પરત લાવવા માટે ભારત અને પાકિસ્તાનના વિદેશ મંત્રાલય વચ્ચે ટોચના સ્તરે વાતચીતનો દોર પણ ચાલી રહ્યો છે. આ અગાઉ ભારતના વિદેશ મંત્રાલયે પાકિસ્તાનના કાર્યવાહક ઉચ્ચાયુક્ત સૈયદ હૈદર શાહને સમન્સ પાઠવીને તત્કાલ અને સકુશળ મુક્તિની માંગણી કરી હતી.
જૂઓ વિડિયો..
આ પહેલા પાકિસ્તાનના વિદેશ મંત્રી કુરેશીએ એક ટીવી ચેનલ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, જો ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અભિનંદનને પરત આપવાથી બંને દેશો વચ્ચે ઉભો થયેલો તણાવ ઘટતો હોય તો પાકિસ્તાન તેને છોડવા માટે પણ તૈયાર છે.
अभिनंदन लौटेगा हिंदुस्तान, झुक गया पाकिस्तान! देखिए #Dangal @sardanarohit के साथ. #ATLivestream https://t.co/mloGhP9YvM
— आज तक (@aajtak) February 28, 2019
ભારતનું સખત વલણ
ભારતે સ્પષ્ટ કહ્યુ છે કે, તેના પાયલટ અભિનંદનને પાકિસ્તાન કોઈ જ શરત વગર મુક્ત કરે અને અમને સોંપી દે. પાયલટ અભિનંદનને કોઈ જ નુંકશાન ના પહોંચવું જોઈએ. ભારતે ધમકી આપતા કહ્યું છે કે, અમારા પાયલટને કંઈ જ ના થવું જોઈએ, નહીંતર ભારત કાર્યવાહી કરશે.